બાપ રે! અંબાલાલ પટેલે છેક 2027 સુધીની આગાહી કરી દીધી, દાયકો ખરાબ જશે તેવું કહી દીધું

Ambalal Patel Prediction : આજે પણ અમદાવાદ-ગાંધીનગરના વાતાવરણમાં આવી શકે પલટો... આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે આગાહી... મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની આગાહી... ગઈકાલની જેમ આજે વરસાદી ઝાપટાની શક્યતા

આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી

1/4
image

હાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે. અમેરિકાથી લઈને અમદાવાદ સુધી વાતાવરણમાં એવા પલટા આવી રહ્યાં છે કે, ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ એવું અનુભવાય છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ભયંકર છે. તેમણે છેક 2027 સુધીની આગાહી કરીને કહ્યું કે,આગામી દસકો વધુ ખરાબ હશે.

બંગાળના ઉપસગારમાં ચક્રવાત આવશે

2/4
image

અંબાલાલ પટેલે કહ્યું કે, આજે અમદાવાદ ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આજે મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. 22-23-24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. આ વિસ્તારોમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસગારમાં ચક્રવાત આવવાની શક્યતા છે. 

દિવાળી બગાડશે વરસાદ

3/4
image

હવામાન નિષ્ણાતે આગાહી કરી કે, 30 મી ઓક્ટોબરથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. દિવાળી બાદ રાજ્યમાં વહેલી સવારથી ઠંડીનો અનુભવ થશે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 7-14 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 7 થી 13 નવેમ્બરમાં બાંગાળાની ઉપસગારમાં ફરી ચક્રવાત આવશે. 17 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 

ઠંડી ક્યારથી આવશે

4/4
image

તેમણે ઠંડી વિશે આગાહી કરતા કહ્યું કે, 29  નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠા આવતા રહેશે. આ વર્ષે શિયાળામાં પણ અષાઢી માહોલ રહેશે. છેક 2027 થી આવતો દસકો હવામાનમાં વધુ ફેરફાર લઈને આવશે.