બાળકોની ઊંચાઈ તેમના માતા-પિતા કરતા કેમ વધારે હોય છે? જાણો આ છે ખાસ કારણ
Trending Photos
નવી દિલ્લીઃ બાળકોની ઊંચાઈ ઘણીવખત તેમના માતા-પિતા કરતા વધારે હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આવો તમને જણાવીએ તેનું વૈજ્ઞાનિક કારણ શું છે. સંશોધન મુજબ, આના માટે ઘણા કારણો છે જે નક્કી કરે છે કે બાળકની ઊંચાઈ માતા-પિતા (Parents) કરતા વધુ કેમ હોય છે. ચાલો અમે તમને આનું વૈજ્ઞાનિક કારણ જણાવીએ.
ઊંચાઈનો તફાવત ઘણા કારણોસર આવે છે-
માતા-પિતા અને બાળક વચ્ચે લંબાઈનું કનેક્શન તેમના Genes ના કારણે થાય છે પરંતુ આવા ઘણા પરિબળો પણ છે જે લંબાઈને અસર કરે છે. ઉદાહરણ તરીકે, માતા-પિતામાં પોષક તત્વોની હાજરી અથવા અભાવ અને રોગ એ બાળકની ઊંચાઈ પર 20% સુધી અસર કરે છે. માતા-પિતાના શરીરને લગતા પરિબળોની અસર બાળકો પર પડે છે.પરંતુ દેશ બદલાય છે ત્યારે તે પણ અમુક અંશે બદલાય છે.
આ દેશો આટલી વધુ રહે છે લંબાઈ-
સરળ શબ્દોમાં કહીએ તો ઓસ્ટ્રેલિયામાં થયેલા સંશોધનો કહે છે કે, અહીંના છોકરાઓ તેના પિતાની ઊંચાઈ કરતા 1% ઊંચા હોય છે. પુત્રીઓની ઊંચાઈ તેમની માતા કરતા 3% વધુ હોય છે. નેધરલેન્ડ્સમાં આ આંકડો બમણો છે. અહીં છોકરાઓની ઊંચાઈ તેમના પિતા કરતા લગભગ 2% વધુ છે અને પુત્રીઓની ઊંચાઈ તેમની માતા કરતા લગભગ 6% વધુ છે. જો કે બાળકોની ઊંચાઈ માતા-પિતાના સ્વાસ્થ્ય અને આહારના આધારે વધુ કે ઓછી હોઈ શકે છે.
છોકરીઓની ઊંચાઈ વધુ ઝડપથી વધે છે-
છોકરાઓ કરતાં છોકરીઓની ઊંચાઈ ઝડપથી વધે છે. આ અંગે હેલ્થલાઈન રિપોર્ટ કહે છે કે, તેનો સીધો સંબંધ તરુણાવસ્થા (Teenage) માં રિલિઝ થવાવાળા હોર્મોન્સ પર છે. છોકરીઓમાં થાઇરોઇડ, વૃદ્ધિ અને સેક્સ હોર્મોન્સ ભૂમિકા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે