શાકાહારીઓની સેક્સ લાઇફ હોય છે વધુ સારી, નવા સ્ટડીમાં થયો ખુલાસો

લીલી શાકભાજીઓ ઉપરાંત, મૂળીયાવાળી શાકભાજીઓ જેવી કે શક્કરિયા, ગાજર અને એવોકાડો પણ વિટામીન A થી ભરપૂર હોય છે. વિટામીન A સેક્સ હાર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારવા સાથે સેક્સ ડ્રાઇવને પણ સારી બનાવે છે. 

શાકાહારીઓની સેક્સ લાઇફ હોય છે વધુ સારી, નવા સ્ટડીમાં થયો ખુલાસો

નવી દિલ્હી: સેક્સ લાઇફને સારી બનાવવા માટે મોટાભાગના લોકો પોતાના ડાયટમાં ઘણા પ્રકારના ફેરફાર કરે છે. કેટલાક તેના માટે ડોક્ટરોના પણ ચક્કર લગાવે છે. પરંતુ એક નવા સર્વેમાં આ વાત સામે આવી છે કે નોનવેજ ખાનારાઓની તુલના શાકાહારી લોકોની સેક્સ લાઇફ વધુ સારી હોય છે. આ સર્વે  UK એક એક એક્સ્ટ્રામેરિટલ વેબસાઇટે કર્યો છે. 

આ ખાસ સર્વે 500 શાકાહારી અને 500 માંસાહારી લોકો પર કરવામાં આવ્યોહતો. સર્વેથી જાણવા મળ્યું હતું કે 57 ટકા શાકાહારી લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા 3-4 વખત સેક્સનો આનંદ માણે છે જ્યારે 49 ટકા માંસાહારી લોકો અઠવાડિયા એક અથવા બે વખત સેક્સ માણે છે. એટલું જ નહી, સર્વેનું માનીએ તો માંસાહરીઓની તુલનામાં શાકાહારી લોકો વધુ ડર્ટી ટોક એન્જોય કરે છે. 

સર્વેમાં 84 ટકા શાકાહારી લોકો પોતાની સેક્સ લાઇફથી સંતુષ્ટ જોવા મળ્યા જ્યારે ફક્ત 59 લોકો માંસાહારી પોતાના પાર્ટનરથી ખુશ જોવા મળ્યા. સર્વેના પરિણામથી ખબર પડે છે કે શાકાહારી લોકો યૌન ઇચ્છાને વધારનાર વસ્તુઓ જેમ કે મેથીના પત્તા, વરિયાળી અને જિનસેંગ વધુ ખાય છે. એટલા માટે તેમનામાં યૌન ઉત્તેજના વધુ હોય છે. 

આ ઉપરાંત ઘણી બધી શાકભાજીઓ એવી છે જે પ્રાકૃતિક રીતે યૌન ઇચ્છાને વધારવાનું કામ કરે છે. લીલી અને પાદડાવાળી શાકભાજીઓમાં ઘણા વિટામીન C, પોલીફેનોલ અને બીટા કૈરોટીન મળી આવે છે. આ તમામ વસ્તુઓ સેક્સ ડ્રાઇવને વધારે છે.  

લીલી શાકભાજીઓ ઉપરાંત, મૂળીયાવાળી શાકભાજીઓ જેવી કે શક્કરિયા, ગાજર અને એવોકાડો પણ વિટામીન A થી ભરપૂર હોય છે. વિટામીન A સેક્સ હાર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારવા સાથે સેક્સ ડ્રાઇવને પણ સારી બનાવે છે. 

જોકે તે પહેલાં થયેલા કેટલાક રિસર્ચ અનુસાર, શાકાહારી લોકોને સેક્સ લાઇફમાં કેટલીક સમસ્યાઓ સામનો કરવો પડે છે. જેમ કે શાકાહારી ભોજનમાં જિંક મળતું નથી. તેનાથી પણ સેક્સ ડ્રાઇવ ઓછી થાય છે. 

તો બીજી તરફ વેબસાઇટના આ સર્વેના પરીણામથી એક વાત સામે આવી છે કે જો તમે માંસાહારી છો તો સેક્સ ડ્રાઇવ વધારવા માટે તમારે તમારી ડાયટ અથવા લાઇફસ્ટાઇલમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી. પરંતુ તમારે ડાયટમાં અને પ્લાન્ટ બેસ્ડ ફૂડ પણ સામેલ કરવા જોઇએ. 

આ ઉપરાંત તમે અઠવાડિયામાં એક દિવસ નોનવેજ ખાશો નહી. તેનાથી તમારું સ્વાસ્થ્ય સંતુલિત રહેશે અને ધીમે-ધીમે સેક્સ ડ્રાઇવ પણ સારી રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news