જો તમારા ઘરે દૂધ વારંવાર ફાટી જતું હોય તો સમજવું કે ભગવાન આપી રહ્યા છે આ સંકેતો
How To prevent Milk From Curdling:વાસ્તુશાસ્ત્રમાં તેની પાછળ ઘણા મોટા કારણો જણાવવામાં આવ્યા છે. હાથમાંથી પડતી આ વસ્તુઓ આપણને ભવિષ્યની ઘટના વિશે સંકેત આપે છે. તેમની અવગણના ન કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથમાંથી સફેદ વસ્તુ પડવી એ અશુભ સંકેત માનવામાં આવે છે.
Trending Photos
How To prevent Milk From Curdling: ઘણીવાર એવું થાય છે કે તમે દૂધ ગરમ કરીને ફ્રિજમાં મુક્યું હશે પરંતુ તેમછતાં પણ ફાટી જાય છે. જેથી તમારે ઘણીવાર પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. ક્યાંક એવું તો નથી ને કે તમે દૂધને સ્ટોર કરવા માટે ખોટા કંટેનરનો ઉપયોગ કરી રહ્યા છો. જો તમે સાચા કંટેનરનો ઉપયોગ કરો છો તો દૂધને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકશો. તો આવો દૂધને કયા પ્રકારના વાસણમાં રાખવું બેસ્ટ રહેશે તેના વિશે જાણીએ.
વાસ્તુશાસ્ત્રમાં તેની પાછળ ઘણા મોટા કારણો જણાવવામાં આવ્યા છે. હાથમાંથી પડતી આ વસ્તુઓ આપણને ભવિષ્યની ઘટના વિશે સંકેત આપે છે. તેમની અવગણના ન કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથમાંથી સફેદ વસ્તુ પડવી એ અશુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સંકેતો અચાનક પરેશાનીઓ વિશે જણાવે છે. ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેનું પડવું વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે.
દૂધ ફાટવું અશુભ છે
દૂધ એ પવિત્ર વસ્તુ છે. તેનો ઉપયોગ પૂજા પાઠમાં પણ થાય છે. તેમાં ઘણા પ્રકારના તત્વો મળી આવે છે જે શરીરને મજબૂત બનાવે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો હાથમાંથી દૂધ પડી જાય તો તેનો અર્થ એ છે કે આવનારા દિવસોમાં બાળકને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી, રસોડામાં ગેસના સ્ટવમાંથી દૂધને હંમેશા પડતા અટકાવો. ગેસમાંથી દૂધ છોડવું પણ શુભ સંકેત માનવામાં આવતું નથી. સફેદ વસ્તુઓમાં દૂધ સૌથી શુદ્ધ ઘટક છે. હાથમાંથી દૂધ પડવું અને ચૂલામાં ઉકાળવું એ અશુભ સંકેત આપે છે. દૂધ ઘટી જવાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે.
ગ્લાસ બોટલ
જો તમે ઇચ્છો છો કે લાંબા સમય સુધી દૂધને ફ્રેશ રાખવું હોય તો તેના માટે કાચની બોટલમાં સ્ટોર કરવું એક શ્રેષ્ઠ ઓપ્શન છે. જો તમારી પાસે કાચની બોટલ નથી અને તમે તેને ગ્લાસના વાસણમાં સ્ટોર કરો છો તો તેને કોઇ વાસણ વડે જરૂર ઢાંકી દો. આમ કરવાથી તમે ઓછામાં ઓચા 2 દિવસ સુધી સેફ રાખી શકો છો.
સ્ટીલનું વાસણ
સ્ટીલનું વાસણ દૂધને સ્ટોર કરવા માટે યોગ્ય કંટેનર છે. દૂધને તેમાં સ્ટોર કરવાથી તેનો સ્વાદ પણ ખરાબ થતો નથી. બસ ધ્યાન રાખો કે દૂધને તેમાં સ્ટોર કરતાં પહેલાં તેને યોગ્ય રીતે ધોઇ લો અને ફરીથી ચેક કરી લો તેમાં ક્યાંક સાબુ લાગેલો ન હોય નહીતર દૂધ ફાટી શકે છે.
સ્ટીલનું કેન
સ્ટીલના કેનમાં પણ દૂધને આરામથી રાખી શકો છો, પરંતુ દિવસમાં એકવાર દૂધને તેમાં રાખતાં પહેલાં જરૂર તેને ઉકાળી લો, આમ કરવાથી તમે ગરમીમાં પણ દૂધને ફાટતું રોકી શકશો.
દૂધને ફાટવાથી બચાવવા માટેની ટીપ્સ :
- – તમે દૂધ ઘરે લાવો પછી તરત જ તેને ગરમ કરો. આને કારણે તેના ફાટવાના ચાન્સ ઘણા ઓછા થઇ જાય છે.
- – 4-5 કલાક પછી ફરી એક વાર દૂધ ગરમ કરો. જેથી તે 5-6 કલાક સુધી ચાલી શકે છે.
- – દૂધને ફાટવાથી અટકાવવા માટે, દિવસમાં 2-3 વખત દૂધને ઉકાળો.
- – કેટલીક વાર રાત્રે ગરમ કરેલું દૂધ સવારે બગડી જાય છે. આવી સ્થિતિમાં રાત્રે 9-10 વાગ્યે દૂધ ગરમ કરો અને ત્યારબાદ તેને સવારે 5-6 વાગ્યે ગરમ કરો. જેથી દૂધ ફાટશે નહીં.
- – જો તમે ઇચ્છતા હોવ કે રાત્રે દૂધ ફાટી ન જાય તે માટે તમે બીજી પદ્ધતિ પણ અપનાવી શકો છો. આ માટે, મોટી પ્લેટ અથવા તો થાળીમાં ઠંડુ પાણી ભરો અને તેના ઉપર દૂધથી ભરેલું વાસણ મૂકો. આ તમારું દૂધ ઠંડુ રાખશે અને ફાટવાની શક્યતા ખૂબ ઓછી રહેશે.
- – જો તમે સાંજે દૂધ લો અને મોડી રાત સુધી તે ઠંડુ ન થાય તો ઘણી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં સવાર સુધી તે ઘણી વખત ફાટી જાય છે. તમે મોટા પાત્રમાં આઇસ ક્યુબ્સ મૂકીને આ કરી શકો છો અને તરત જ તેમાં ગરમ દૂધનું પાત્ર મૂકી શકો છો. દૂધ થોડીવારમાં ઠંડુ થઈ જશે અને તમે તેને ફ્રિજમાં રાખી શકો છો.
- – જો તમે ઇચ્છતા હોવ તો, તમે તે રૂમમાં દૂધ રાખી શકો છો જ્યાં રાત્રે એ.સી, કુલર અથવા પંખા ચાલે છે. આનાથી દૂધ ફાટવાની સંભાવના પણ ઓછી થાય છે.
- – જો દૂધને ગેસ પર રાખ્યા પછી, તમને લાગે કે તે ફાટશે, તો પછી તેમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તે ઉકળવા આવે ત્યાં સુધી. આ સાથે 3-4 કલાકની અંદર દૂધને વપરાશમાં લેવાનો પ્રયાસ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે