Skin Tanning: રસોડાની આ 5 વસ્તુઓ તુરંત દુર કરે છે સ્કિન ટેનિંગ, 15 મિનિટમાં જ ત્વચાની સુંદરતા વધી જશે

Home Remedies For Tanning:સ્કિન ટેનિંગની સમસ્યાને દૂર કરવી હોય તો તમે ઘરેલુ ઉપાયની મદદ લઈ શકો છો. આજે તમને ઘરના રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી સ્કિન ટેનિંગ સરળતાથી દૂર થઈ જાય છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી બેદાગ ત્વચા મળે છે.

Skin Tanning: રસોડાની આ 5 વસ્તુઓ તુરંત દુર કરે છે સ્કિન ટેનિંગ, 15 મિનિટમાં જ ત્વચાની સુંદરતા વધી જશે

Home Remedies For Tanning: તડકાના કારણે ત્વચા સંબંધિત અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. જેમાં સૌથી સામાન્ય છે સ્કિન ટેનિંગની સમસ્યા. સ્કિન ટેન થઈ જાય તો ત્વચાનો રંગ ડાર્ક દેખાવા લાગે છે અને ચહેરો બેજાન થઈ જાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે અને બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. જોકે આ વસ્તુઓ પર ખર્ચો વધારે થાય છે. કેટલાક લોકોને આવી વસ્તુઓની આડઅસર પણ થાય છે. 

સ્કિન ટેનિંગની સમસ્યાને દૂર કરવી હોય તો તમે ઘરેલુ ઉપાયની મદદ લઈ શકો છો. આજે તમને ઘરના રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી સ્કિન ટેનિંગ સરળતાથી દૂર થઈ જાય છે. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી બેદાગ ત્વચા મળે છે. 

ટમેટા 

ટેનિંગની સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો ટમાટરનો ઉપયોગ કરી શકાય છે. ટમેટામાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ડાઘને દૂર કરવાનું કામ કરે છે અને ત્વચાની રંગત સુધારવામાં મદદ કરે છે. તેના માટે ટામેટાનો રસ કાઢી ત્વચા પર અપ્લાય કરવાનું હોય છે. આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે. નિયમિત ટમેટાનો રસ લગાડવાથી ટેનિંગ સરળતાથી દૂર થઈ જાય છે. 

બટેટા 

ચહેરા પર ડાઘ પડી ગયા હોય તો બટેટાનો રસ પણ ઉપયોગી છે. બટેટામાં બ્લિચીંગ ગુણ હોય છે જે ત્વચાની રંગત સાફ કરવામાં મદદ કરે છે. ત્વચા પર થયેલી ટેનિંગની સમસ્યા દૂર કરવી હોય તો બટેટાનો રસ કાઢી રૂની મદદથી તેને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરી લો. 15 મિનિટમાં જ તમે જોશો કે તમારી સ્કીન સાફ અને ગ્લોઈંગ દેખાવા લાગી છે. 

હળદર 

હળદર પણ ટેનિંગની સમસ્યાને દૂર કરે છે. હળદરમાં એવા ગુણ હોય છે જે ત્વચાના ડાઘ ખીલ અને ટેનિંગ બધું જ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક ચપટી હળદરમાં 4 ચમચી દૂધ મિક્સ કરી ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરી લો. 

ચણાનો લોટ 

ત્વચાને બેદાગ બનાવવી હોય અને તે પણ કોઈ પણ પ્રકારના ખર્ચ વિના કે ટ્રીટમેન્ટ વિના તો ચણાનો લોટ સૌથી બેસ્ટ છે. ઘરના રસોડામાં રહેલો ચણાનો લોટ ડેડ સ્કિનને દૂર કરે છે અને ત્વચાને સાફ કરે છે. ચણાનો લોટ ત્વચાને ગ્લોઈંગ બનાવે છે. તેનો ઉપયોગ તમે ફેસપેક તરીકે કરી શકો છો. ચણાના લોટમાં દૂધ, દહીં કે ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news