Queen of Fruits: ફળનો રાજા કેરી, તો રાણી કોણ? જાણો આ સીઝનલ ફળ વિશે
ફળનો રાજા કેરી હોય છે તે તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો ફળોની રાણી કોણ છે?
Trending Photos
નવી દિલ્હીઃ ફળોના રાજા કેરીની સીઝન હવે સમાપ્ત થવાની છે. લોકોએ ઉનાળાની ગરમીમાં કેરીની ખુબ મજા માણી છે. તે વાત બધા જાણે છે કે કેરીને ફળનો રાજા કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફળોના રાજાની સાથે સાથે ફળોની રાણી પણ છે. શું તમને ફળોની રાણી વિશે ખ્યાલ છે. જો તેના વિશે નથી જાણતા તો આજે અમે તમને તેના વિશે જાણકારી આપીશું.
ફળોની રાણી લીચી
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે તો લીચી ફળોની રાણી છે. કેરી જ્યાં ભારતીય મૂળનું ફળ છે તો લીચી ચીનથી ભારત આવી છે. લીલીના ઝાડ ઈસા પૂર્વ 2000 વર્ષ પહેલા પણ ચીન અને વિયતનામમાં હોવાના પ્રમાણ મળ્યા છે. લીલી પહેલા ચીનથી મ્યાનમાર થતાં 200 વર્ષ પહેલા બંગાળ આવી અને પછી બિહારના મુઝફ્ફરપુર થતાં ભારતમાં ફેલાઈ ગઈ.
ઘણા દેશ-પ્રદેશોમાં થાય છે લીચીની ખેતી
ચીન અને ભારત સિવાય લીચી આજે ઓસ્ટ્રેલિયા, થાયલેન્ડ, જાપાન, હવાઈ દ્વીપ, અમેરિકા, બ્રાઝીલ, વેસ્ટ ઈન્ડિઝ વગેરે દેશોમાં ઉત્પન્ન થાય છે. દુનિયામાં ચીનની લીચી પોતાની અદ્ભુત મીઠાસ માટે લોકપ્રિય છે. બિહારમાં મુઝફ્ફરપુરની લીચી મીઠાસમાં સારી માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં સહારનપુર અને ગોરખપુરમાં પણ લીચીની ખેતી થાય છે. ગોંડા અને બસ્તીમાં લીચીના છોડ ઉગાડવામાં આવે છે. આ સિવાય અન્ય રાજ્યોમાં પણ લીચીની ખેતી થાય છે.
લીચીની હોય છે ઘણી જાત
લીચીના સદાબહાર વૃક્ષ 10થી 15 મીટર ઊંચા હોઈ શકે છે. માર્ચની ગરમીમાં લીચીના ઝાડમાં ફૂલોના ગુચ્છા લાગે છે. લીચીના ફળ પહેલા લીલા હોય છે, જે પાકી લાલ કે ગુલાબી થઈ જાય છે. ફળની ઉપર કાંટેદાર રેશા હોય છે. એક ગુચ્છામાં 10થી 15 લીચીના ફળ હોઈ શકે છે. લીચીના ફળ મેથી લઈને જુલાઈ સુધી ભારતમાં છવાયેલા હોય છે. આમ તો લીચીની ઘણી જાત જોવા મળે છે. ભારતમાં 20 જાતની લીચી મુખ્ય રૂપથી જોવા મળે છે. જેમાં બેદાના લીચી, દેશી લીચી, કલકતિયા લીચી, ચાઇના લીચી મુખ્ય છે.
ભરપૂર મીઠું-રસદાર ફળ
લાલ, ગુલાબી, લીલી દાણેદાર ગોળ-ગોળ છાલ હટાવ્યા બાદ લીચીના ફળમાં સફેદ રસગુલ્લા જેવું ફળ નિકળે છે. આ ફળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. સફેદ રસગુલ્લા જેવા ફળની અંદર, કાળા, ભૂરા કલરનું એક બીજ હોય છે. પોતાના સ્વાદને કારણે લીચી દરેક લોકોને પસંદ હોય છે. લોકો તેનું જ્યુસ પણ બનાવીને પીતા હોય છે.
લીચીમાં હોય છે વિટામિન-એ અને બી
લીચીમાં કેલ્શિયમ, વસા, પ્રોટીન તત્વ પણ હોય છે. વિટામિન એ અને બી પણ હોય છે. લીચીનું ફળ કેરીના ફળની જેમ ટકાઉ હોતું નથી. કોલ્ડ સ્ટોરેજમાં લીચી 3 કે 4 સપ્તાહ સુધી રહી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે