Hair Comb Rules: ભીના વાળમાં કાંસકો ફેરવવો જોઈએ કે નહીં? જાણી લો એક્સપર્ટ્સનો મત, નહીં તો માથાના વાળ ખરી જશે

Hair Comb Rules: ખાનપાન અને લાઈફ સ્ટાઈલમાં ગરબડના કારણે લોકોને નાની ઉંમરમાં વાળ ખરવાની અને સફેદ થઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. હેર એક્સપર્ટ તેની પાછળ અનેક કારણ જણાવે છે. જેમાંથી એક કાંસકો ફેરવવાનું કારણ પણ છે. 
 

Hair Comb Rules: ભીના વાળમાં કાંસકો ફેરવવો જોઈએ કે નહીં? જાણી લો એક્સપર્ટ્સનો મત, નહીં તો માથાના વાળ ખરી જશે

Wet Hair Combing Loss: ખાનપાન અને લાઈફ સ્ટાઈલમાં ગરબડના કારણે લોકોને નાની ઉંમરમાં વાળ ખરવાની અને સફેદ થઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. હેર એક્સપર્ટ તેની પાછળ અનેક કારણ જણાવે છે. જેમાંથી એક કાંસકો ફેરવવાનું કારણ પણ છે. 

ભીના વાળમાં કાંસકો ફેરવવાથી નુકસાન:
હેર એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે વાળ ધોયા પછી થોડાક સમય માટે તેના મૂળ નબળા થઈ જાય છે. આથી આપણે તે સૂકાઈ જાય તેની રાહ જોવી જોઈએ અને તેના પછી જ કાંસકો ફેરવવા પર વિચાર કરવો જોઈએ. જો આપણે આવું ન કરીને ભીના વાળમાં કાંસકો ફેરવવાનું શરૂ કરી દઈએ છીએ. જેના કારણે વાળના જડમૂળ પર બિનજરૂરી ખેંચાણ આવે છે. જેનાથી તે નબળા થઈને ખરવા લાગે છે. આવું રોજ કરવાથી વાળ ઝડપથી ખરી જાય છે.

No description available.

જાણો કાંસકો ફેરવવાનો યોગ્ય સમય:
એક્સપર્ટ્સ જણાવે છેકે સ્નાન કર્યા પછી માથામાં પાણીની હાજરીના કારણે વાળ એકબીજા સાથે ચોંટેલા રહે છે. એવામાં જો તમે કાંસકો ફેરવો છો તો તેના દાંત મોટા હોવા જોઈએ. તમારા વાળની લંબાઈ ગમે તેટલી હોય પરંતુ કાંસકાને એકવારમાં નીચે લઈ જવાની જગ્યાએ નાના-નાના સ્ટેપમાં કાંસકો ફેરવવો જોઈએ. પ્રયાસ કરો કે વાળને પહેલાં બે ભાગમાં કરી લો. તેના પછી કાંસકો ફેરવવાનું શરૂ કરો. આવું કરવાળી વાળ જલદી તૂટતા નથી.

દિવસમાં કેટલી વાર  કાંસકો ફેરવવો જોઈએ:
વાળમાં કાંસકો ફેરવતાં પહેલાં તેને સંપૂર્ણ રીતે સૂકવી લો. અને પછી તેમાં તેલ લગાવો. આવું કરવાથી તે તેલ વાળના જડમૂળમાં પહોંચે છે. જેનાથી વાળને ભરપૂર પોષણ મળે છે અને તે ઝડપથી તૂટવાનું બંધ થાય છે. વાળને મજબૂત રાખવા માટે તમારે દિવસમાં 2-3 વખત કાંસકો ફેરવવો જોઈએ. આવું કરવાથી વાળ મજબૂત રહે છે. 

(Disclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં મેડિકલ સલાહ જરૂર લો. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news