સલમાન ખાન-કૈટરીના કૈફની ફિલ્મ Tiger 3 ની રિલીઝ ડેટ ફાઈનલ, દમદાર પોસ્ટર રિલીઝ

Tiger 3 Release Date: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર રિલીઝ થશે તેની આતુરતાથી રાહ જોવાતી હતી. હવે ચાહકોની આ આતુરતાનો અંત આવી ગયો છે. સલમાન ખાને ઈંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ટાઈગર 3ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. 

સલમાન ખાન-કૈટરીના કૈફની ફિલ્મ Tiger 3 ની રિલીઝ ડેટ ફાઈનલ, દમદાર પોસ્ટર રિલીઝ

Tiger 3 Release Date: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર રિલીઝ થશે તેની આતુરતાથી રાહ જોવાતી હતી. હવે ચાહકોની આ આતુરતાનો અંત આવી ગયો છે. સલમાન ખાને ઈંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ટાઈગર 3ની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. સલમાન ખાન અને કેટરીના કેફની અપકમિંગ ફિલ્મ ટાઈગર 3 આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

આ પણ વાંચો:

સલમાન ખાને ટાઈગર 3 ની રિલીઝ ડેટ સાથે ટાઈગર 3 નું નવું પોસ્ટર પણ શેર કર્યું છે. ટાઈગર 3 ના ઓફિસિયલ પહેલા પોસ્ટરમાં સલમાન ખાન અને કેટરીના કૈફ વોર મૂડમાં જોવા મળે છે. પોસ્ટરના બેગ્રાઉન્ડમાં પણ હેલિકોપ્ટર ઉડતા જોવા મળે છે. પોસ્ટરમાં સલમાન ખાન અને કેટરીના કેફ બંને પોતાના હાથમાં બંદૂક પકડીને લડાઈ કરતા જોવા મળે છે. આ પોસ્ટર પરથી જ અંદાજ આવી જાય છે કે ટાઈગર 3 એક્શનથી ભરપૂર ફિલ્મ હશે. 

સલમાન ખાને ફિલ્મનું પોસ્ટર રીલીઝ કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે, " દિવાળી 2023 પર ટાઈગર 3 સાથે આવી રહ્યો છું. YRFના 50 વર્ષ સેલિબ્રેટ કરો ટાઈગર 3ની સાથે તમારા નજીકના થિયેટરમાં" 

ટાઈગર 3 દિવાળી 2023 પર રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થવાની છે. જેવી રીતે પઠાન ફિલ્મમાં સલમાન ખાનનો કૈમીયો હતો તે રીતે ટાઈગર 3માં શાહરુખ ખાનનો કૈમીયો રોલ જોવા મળશે તેવી ચર્ચાઓ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news