BSF Recruitment 2023: 10 પાસને સેનામાં જોડાવાની મોટી તક, તગડો મળશે પગાર
BSF HC, Constable Recruitment 2023: BSF ભરતી 2023 નોટિફિકેશન મુજબ, ઓનલાઇન અરજી ગત 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. યોગ્ય ઉમેદવાર 6 માર્ચ 2023 સુધી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ જમા કરાવી શકે છે.
Trending Photos
BSF Recruitment 2023: બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે, BSF હેડ કોન્સ્ટેબલ (પશુ ચિકિત્સા) અને કોન્સ્ટેબલ (કેનેલમને) ભરતી 2023ની જાહેરાત કરવામાં આવી છે. 10મું – 12મું પાસ ઉમેદવારો માટે BSFમાં જોડાવવાની આ સોનેરી તક છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો BSFની ભરતીની ઓફિશિયલ વેબસાઇટ rectt.bsf.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. BSF ભરતી 2023 નોટિફિકેશન મુજબ, ઓનલાઇન અરજી ગત 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. યોગ્ય ઉમેદવાર 6 માર્ચ 2023 સુધી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ જમા કરાવી શકે છે.
ભરતીની વિગતોઃ
આ ભરતી દ્વારા અલગ-અલગ 26 પોસ્ટ પર ભરવામાં આવશે. જેમાં હેડ કોન્સ્ટેબલ (પશુ ચિકિત્સા)ની 18 પોસ્ટ અને કોન્સ્ટેબલ (કેનેલમેન)ની 8 પોસ્ટ સામેલ છે.
કોન્સ્ટેબલ (કેનેલમેન):
10મું પાસની સાથે સરકારી વેટરનરી હોસ્પિટલ અથવા ડિસ્પેન્સરી અથવા કોલેજમાં જાનવરોને સંભાળવાનો બે વર્ષનો અનુભવ જરૂરી છે.
વય મર્યાદા-
યોગ્ય ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. જોકે, આરક્ષણવાળા ઉમેદવારોને વયમાં છૂટ મળશે. શૈક્ષણિક યોગ્યતા અને વય મર્યાદાની માહિતી નોટિફિકેશનમાં આપી છે.
કેટલો મળશે પગાર?
હેડ કોન્સ્ટેબલ (પશુ ચિકિત્સા): લેવલ-4 અંતર્ગત 25,5000 રૂપિયાથી 81,100 રૂપિયા સુધી.
કોન્સ્ટેબલ (કેનેલમેન): લેવલ-3 અંતર્ગત 21,700 રૂપિયાથી 69,100 રૂપિયા સુધી.
કોણ કરી શકશે અરજી?
હેડ કોન્સ્ટેબલ (પશુ ચિકિત્સા): ઉમેદવાર માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 12મું પાસ હોવા જોઈએ. આ ઉપરાંત વેટરની સ્ટોક આસિસ્ટન્ટનો ઓછામાં ઓછું એક વર્ષનો કોર્સ કર્યો હોવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે