મલાઇમાંથી ઘી ઘણું બનાવ્યું પણ હવે ટ્રાય કરો કંઇક નવું, આ છે બેસ્ટ વાનગીઓના ઓપ્શન

Malai Cream: શું તમે જાણો છો કે, જે મલાઈને તમે દૂધ પીતા સમયે કાઢીને ફેંકી દો છો, તે કેટલી બધી ફાયદાકારક છે. મલાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ફાયદાકારક પણ છે. 

મલાઇમાંથી ઘી ઘણું બનાવ્યું પણ હવે ટ્રાય કરો કંઇક નવું, આ છે બેસ્ટ વાનગીઓના ઓપ્શન

Malai Health Benefits: તમે મોટા ભાગે મમ્મીને વાસણમાંથી મલાઈની પરતને એક બરણી કે ડબ્બામાં ભેગી કરતા જોઈ હશે. દૂધની પૌષ્ટિકતા વિશે તો આપણે બધા પરિચિત છીએ. પરંતુ શું તમે જાણો છો કે દૂધમાંથી નીકળતી મલાઈ પણ કેટલી ફાયદાકારક છે? જે મલાઈને તમે દૂધ પીતા સમયે કાઢીને ફેંકી દો છો, તે કેટલી બધી ફાયદાકારક છે. મલાઈ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ફાયદાકારક પણ છે. ચાલો જાણીએ કે મલાઈના ઉપયોગથી કઈ કઈ ટેસ્ટી વાનગી બનાવી શકાય છે.

સ્પ્રેડના રૂપમાં ઉપયોગી
તમે સેન્ડવિચ બનાવવા માગો છો પરંતુ બટર કે બીજુ કોઈ સ્પ્રેડ હાજર નથી? તો ચિંતા ન કરો, કારણકે તમે સ્પ્રેડના રૂપમાં મલાઈનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે માત્ર મલાઈ જામેલી પરત લેવાની છે અને ચમચી કે કાંટાની મદદથી બરાબર ફેંટી લેવાનું છે. ત્યાર બાદ તમે બ્રેડની સ્લાઈસ પર ફેંટેલી મલાઈ ફેલાવી દો. બ્રેડ પર કાકડી, ટામેટા અથવ તો પોતાની મનપસંદ સબ્જી પણ મૂકી શકો છો. આટલુ કર્યા પછી મલાઈ લગાવેલી બ્રેડ તેની ઉપર ઢાંકી દો અને માણો સ્વાદિષ્ટ નાસ્તાની મજા.

ડેસર્ટ બનાવો
મલાઈ એક એવી વસ્તુ છે જેમાં માત્ર ખાંડ મિલાવી દેવાથી પણ એક સ્વાદિષ્ટ મીઠાઈ બની જાય છે. તમે રોટલીની સાથે પણ ખાંડવાળુ નવુ ડેઝર્ટ ટ્રાય કરી શકો છો. મલાઈનો ઉપયોગ કરીને તમે લડ્ડુ, બર્ફી , બ્રેડ મલાઈ રોલ્સ જેવા પણ ડેસર્ટ બનાવી શકો છો.

પાલકની કડવાશ દૂર થાય છે
પાલકમાં નેચ્યુરલી થોડી ઘણી કડવાશ હોય છે. જેને તમે મલાઈના ઉપયોગથી દૂર કરી શકો છો. પાલક-પનીરની પ્યુરી બનાવતા સમયે તેમાં 3-4 ચમચી મલાઈ ઉમેરી દો. આમ કરવાથી પાલકની ગ્રેવી ગાઢ બનશે અને ટેસ્ટ પણ મીઠો આવશે. પાલકને બાફતા સમયે પણ મલાઈ ઉમેરીને બ્લેન્ડ કરીને ટેસ્ટી રિઝલ્ટ મેળવી શકાય છે.

બટર અને ઘી બનાવી શકાય
મલાઈને દરરોજ એક વાટકામાં એકઠુ કરીને જ્યારે વાટકો આખો ભરાય ત્યારે તેનો ઉપયોગ કરીને બટર બનાવી શકો છો. એકવાર બટર બની ગયા બાદ તેનો ઉપયોગ કરીને દેશી ઘી પણ બનાવી શકાય છે.

મલાઈ ન માત્ર ખાવા માટે પરંતુ સુંદરતા નીખારવા માટે પણ ઉપયોગી છે. ટેનિંગને દૂર કરવા માટે તમારે મલાઈને ફેંટીને પોતાના ચહેરા, હાથ અને પગ પર લગાવીને 10 મિનિટ સુધી રહેવા દો. ટેનિંગમાંથી છૂટકારો મેળવવા માટે મલાઈને હળવા હાથે મસળીને સ્ક્રબ કરી શકાય. ફેસપેક બનાવવા માટે મલાઈને ગુલાબ જળ અને ચણાના લોટની સાથે મિક્સ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન સ્કીનને સોફ્ટ અને ગ્લોઈંગ બનાવવા માટે ઉપયોગી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news