અંબાલાલ પટેલે ઓગસ્ટ પહેલા જ મોટો ધડાકો કર્યો, વરસાદનો સૌથી મોટો રાઉન્ડ તો હવે આવશે

Ambalal Patel Prediction : ચોમાસા માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની કાગડોળ રાહ જોવાય છે. ત્યારે ઓગસ્ટ પહેલા જ અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે નક્ષત્રો મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ક્યારે અને કયા સમયે આવશે તેની ભવિષ્યવાણી કરી છે. સાથે જ તેમણે ઓગસ્ટમાં ગુજરાતની નદીઓમાં પૂર આવશે તેવી પણ જણાવ્યું છે. 

આ નક્ષત્રથી ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ

1/4
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી ૨ ઓગસ્ટ થી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવશે. આશ્લેષા નક્ષત્રમાં વરસાદ આવે તો વરસાદ યથાવત રહેશે. ગુજરાતમાં ૩ ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે. તો 6 અને 7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં વરસાદ આવી શકે છે. ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વિય ભાગોમાં જશે. જેથી ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ બિહાર આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. ( Image : IMD, India Meteorological Department)

ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા

2/4
image

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે છે. ૩-૪ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. આ દિવસોમાં ભારે વરસાદથી તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. સાથે જ ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા રહી શકે છે. બુધ શુક્રના યોગના કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. મધ્ય પ્રદેશ સાથે જોડાયેલા ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. ( Image : IMD, India Meteorological Department)

ઓગસ્ટમાં વરસાદ જ વરસાદ છે

3/4
image

આગળ અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૧-૧૨ ઓગસ્ટ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે. ૧૩ થી ૧૫ ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં ગુજરાતમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં આ દિવસોમાં વરસાદ આવી શકે છે. તો ૨૩ ઓગસ્ટથી વરસાદી ઝાપટા રાજ્યમાં પડશે. ૨૬ થી ૩૦ ઓગસ્ટમાં વરસાદી ઝાપટા આવશે. ( Image : IMD, India Meteorological Department)

આજે હવામાન વિભાગની આગાહી 

4/4
image

આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, દીવ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના તમામ જિલ્લાઓ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. શીયર ઝોન અને ઓફ શૉર ટ્રફના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. ( Image : IMD, India Meteorological Department)