હાથમાં લાખોનું પર્સ લઈને વ્હાઈટ હાઉસમાંથી નીકળી હતી મેલેનિયા ટ્રમ્પ

Updated By: Jan 22, 2021, 10:01 AM IST
હાથમાં લાખોનું પર્સ લઈને વ્હાઈટ હાઉસમાંથી નીકળી હતી મેલેનિયા ટ્રમ્પ
  • આ પર્સની કિંમતમાં તો સામાન્ય માણસો ઘર અને ગાડી બંને ખરીદી શકે છે
  • મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડાના માર-આ-લાગો એસ્ટેટમાં પોતાની આગળની જિંદગી વિતાવશે

ઝી મીડિયા/બ્યૂરો :જો બાઈડન અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ બની ગયા છે. તો ભારતીય મૂળના કમલા હૈરિસે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ માટે શપથ લીધા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે (Melania Trump) ગત બુધવારે વ્હાઈટ હાઉસ (White House) માંથી વિદાય લીધી હતી. અંતિમ સમયે રાષ્ટ્રપતિ તરીકે વિદાય લેતા સમયે ફ્લોરિડા સ્થિત પોતાના સ્થાનિક આવાસ માર-આ-લાગો એસ્ટેટ માટે ટ્રમ્પ દંપતી રવાના થયું હતું. આ દરમિયાન પણ મેલેનિયા બહુ જ સુંદર અંદાજમાં દેખાઈ રહ્યા હતા. આમ તો મેલેનિયા ટ્રમ્પ હંમેશા જ અનોખા અંદાજમાં દેખાય છે, પણ આ વખતે તેમની ફેશન સેન્સે સૌ કોઈના હોંશ ઉડાવી દીધા હતા.

માર-આ-લાગો એસ્ટેટમાં જતા સમયે મેલેનિયાના હાથમાં ક્રોકોડાઈલ હર્મીજ બર્કિંન બેગ હતું. મેલેનિયા ટ્રમ્પની આ કિંમત ભલભલાની ઊંઘ ઉડાવી દે તેવી છે. આ પર્સની કિંમતમાં તો સામાન્ય માણસો ઘર અને ગાડી બંને ખરીદી શકે છે. 

આ પણ વાંચો : તારક મહેતા શોમાં આવશે મોટા ટ્વિસ્ટ એન્ડ ટર્ન, દયાબેનની વાપસી પર મોટા અપડેટ

મેલેનિયા ટ્રમ્પના આ બેગની કિંમત 65 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. રિપોર્ટસની માનીએ તો, મેલેનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડાના માર-આ-લાગો એસ્ટેટમાં પોતાની આગળની જિંદગી વિતાવશે. હવે તે જ તેમનું સ્થાયી ઘર હશે. વ્હાઈટ હાઉસમાંથી નીકળતા સમયે મેલેનિયા ટ્રમ્પે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે હંમેશની જેમ સ્ટાઈલિશ લાગી રહ્યા હતા. આ રિસેય તેમણે શનૈલ જેકેટ, બ્લેક લેધર હીલ્સ અને ઓવરસાઈઝ સનગ્લાસિસ પહેર્યા હતા. 

White House से जाते-जाते ये गलती कर गईं Melania Trump, जमकर हो रही किरकिरी

વ્હાઈટ હાઉસમાંથી નીકળતા સમયે મેલેનિયા ટ્રમ્પ હજી એક બાબતને કારણે ટ્રોલ થયા હતા. અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાંથી નીકળતા સમયે પણ વિવાદોમાં રહ્યા. વિદાય દરમિયાન તેમણે વ્હાઈટ હાઉસના સ્ટાફને આપવામાં આવેલો થેંક્યૂ નોટ પણ લખી ન હતી. સીએનએનની રિપોર્ટ અનુસાર, મેલેનિયાએ આ નોટ વ્હાઈટ હાઉસના કોઈ જુનિયર સ્ટાફથી લખાવી હતી અને તેના પર પોતાની સાઈન કરી હતી. 

આ પણ વાંચો : મૃતદેહોને સાચવવાની કળામાં માહેર ડો.વિનેશ શાહ, ગુજરાતમાં એમ્બાલ્મીંગ જાણનારા એકમાત્ર તબીબ છે