Navel Secrets: 'બેલી બટન' નાભિમાં છૂપાયેલા છે અનેક ગૂઢ રહસ્યો, આ 10 વાતો જાણીને તમારી આંખો પહોળી થઈ જશે
Navel Secrets: જન્મ થયા બાદ જ્યારે માતાની નાળ સાથે જોડાયેલી બાળકની ગર્ભનાળને ડોક્ટર દ્વારા બાંધીને અલગ કરાય છે ત્યારે બાળકના પેટ પર એક નિશાન બની જાય છે. જેને નાભિ કહે છે. નાભિ વિશે આ 10 રોચક વાતો જાણો....
Trending Photos
જન્મ થયા બાદ જ્યારે માતાની નાળ સાથે જોડાયેલી બાળકની ગર્ભનાળને ડોક્ટર દ્વારા બાંધીને અલગ કરાય છે ત્યારે બાળકના પેટ પર એક નિશાન બની જાય છે. જેને નાભિ કહે છે. નાભિનો આકાર અને સંરચના બધામાં અલગ અલગ હોય છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોની નાભિની આજુબાજુ વધુ રૂવાંટી હોય છે. નાભિ ફક્ત સ્તનધારી જીવોમાં હોય છે, ઈંડા આપનારા જીવોમાં નહીં. નાભિ વિશે આ 10 રોચક વાતો જાણો....
1. હિન્દુ શાસ્ત્રો મુજબ નાભિ આપણા જીવનનું ઉર્જાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે મૃત્યુ બાદ પણ પ્રાણ નાભિમાં 6 મિનિટ સુધી રહે છે. શરીરમાં દિમાગથી પણ વધુ મહત્વપૂર્ણ સ્થાન નાભિનું છે. નાભિ શરીરનું પ્રથમ દિમાગ હોય છે, જે પ્રાણવાયુથી સંચાલિત થાય છે.
2. આપણું સુક્ષ્મ શરીર નાભિ ઉર્જાના કેન્દ્ર સાથે જોડાયેલું રહે છે. જો કોઈ સંત કે સિદ્ધપુરુષ શરીરમાંથી બહાર નીકળીને સુક્ષ્મ શરીરથી ક્યાંય પણ વિચરણ કરે તો તેના સુક્ષ્મ શરીરની નાભિ સાથે સ્થુળ શરીરની નાભિ વચ્ચે એક રશ્મિ જોડાયેલી રહે છે. જો તે તૂટી જાય તો વ્યક્તિનો પોતાના સ્થૂળ શરીર સાથે પણ સંબંધ તૂટી જાય છે.
3. હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન ભ્રહ્માનો જન્મ વિષ્ણુની નાભિથી થયો હતો. હકીકતમાં આ સંસારમાં પ્રત્યેક મનુષ્યનો જન્મ નાભિથી જ થાય છે. નાભિને પાતાળ લોક પણ કહે છે. વિષ્ણુ પાતાળ લોકમાં રહે છે. આ ધરતી અને સંપૂર્ણ બ્રહ્માંડનું પણ નાભિ કેન્દ્ર છે. નાભિ કેન્દ્રથી જ સંપૂર્ણ જીવન સંચાલિત થાય છે.
4. યોગ શાસ્ત્રમાં નાભિ ચક્રને મણિપુર ચક્ર કહે છે. નાભિના મૂળમાં સ્થિત રક્તવર્ણનું આ ચક્ર શરીર અંતર્ગત મણિપુર નામનું ત્રીજુ ચક્ર છે જે 10 દળ કમળ પાંખડીઓથી યુક્ત છે. જે વ્યક્તિની ચેતના કે ઉર્જા ત્યાં એકત્રિત છે, તેને કામ કરવાની ધૂન રહેતી હોય છે. આવા લોકોને કર્મયોગી કહે છે. આ લોકો દુનિયાના દરેક કામ કરવા માટે તૈયાર રહે છે. તેના સક્રિય થવાથી તૃષ્ણા, ઈર્ષા, ચુગલી, લજ્જા, ભય, ધૃણા, મોહ વગેરે દૂર થાય છે. આ ચક્ર મૂળ રીતે આત્મશક્તિ પ્રદાન કરે છે.
5. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતીમાં રોગ ઓળખવાની અનેક રીત છે, જેમાંથી એક છે નાભિ સ્પંદનથી રોગની ઓળખ. નાભિ સ્પંદનથી એ જાણી શકાય છે કે શરીરનું કયું અંગ ખરાબ થઈ રહ્યું છે કે રોગગ્રસ્ત છે. નાભિનું સંચાલન અને તેની ચિકિત્સાના માધ્યમથી તમામ પ્રકારના રોગ ઠીક કરી શકાય છે.
6. નાભિ સ્પંદન પદ્ધતિ મુજબ જો નાભિ બરાબર મધ્યમા સ્તરની વચ્ચે ચાલે ત્યારે મહિલાઓ ગર્ભધારણ યોગ્ય હોય છે. પરંતુ જો તે મધ્યમા સ્તરથી ખસીને નીચે કરોડ તરફ જતી રહે તો આવી મહિલાઓ ગર્ભ ધારણ કરી શકતી નથી. એવું પણ કહેવાય છે કે જે મહિલાઓની નાભિ એકદમ વચ્ચેવચ હોય તે બિલકુલ સ્વસ્થ બાળકને જન્મ આપે છે.
7. નાભિ ખસકી જવાથી માનસિક અને આધ્યાત્મિક ક્ષમતાઓ ઓછી થઈ જાય છે. જો ખોટી રીતે ખસી જાય તથા સ્થાયી થઈ ગાય તો પરિણામ વધુ ખરાબ થઈ શકે છે. નાભિને યથાસ્થાન લાવવી એક કપરું કાર્ય છે. થોડી પણ ગડબડી નવી બિમારીને જન્મ આપી શકે છે. નાભિની નાડીઓનો સંબંધ શરીરના આંતરિક અંગોની સૂચના પ્રણાલીથી થાય છે. આથી નાભિ નાડીને યથાસ્થળ બેસાડવા માટે તેના યોગ્ય તથા જાણકાર ચિકિત્સકોની જ મદદ લેવી જોઈએ. નાભિને યથાસ્થાન લાવવા માટે દર્દીને રાત્રે કઈ પણ ખાવા ન દો. સવારે ખાલી પેટે ઉપચાર માટે જવું જોઈએ. કારણ કે ખાલી પેટ જ નાભિ નાડીની સ્થિતિની ભાળ લગાવી શકે છે.
8. નાભિમાં 1458 પ્રકારના બેક્ટેરિયા મળી આવે છે, જે બહારના બેક્ટેરિયાઓથી આપણા શરીરનું રક્ષણ કરે છે. નાભિમાં અનેકવાર ફંગલ ઈન્ફેક્શન થાય છે ત્યારે આવી સ્થિતિમાં નાભિને સ્વચ્છ રાખવી ખુબ જરૂરી છે. પરંતુ તેની એટલી પણ સફાઈ ન કરવી જોઈએ કે તેના બેક્ટેરિયા જ મરી જાય.
9. નાભિ પર સરસવનું તેલ લગાવવાથી હોઠ મુલાયમ થાય છે. નાભિ પર ઘી લગાવવાથી પેટનો અગ્નિ શાંત થાય છે. અનેક પ્રકારના રોગોમાં પણ તે લાભદાયક રહે છે. તેનાથી આંખો અને વાળને પણ લાભ થાય છે. શરીરમાં કંપન, ઘૂંટણી અને જોઈન્ટના દુખાવામાં પણ તેનાથી લાભ થાય છે. તેનાથી ચહેરાનું તેજ પણ વધે છે.
10. સમુદ્ર શાસ્ત્રમાં નાભિના આકાર અને પ્રકાર મુજબ સ્ત્રી અને પુરુષના વ્યક્તિત્વ વિશે ઉલ્લેખ મળી આવે છે. જે મહિલાઓની નાભિ સમતળ હોય તેને ગુસ્સો જલદી આવે છે પરંતુ પુરુષોની નાભિ સમતળ હોય તો તે બુદ્ધિમાન અને સ્પષ્ટવાદી હશે. જેની નાભિ ઊંડી હોય તેઓ સૌંદર્ય પ્રેમી, રોમેંટિક અને મિલનસાર હોય છે. તેમને જીવનસાથી સુંદર મળે છે. જે મહિલાઓની નાભિ લાંબી અને વક્રી હોય તેઓ આત્મવિશ્વાસથી ભરેલી અને આત્મનિર્ભર હોય છે. જે મહિલાઓની નાભિ ગોળ હોય છે તેઓ આશાવાદી, બુદ્ધિમાન અને દયાળુ હોય છે. એવી મહિલાઓનું વૈવાહિક જીવન સુખમય રહે છે. ઉભરેલી નાભિવાળા લોકો નબળા અને નકારાત્મક હોય છે. આા લોકો મોટાભાગે કામ અધૂરા છોડે છે અને સ્વભાવે પણ ચિડાયેલા રહે છે.
જે લોકોની નાભિ ઉપરની બાજુ મોટી અને ગાઢ હોય તેઓ હસમુખ અને મિલનસાર સ્વભાવના હોય છે. ઉભરેલી અને વધેલી નાભિ હોય તેઓ જિદ્દી હોય છે. ઈંડાકાર નાભિવાળા લોકો વિચારવામાં પોતાનો સમય બગાડીને હાથમાં આવેલી તક છોડી દે છે. પહોળી નાભિવાળા લોકો શકી અને અંતરમુર્ખી હોય છે. જે લોકોની નાભિ ઉપરથી નીચે આવીને 2 ભાગમાં વહેંચાયેલી હોવા મળે તો આવા લોકો આર્થિક, કૌટુંબિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખુબ મજબૂત હોય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે