ગમે એટલી ઠંડી લાગતી હોય, બસ આ બે કામ, 10 મિનિટની અંદર શરીર થઈ જશે ગરમ
શિયાળાની સીઝનમાં ઘણીવાર ખુબ ઠંડી લાગે છે. આ સમયે શરીરને ગરમી આપવી જરૂરી છે. તમે વધુ ઠંડી હોય ત્યારે શરીરને ગરમ કરવા માટે આ બે એક્સરસાઇઝ કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ શિયાળો આવતા વધુ ઠંડી પડે છે અને હાથ-પગ જામી જાય છે. ઘણીવાર તો બહારની ભારે ઠંડીમાંથી આવીને લાગે છે કે હાથ અને પગ કામ કરતા નથી. હવે વિચારવાની વાત છે કે ઠંડ કેમ લાગે છે. તાપમાનનું ઘટવું શરીરમાં શું કરે છે કે આપણે ઠંડી લાગે છે. નોંધનીય છે કે તાપમાન ઘટતા શરીરમાં બ્લડ સર્કુલેશન સ્કોલ થઈ જાય છે, જેનાથી શરીર ધીમું પડે છે અને ઠંડી લાગે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે ઠંડીથી બચવા માટે પોતાના શરીરના બ્લડ સર્કુલેશનને વધારો જેમાં આ 10 મિનિટની એક્સરસાઇઝ તમારા માટે ઉપયોગ થઈ શકે છે.
શિયાળામાં 10 મિનિટ કરો આ 2 એક્સરસાઇઝ
1. જમ્પિંગ જેક કરો
જમ્પિંગ જેક કરવાનો મતલબ છે કે તમે જ્યાં છો ત્યાં લગભગ 5થી દસ મિનિટ સુધી બંને પગને જમીન પર બરાબર રાખતા જમ્પ લગાવો. તમને 5થી 7 મિનિટમાં તમારા શરીરની અંદર ગરમીનો અનુભવ થવા લાગશે. તમારૂ બ્લડ સર્કુલેશન વધી જશે અને ઠંડી ગાયબ થઈ જશે. આ તમામ કારણોને લીધે તમારે ઠંડી લાગવા પર એક્સરસાઇઝ કરવી જોઈએ.
2. ઉઠક બેઠક કરો
ઉઠક બેઠક કરવાથી તમારા શરીરમાં ગરમી આવે છે. તે થોડી વાર કરશો તો તમારી ઠંડી દૂર થઈ જશે. જો તમને ઠંડી લાગી રહી હોય તો એક જગ્યા પર ઉઠક બેઠક કરવાનું શરૂ કરો. તે શરીરમાં બ્લડ સર્કુલેશન વધારે છે. આમ કરવાથી તમારા માથાથી લઈને પગ સુધી શરીરમાં ગરમીનો અનુભવ થશે.
રોગોના લક્ષણો
તેથી, શિયાળામાં તમે શરીરના રક્ત પરિભ્રમણને વધારવા માટે આ ટિપ્સ અપનાવી શકો છો. આ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તો શિયાળામાં ઠંડી પડતાં જ આ બે કામ કરવાનું શરૂ કરી દો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે