અદાણી મુંદ્રા પોર્ટની નવી સિદ્ધિ; એક જ જહાજ પર 16,596 કન્ટેનર હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ સ્થાપ્યો!

મુંદ્રા ખાતેનું અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (AICTPL) 21 જાન્યુઆરી, 2024ના રોજ કન્ટેનર જહાજ MV MSC લિવોર્નો સફળતાપૂર્વક 16,569 twenty equivalent units (TEU)નું સંચાલન કરી નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ નોંધનીય છે કારણ કે તે અગાઉ અદાણી પોર્ટ્સના જ પોતાના 16,400 TEUs ના રાષ્ટ્રીય રેકોર્ડને વટાવ્યુ છે. 

અદાણી મુંદ્રા પોર્ટની નવી સિદ્ધિ; એક જ જહાજ પર 16,596 કન્ટેનર હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ સ્થાપ્યો!

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: વૈવિધ્યસભર અદાણી ગ્રૂપમાં એક નોંધપાત્ર એન્ટિટી તરીકે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી છે, જે ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે., APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં સતત કુશળતા દર્શાવતું આવ્યું છે. APSEZ મુન્દ્રાએ ફરી એક વખત નોંધપાત્ર સિદ્ધિ સાથે દરિયાઈ ઈતિહાસમાં તેનું નામ રોશન કર્યું છે. 

મુંદ્રા ખાતેનું અદાણી ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (AICTPL) 21 જાન્યુઆરી, 2024ના રોજ કન્ટેનર જહાજ MV MSC લિવોર્નો સફળતાપૂર્વક 16,569 twenty equivalent units (TEU)નું સંચાલન કરી નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ નોંધનીય છે કારણ કે તે અગાઉ અદાણી પોર્ટ્સના જ પોતાના 16,400 TEUs ના રાષ્ટ્રીય રેકોર્ડને વટાવ્યુ છે. અગાઉ 22 જુલાઈ, 2022 ના રોજ અદાણી પોર્ટ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો, જ્યારે કન્ટેનર કાર્ગો જહાજ MSC ડેનિટ અદાણી પોર્ટ પર લંગારવામાં આવ્યું હતું. 

MV MSC લિવોર્નો, વિશાળકાય 366 મીટર લંબાઈ (સાડા ત્રણ ફૂટબોલ મેદાન જેટલી લંબાઈ) અને 14,000 કન્ટેનરની વહન ક્ષમતા ધરાવતા આ મહાકાય જહાજે કોલંબોથી આવી અદાણી મુંદ્રા પોર્ટ પર લંગર નાખ્યું હતું. આ જહાજ પર 16,569 કન્ટેનરનું સંચાલન (લોડિંગ અને અનલોડિંગ) અદાણી પોર્ટસ પર કરવામાં આવ્યું હતું, સફળતા પૂર્વક અહીથી રવાના થયા બાદ આ જહાજે યાન્ટિયન, ચીનની તેની યાત્રા શરૂ કરી હતી. અલ્પ સમયમાં આટલી મોટી સંખ્યામાં એકજ જહાજ પર કન્ટેનર હેન્ડલિંગની આ સિદ્ધિ અદાણી પોર્ટસની કાર્યક્ષમતા દર્શાવે છે. આ રેકોર્ડબ્રેક કામગીરી બાદ કચ્છ વૈશ્વિક દરિયાઈ વેપાર ક્ષેત્રે અદાણીએ અનોખી છાપ છોડી છે. આ સિદ્ધિ ભારતમાં પ્રીમિયર પોર્ટ ફેસિલિટેટર તરીકે અદાણી પોર્ટસને વધુ મજબૂત બનાવે છે તથા જટિલ લોજિસ્ટિક્સ કામગીરીના સંચાલનમાં ટીમના સમર્પણ અને નિપુણતાને પણ ઊભારે છે. 

APSEZ એ ભારતના વેપાર અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે, 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનાવવાના વિઝન સાથે, APSEZ એ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર બન્યું, જે ગ્લોબલ વોર્મિંગને 1.5 °C ઉપર નિયંત્રણ કરવા માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news