'પીઠોરા' ચિત્રોને ખુદ દેવી દેવતાઓ વાંચે છે!, આદિવાસી સમાજનો છે અમૂલ્ય વારસો
'પીઠોરા'... આ નામ સાંભળતા જ એક ચિત્ર નજર સામે આવી જાય... પરંતુ આજે પણ મોટાભાગના લોકો આ નામથી અજાણ હશે. ચિત્રો એક નજરે જોતા સુંદર લાગી રહ્યા છે પણ આ ચિત્રમાં શું રહસ્ય છે ? તેના રહસ્ય પહેલા એ જણાવી દઇએ કે, આ કોઈ ચિત્ર નથી. આ પીઠોરા છે. જે આદીવાસીઓના દેવ છે અને તેને દોરવામાં નહીં પણ લખવામાં આવે છે.
Trending Photos
'પીઠોરા'... આ નામ સાંભળતા જ એક ચિત્ર નજર સામે આવી જાય... પરંતુ આજે પણ મોટાભાગના લોકો આ નામથી અજાણ હશે. ચિત્રો એક નજરે જોતા સુંદર લાગી રહ્યા છે પણ આ ચિત્રમાં શું રહસ્ય છે ? તેના રહસ્ય પહેલા એ જણાવી દઇએ કે, આ કોઈ ચિત્ર નથી. આ પીઠોરા છે. જે આદીવાસીઓના દેવ છે અને તેને દોરવામાં નહીં પણ લખવામાં આવે છે.
અમે જે વાત કરી રહ્યા છીએ તે ગુજરાતના છેવાડે આવેલા છોટા ઉદેપુર જિલ્લાની છે.. અહીં 80 % કરતાં વધુ આદીવાસીઓની વસ્તી છે. જે પ્રકૃતિને પૂજનારો સમાજ છે. આ આદીવાસી સમાજ સૂર્ય દેવ, ચંદ્ર દેવ, જળ દેવતા, ધરતી માતા, અગ્ની દેવતા, અન્ન દેવતા, પવન દેવ, વૃક્ષ દેવતા જે સાક્ષાત છે તેવા તત્વોની પૂજા કરે છે. મોટાભાગના લોકો મૂર્તીપૂજામાં માનતા નથી પરંતુ લાકડામાથી પૂર્વજોના નામની ખાંભી બનાવીને તેની પૂજા કરે છે.
પ્રકૃતિપૂજક સમુદાયના દેવ એટલે પીઠોરા દેવ. અહીંના આદીવાસીઓ જીવતા જાગતા દેવની પૂજા કરે છે. પીઠોરા દેવની કોઈ મૂર્તી નથી હોતી, તેનું માત્ર દીવાલ પર ચીત્રરૂપી લખાણ લખવામાં આવે છે. સામાન્ય રીતે પીઠોરા એક લિપિ છે.. આ પીઠોરા દેવ દરેક આદીવાસી પોતાના ઘરમાં લખાવે છે. પીઠોરા લખાવવાથી સુખ, શાંતી અને સમૃદ્ધિ મળે છે તેવું આ સમાજના લોકો માને છે અને પીઠોરામાં પૂરતી શ્રદ્ધા ધરાવે છે.
પીઠોરાના દરેક ચિત્ર પાછળ એક રહસ્ય છે. આ ચિત્રમાં સમગ્ર સૃષ્ટીની રચના કરવામાં કરવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, પીઠોરા જ્યારે લખાતા હોય છે ત્યારે આદીવાસીઓ દેવના આગમનને વધાવવા ગાન કરતાં હોય છે... એવું માનવામાં આવે છે કે, જે ચિત્રો દોરવામાં આવે છે તે ચિત્રોને દેવી દેવતાઓ વાંચી લે છે. પીઠોરા ચિત્ર એ કળા અને સંસ્કૃતીનું સમન્વય છે.
પીઠોરામાં કીડીથી લઈને હાથીના ચિત્રને પણ દર્શાવવામાં આવે છે. મહત્વની વાત એ છે કે પીઠોરા હજારો વર્ષ પહેલા લખાયેલી એક લીપી હોવાનું આદીવાસીઓ માને છે. જેમાં પશુ પંખીઓ સહીત સમગ્ર સૃષતીની સુખ સમૃદ્ધિ માટે પીઠોરા દેવને પ્રાર્થના કરવામાં આવે છે. આ પ્રાર્થના પીઠોરાદેવ વાંચીને પૂરી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે