Weight Loss Tips: ડાઇટિંગ અને એક્સરસાઇઝ છતાં નથી ઘટતું વજન? અપનાવો આ 15 ઉપાય

Weight Loss Habits: વર્તમાન સમયમાં ઘણા લોકો વજન વધવાથી પરેશાન છે છતાં અનેક પ્રયાસો કર્યાં બાદ ઈચ્છિત પરિણામ મળતું નથી. તેવામાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 

Weight Loss Tips: ડાઇટિંગ અને એક્સરસાઇઝ છતાં નથી ઘટતું વજન? અપનાવો આ 15 ઉપાય

નવી દિલ્હીઃ Habit To Maintain Weight Loss: વજન વધવુ કોઈ નવી સમસ્યા નથી, પરંતુ કોરોના વાયરસ મહામારી અને પછી વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે આ સમસ્યામાં ખુબ વધારો થયો છે. ખાસ કરીને નોકરી કરનાર યુવા વર્ગ મોટી સંખ્યામાં મોટાપાનો શિકાર થયો છે. વજન ઘટાડવું કોઈ સરળ કામ નથી અને તે માટે સ્ટ્રિક્ડ ડાઇટ અને હેવી વર્કઆઉટની જરૂર પડે છે, પરંતુ અનેક પ્રયાસો છતાં પેટની ચરબી ઘટતી નથી તો તમે કોઈ ભૂલ કરી રહ્યાં છે. આવો જાણીએ દરરોજ કઈ-કઈ આદતો છે, જેને ફોલો કરી તમારૂ પેટ અંદર થઈ જશે. 

વજન ઘટાડવાના 15 ઉપાય
1. વજન ઘટાડવા માટે માત્ર ડાઇટિંગ જ પૂરતુ નથી, તે માટે બેલેન્સ્ડ ડાઇટને ફોલો કરવું જરૂરી છે.
2. તમે તમારા ભોજનમાં તે વસ્તુને સામેલ કરો જેમાં પ્રોટીન ભરપૂર  માત્રામાં હોય.
3. આપણે ત્યાં ઓઇલી ફૂડ ખાવાનું ચલણ વધારે છે, એટલે આ આદત પર કંટ્રોલ કરવો જરૂરી છે. 
4. તમે તેલવાળા ભોજનની જગ્યાએ બાફેલું અને રોસ્ટેડ ભોજન કરો.
5. દારૂ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, એટલે તેનાથી દૂર રહેવું જોઈએ.
6. કોલ્ડ ડ્રિંક્સ અને આઈસક્રીમ ખાવાથી દૂર રહેવું જોઈએ.
7. મીઠી કે ખાંડવાળી વસ્તુ મોટાપો વધારે છે, એટલે તેને અવોઇડ કરવી જોઈએ.
8.ડેલી ડાઇટમાં ડ્રાઈફ્રૂટ્સને સામેલ કરો, તેનાથી લાંબો સમય ભૂખ લાગતી નથી.
9. લીલા શાકભાજી ખાવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે તેમાં ઓછી કેલેરી હોય છે.
10. દરરોજ ભોજનમાં ફળને સામેલ કરવા જરૂરી છે.
11. પાણી સતત પીતા રહેવું જોઈએ, તેનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે.
12. જો સારૂ પરિણામ જોઈએ તો હુંફાળુ પાણી પીવાનું રાખો.
13. ગ્રીન ટી કે હર્બલના સેવનની ટેવ પાડો.
14. ઓટ્સ અને ક્વિનાઓને નાસ્તામાં સામેલ કરો.
15. દરરોજ કસરત કરવાનું ચાલુ રાખો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news