Hair Care Tips : આ માસ્ક તમારા સફેદ વાળને કાળા બનાવશે, હેર કલરનો ખર્ચો પણ બચશે

Hair Mask For White Hair : નાની ઉંમરમાં વહેલા સફેદ થઈ જતા વાળની સમસ્યા માટે પણ સમાધાન છે, આ માસ્ક કરશે તમારા વાળને સફેદમાંથી કાળા

Hair Care Tips : આ માસ્ક તમારા સફેદ વાળને કાળા બનાવશે, હેર કલરનો ખર્ચો પણ બચશે

Hair Mask For White Hair : આજના સમયમાં ઓછી ઉંમરમાં જ યંગસ્ટર્સના વાળ સફેદ થવા લાગે છે. કિશોરાવસ્થામાં જ માથામાં સફેદ વાળ દેખાવા લાગે છે. ત્યારે તેની પાછળ અનેક કારણો છે. તણાવભર્યુ જીવન, પોષક તત્વોનો અભાવ, વાળના મૂળ સંબંધિત સમસ્યા વગેરે જવાબદાર હોય શકે છે. ત્યારે જણાવી દઈએ કે, સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે કોફી ખુબ જ કામમાં આવી શકે છે. કોફીનો ઉપયોગ વાળને કાળા કરવા માટે કરી શકાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કોફીની મદદથી કેવી રીતે કાળા વાળની સમસ્યામાંથી મુક્તિ મળી શકશે. 

જરૂરી સામગ્રીઃ
કોફી પાવડર- 3 મોટી ચમચી
ચા પત્તી- 1\4 ચમચી
બીટનો રસ, પેસ્ટ- 1 મોટી ચમચી
ગ્લાસ પાણી- 1 નાનો ગ્લાસ

hair_fall_zee.jpg

આવી રીતે બનાવો હેર માસ્કઃ
સૌથી પહેલાં તમે એક પેન લો અને તેમાં પાણીનો ગરમ કરો. તેમાં ચા પત્તી નાખો.
હવે 5 મિનિટ પછી આ મિશ્રણને ગેસ પરથી ઉતારી લો.
હવે પાણીને એક બાજુ કાઢીને ચા પત્તીને અલગ કરો.
હવે એક બાઉલ લો. તેમાં કોફી પાઉડર અને બીટનો રસ સારી રીતે મિક્સ કરો.
હવે સાઈડમાં કાઢેલા પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવો.
હવે 10 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને કોફીથી બનેલા હેર માસ્કને ઠંડુ થવા માટે રાખી લો. 

ઉપર બતાવેલું હેર માસ્ક વાળને કાળા બનાવવામાં મદદ કરે છે. તમે આ માસ્કનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો તમે વાળ સંબંધિત કોઈ સમસ્યા છે તો આ પેસ્ટનો ઉપયોગ કરતાં પહેલાં એકવાર એક્સપર્ટની સલાહ જરૂર લો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news