શાકભાજી

શાકભાજી બાદ ફુલોની ખેતી કરનારા ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

પ્રાંતિજમાં ફલાવર પકવતા ખેડુતોને ફલાવરનુ બિયારણ ખરાબ નિકળતા હાલતો ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ત્યારે પાકેલું ફુલાવર રૂ ૧૦ માં લેવા પણ કોઈ તૈયાર નથી જેને લઈને કરોડોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જીલ્લાનું પ્રાંતિજએ ફુલાવરનું હબ છે જ્યાં તમામ ખેડૂતો ફુલાવરનું વાવેતર કરે છે અને જે ફુલાવર રાજ્યભરમાં અને દેશભરમાં અહીંથી જાય છે.ત્યારે હાલના ફુલાવરના ભાવ ૮૦૦ થી ૧૦૦૦ રૂ પ્રતિ મણ છે ત્યારે પ્રાંતિજમાં ફુલવાર પકવતા ખેડુતોએ  સીઝન્ટા કંપનીનુ ૧૫૨૨ નું મોઘું દાટ ફલાવરનુ બિયારણનું ધરું કર્યું હતું, ત્યાર બાદ તેનું વાવેતર કર્યું હતું. 

Sep 24, 2021, 09:08 PM IST

રાજકોટમાં સારી આવકની આશારે શાકભાજી ઉગાડનારા ખેડૂતો રાતે પાણીએ રોઇ રહ્યા છે, મફતમાં પણ નથી લેવા કોઇ તૈયાર

જિલ્લામાં શાકભાજીના અઢળક ઉત્પાદન વચ્ચે ખેડૂતોને ઉત્પાદન સમયે શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જેતપુર, જામકંડોરણા, વીરપુર સહિતના પંથકમાં ખેડૂતો દ્વારા કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. જો કે કહેવાય છે કે, ખેડૂતોના ઘરમાં ઉત્પાદન આવે તે સમયે જ ખેડૂતોને શાકભાજી હોય કે અન્ય જણસી હોય તેમના પોષણક્ષમ ભાવો મળતા નથી. આવું કાઈક બન્યું છે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં વાવેતર કરેલ શાકભાજીના વાવેતરમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના તાલુકામાં ખેડૂતોએ રવી પાકના વાવેતરમાં ખેડૂત કરેલ કોબીજ, ફુલાવર, ઘીસોડા, દૂધી, ગુવાર, ટમેટા, કાકડી સહિતના શાકભાજીના પાકમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોની હાલત કફોડી થવાની સાથે સોના કરતાં ઘડામણ મોંઘું થવા જેવી થવા પામી છે. 

Dec 27, 2020, 11:36 PM IST

આને કહેવાય વાણિયા બુદ્ધિ: વાર્ષિક ૪ લાખના ભાડા પટેૃ જમીન લઇને કરી ખેતી, વળતર લાખોમાં મેળવશે

જૂનાગઢ નજીક ખડીયા ગામે એક શિક્ષિત પરીવારે ૩૦ વીઘામાં ૩૨ પાક લઇ સંપૂર્ણ ગાય આધારીત ખેતી કરી નવો રાહ ચીંધ્યો છે. વળી આ જમીન પણ તેમણે વાર્ષિક ૪ લાખના ભાડા પટેૃ લીધી છે. આ શિક્ષિત પરીવાર પરંપરાગત ખેડુત નથી વણીક છે.

Nov 7, 2020, 01:49 PM IST

મંદીના સમયમાં વધુ એક માર, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ ગરીબોને ખાવી મોંઘી પડી રહી છે. 

Oct 21, 2020, 05:36 PM IST

ધાણા 200 અને ગુવાર 120 રૂપિયે કિલો.... આવા ભાવમાં ઘર ચલાવવું ગૃહિણીઓને મુશ્કેલ બન્યું

  • બટાકા, ટામેટા, ડુંગળીની સાથે સાથે લીલા શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે.
  • તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેને કારણે ગ્રાહકો પરેશાન થઈ ગયા

Oct 1, 2020, 09:02 AM IST

એક એવું ગામ કે જ્યાં શાકભાજી અને કરિયાણાની દુકાનો સહિત સંપુર્ણ લોકડાઉન લાગુ

વધતા જતા કોરોનાં સંક્રમણને લઈને વિવિધ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે,ત્યારે આણંદનાં મોગરી ગ્રામ પંચાયત દ્વારા આજથી 10 દિવસ માટે ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવતા બપોરે બાર વાગ્યા બાદ ગામ સંપૂર્ણ બંધ થઈ જતા આજે પ્રથમ દિવસે લોકડાઉન સફળ રહ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વધતા જતા કોરોનાં સંક્રમણને નિંયત્રણમાં લાવવ માટે ગ્રામજનોની મીટીંગ બોલાવ્યા બાદ ગામમાં લોકડાઉન કરવાનો સામુહિક નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ ગામનાં જાહેર નોટીસ બોર્ડ પર લોકડાઉન અંગેની જાહેરાત કરી દેવામાં આવી હતી. જે અંતર્ગત આજે પ્રથમ દિવસે બપોરે 12 વાગતાજ તમામ વેપારીઓ દુકાનદારોએ પોતાનાં વેપાર ધંધા બંધ કરી દઈ લોકડાઉનનું પાલન કર્યું હતું.

Sep 20, 2020, 05:48 PM IST

શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો, જાણો કેટલા થયા ભાવ

છેલ્લા ચાર-પાંચ મહિનાથી કોરોનાનો માર સહન કરી રહેલા લોકોનું જીનવ ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યું છે. તો હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યાં છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારે હોવાથી લોકોને ટ્રાન્સપોટેશન મોંઘુ પડી રહ્યું છે. એવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે.

Aug 26, 2020, 01:09 PM IST

વર્લ્ડ ચેમ્પિયન બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમનો સભ્ય શાકભાજી વેચવા બન્યો મજબૂર

બ્લાઇન્ડ ખેલાડીઓ માટે રમતા વર્લ્ડ કપના સભ્યએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. વર્ષ 2018ની વિજેતા બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય નરેશ તુમડા મદદ માંગવા મજબૂર બન્યો છે. દેશ માટે ગૌરવ મેળવનાર, દેશને ગૌરવ અપાવનાર નરેશ તુમડા આર્થિક રીતે પરેશાન રહેતા સરકારથી મદદ માંગી છે.

Aug 21, 2020, 04:26 PM IST

શાકાહારીઓની સેક્સ લાઇફ હોય છે વધુ સારી, નવા સ્ટડીમાં થયો ખુલાસો

લીલી શાકભાજીઓ ઉપરાંત, મૂળીયાવાળી શાકભાજીઓ જેવી કે શક્કરિયા, ગાજર અને એવોકાડો પણ વિટામીન A થી ભરપૂર હોય છે. વિટામીન A સેક્સ હાર્મોન ટેસ્ટોસ્ટેરોન વધારવા સાથે સેક્સ ડ્રાઇવને પણ સારી બનાવે છે. 

Aug 19, 2020, 11:05 PM IST

મોંઘવારીનો ડબલ માર, પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો

કોરોના વાયરસ મહામારીની અસર બાદ મોંઘવારી વધતા સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દેશમાં છેલ્લા 21 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, તો હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. 

Jun 27, 2020, 09:12 AM IST

આજથી અમદાવાદમાં શાકભાજી અને કરિયાણા દુકાનો શરૂ, માધુપુરા માર્કેટમાં કિડાયારું ઉભરાયું

ગુજરાત રાજ્યના રજીસ્ટ્રાર ઓફ કો-ઓપ. સોસાયટી કર્યા બાદ અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ ત્રણ જગ્યાએ શાકભાજીનું હોલસેલ બજાર શરૂ કરવામાં આવ્યું છે. સવારના 3 કલાકથી 7 કલાક સુધી ખેડુતો શાકભાજી અને ફળફળાદિ નક્કી કરેલા હોલસેલ માર્કેટના સ્થળે વેચાણ શરૂ કર્યું છે. 

May 15, 2020, 08:55 AM IST

અમદાવાદીઓ બાદ હવે સુરતીઓએ શાકભાજી માટે લગાવી લાઇનો, APMC માર્કેટ 7 દિવસ રહેશે બંધ

ગુજરાતમાં કોરોના કહેર દિવસે ને દિવસે વધુ રહ્યો છે. ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આ શહેરોમાં સંક્રમણ વધે નહી તે માટે તંત્ર અને સરકાર દ્વારા તમામ જરૂરી પ્રયત્નો કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

May 7, 2020, 04:08 PM IST

અમદાવાદના 21થી વધુ શાકભાજીવાળાઓને કોરોના, બધા એક જ વિસ્તારના...

અમદાવાદમાં કોરોનાના સંક્રમિત વિસ્તારોનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. વધુને વધુ વિસ્તારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. શાકભાજી વેચનારા ફેરિયાઓ કોરોનાના મોટા વાહક બન્યા છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવાર ફેરિયાઓ ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરાના હરિપુરા વોર્ડમા એક સાથે 21થી વધારે શાકભાજીવાળા ફેરિયાઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ આવતકા જ તંત્ર હરકતમાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે હરિપુરા આવીને તેઓને ક્વોરેન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. 

May 5, 2020, 03:02 PM IST

શાકભાજી ખરીદવા જતા હો તો ખાસ વાંચો Corona પોઝિટિવનો આ કિસ્સો

ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ કોરોના સંકટમાં ઘેરાયું છે. અમદાવાદમાં આજે નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો 1434 પર પહોંચી ગયો છે. 

Apr 22, 2020, 05:38 PM IST

બેકાર રીક્ષાચાલકોના ભોગે શાક માર્કેટ બંધ થવાનો તોળાઇ રહ્યો છે ડર

છેલ્લા કેટલાક ગણતરીના દિવસોથી જમાલપુરની શાકમાર્કેટ ફેરવીને જેતલપુર કરવામાં આવી છે. આ નિર્ણય જમાલપુર શાકમાર્કેટમાં ભેગી થઈ જતી ભીડને કાબૂમાં રાખવા માટે કરવામાં આવ્યો હતો.

Apr 13, 2020, 03:43 PM IST

સુરતમાં રસ્તા પર ફેંકી દેવા પડશે શાકભાજી?

સુરત એપીએમસી બંધ થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે.  હાલમાં પ્રતિદિવસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પાંચ કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

Apr 6, 2020, 04:00 PM IST

ફેરિયાઓ-છૂટક વેપારી-કર્મીઓને ૧ લાખ પ૯ હજાર પાસ થયા ઇસ્યુ, ૧ લાખ ૮ હજાર ફૂડ પેકેટનું કરાયુંં વિતરણ 

સમગ્ર રાજ્યમાં આવા લોકોને ફૂડપેકેટસ-ભોજન વિતરણની વ્યવસ્થા અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૯પ હજાર ફૂડપેકેટસનું વિતરણ થયું છે. સોમવારના એક જ દિવસમાં ર.૭૦ લાખ આવા ફૂડ પેકેટસ જરૂરતમંદ વ્યકિત-પરિવારોને અપાયા છે.

Mar 30, 2020, 09:40 PM IST

વડોદરામાં શાકભાજીની તમામ માર્કેટ બંધ, ઘરની નજીક જ શાક મળે એવું જડબેસલાક પ્લાનિંગ

વડોદરા પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રએ સંયુકત રીતે વડોદરા APMC સાથે સંકલન કરી શહેરના દરેક 12 વોર્ડમાં 24 ટ્રેકટર અને 1500 લારીઓ મારફતે શાકભાજી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. 

Mar 28, 2020, 03:32 PM IST