ગજાનંદને લગાવો Super મોદકનો ભોગ, સ્વાસ્થ સાથે કરો સમયની પણ બચત
મોદક બનાવવામાં તમને 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તમને સુપર મોદક બનાવવા માટે મિક્સ સુપર સિડ્સ, ગોળ, ઇલાયચી પાવડર અને ઘીની જરૂર પડશે. સુપર સીડ્સને રોસ્ટ કરીને ઝીણું પીસી લો અને પછી તેમાં ગોળ અને ઇલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
Trending Photos
નવી દિલ્હી: ભગવાન ગણેશની આરાધનાના પાવન પર્વ ગણેશોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિની ભક્તિ અને ઉલ્લાસના 10 દિવસ દરેક ઘરમાં પ્રભુના મનપસંદ પકવાનનો ભોગ ચઢાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ ઉત્સવને જોરશોરથી ઉજવવામાં આવે છે. ચતુર્થી માંડીને અનંત ચતુર્દશી સુધી ચાલનાર આ તહેવારમાં દરરોજ નવા પ્રકારના મોદકનો ભોગ ચઢાવવામાં આવે છે પરંતુ તમારા ઘરમાં કોઇ શુગર, બીપી અથવા ડાયટિંગ કરી રહ્યા છે તો આ વખતે બપ્પાને સુપર મોદકનો ભોગ લગાવો અને હેલ્થનું પણ ધ્યાન રાખો.
મોદક બનાવવામાં તમને 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તમને સુપર મોદક બનાવવા માટે મિક્સ સુપર સિડ્સ, ગોળ, ઇલાયચી પાવડર અને ઘીની જરૂર પડશે. સુપર સીડ્સને રોસ્ટ કરીને ઝીણું પીસી લો અને પછી તેમાં ગોળ અને ઇલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેના નાના નાના મોદક બનાવીને બાપ્પાને ભોગ લગાવો અને પ્રસાદ વહેંચો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે