ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન ? આજથી જ શરુ કરી લો આ 4 કામ, ખરતા વાળની ફરિયાદ થઈ જશે દુર

How To Stop Hair Fall: જો સમય રહેતા ખરતાં વાળની સમસ્યા પર ધ્યાન આપવામાં ન આવે તો વાળ ખરવાનું યથાવત રહે છે અને તેના કારણે માથામાં ટાલ પડવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે વાળ ખરવાની શરૂઆત થાય ત્યારે જ તેને રોકવા માટે પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ.

ખરતા વાળની સમસ્યાથી છો પરેશાન ? આજથી જ શરુ કરી લો આ 4 કામ, ખરતા વાળની ફરિયાદ થઈ જશે દુર

How To Stop Hair Fall: ઉનાળામાં પ્રદૂષણ, તડકા અને પરસેવાના કારણે વાળ ઉપર સૌથી ખરાબ અસર થાય છે. આ કારણે વાળના મૂળ નબળા પડી જાય છે અને વાળ ખરવા લાગે છે. જો સમય રહેતા આ સમસ્યા પર ધ્યાન આપવામાં ન આવે તો વાળ ખરવાનું યથાવત રહે છે અને તેના કારણે માથામાં ટાલ પડવા લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે વાળ ખરવાની શરૂઆત થાય ત્યારે જ તેને રોકવા માટે પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. આજે તમને ખરતા વાળને રોકવાના અસરકારક નુસખા વિશે જણાવીએ. આ ઉપાય કરવાથી વાળ સોફ્ટ થાય છે અને ખરતા અટકી જાય છે.

આ પણ વાંચો:

એલોવેરા અને દહીં

વાળને સોફ્ટ બનાવવા માટે અને ખરતા અટકાવવા માટે એલોવેરા સૌથી બેસ્ટ છે. તમે દહીંમાં એલોવેરા મિક્સ કરીને વાળમાં લગાડી શકો છો આમ કરવાથી વાળ મજબૂત થાય છે અને ખરતા અટકે છે.

તેલ માલિશ

ઉનાળામાં વાળને વધારે પોષણની જરૂર પડે છે તેથી ખરતા વાળની સમસ્યા દૂર કરવા માટે હુંફાળા તેલથી વાળના મૂળમાં મસાજ કરવી જોઈએ. વાળમાં લગાડવા માટે વિટામીન ઈ યુક્ત તેલનો ઉપયોગ કરવો તેનાથી વાળ સોફ્ટ થાય છે અને ખરતા અટકે છે.

વિનેગર કરશે મદદ

ખરતા વાળને અટકાવવા માટે અને વાળને મજબૂત બનાવવા માટે વિનેગર પણ ઉપયોગી છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ સારું એવું હોય છે જે વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. તેને લગાડવાથી એલર્જી અને ઇન્ફેક્શન પણ દૂર થાય છે અને વાળ શાઈની બને છે.

સમયાંતરે લો સ્ટીમ

ખરતા વાળ ની સમસ્યાને દૂર કરવા માટે અઠવાડિયામાં બે વખત સ્ટીમ લેવી જોઈએ. તેના માટે એક ટુવાલને ગરમ પાણીમાં પલાળી તેને માથામાં બાંધી રાખો. ત્યાર પછી વાળને સાદા પાણીથી સાફ કરી કોરા થવા દો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news