'મારી પત્નીના બધા શોખ પુરા કરતો અગ્નિકાંડવાળો સાગઠિયા! ફ્લાઈટમાં ફેરતો અને લાખોની ગીફ્ટ આપતો

ઝી બ્યૂરો, અમદાવાદઃ 'મારી પત્ની પાછળ પાગલ થયેલો સાગઠિયા 5-5 લાખની ગીફ્ટો આપતો, મારી પાસે 50 રૂપિયા પણ નથી' આ નિવેદન છે રાજકોટના એક રહીશનું. રાજકોટના ગેમિંગ ઝોનના અગ્નિકાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો, અગ્નિકાંડના મુખ્ય આરોપી સામે રાજકોટના રહીશે કર્યા ગંભીર આક્ષેપો. રાજકોટના રહિશે કર્યો અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠિયા એક નંબરનો ઐય્યાશ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

1/9
image

રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના એક અને અપ્રમાણસર મિલકતના બીજા ગુનામાં પકડાયેલ મનપાના પૂર્વ TPO એમ ડી સાગઠિયા કટકીખોર સાથે રંગીન મિજાજી હોવાનો રાજકોટના એક રહીશે આક્ષેપ કર્યો છે. રાજકોટના રહિશે જણાવ્યુંરે, ગેમિંગઝોનમાં થયેલાં અગ્નિકાંડનો આરોપી એમ.ડી. સાગઠીયા લેડિઝનો શોખિન છે. તે મારી પત્ની પાછળ લાખો રૂપિયા ઉડાવતો હતો. પોતાની પત્નીના સાગઠિયા સાથેના સંબંધ અંગે તેણે જણાવ્યું હતું કે સાગઠિયા હંમેશા મારી પત્નીને મોંઘીદાટ ગીફ્ટ આપતો હતો. 

 

2/9
image

રાજકોટના રહિશે ઘટસ્ફોટ કરતા વધુમાં આક્ષેપ કરતા જણાવ્યુંકે, મારી પાસે તો 50 રૂપિયા પણ નથી હોતા, પણ સાગઠિયા મારી પત્નીને 5-5 લાખ રૂપિયાની ગીફ્ટો આપતો હતો. સાગઠિયા મારી પત્ની માટે દોઢ-દોઢ લાખના આઈફોન ગીફ્ટમાં લઈ આવતો હતો. એટલું જ નહીં સાગઠિયાએ મારી પત્નીને એક્ટીવા, મોંઘુ લેપટોપ, નેકલેસ, પેટીપેક આઈ-20 કાર જેવી અનેક ગીફ્ટ આપી હતી. મકાન લઈ આપવાની પણ વાતો કરતો હતો. સાગઠિયા મારી પત્નીને ખુશ કરવા અવાર નવાર મોંઘી મોંઘી ગીફ્ટો આપતો રહેતો હતો. 

3/9
image

સાગઠિયા મારી પત્નીને હરવા ફરવા અને મોજ મસ્તી કરવા બાય પ્લેન લઈ જતો. તે ઘણીવાર મારી પત્નીને મોજ કરવા માટે કુલુ મનાલી લઈ ગયેલો છે. સાગઠિયા હંમેશા મારી પત્નીને ખુશ કરવા મોંઘી મોંઘી ગીફ્ટો આપતો.ગીફ્ટ બધી નંબર વન આવતી એક લાખ, દોઢ લાખની કિંમતની ગીફ્ટ આવતી હતી. મારી પત્ની 5-5 હજારના ચશ્માં પહેરતી. 10-10 હજારના સેન્ટલ પહેરતી, 25-25 હજારનો ડ્રેસ પહેરતી, આ બધુ જ સાગઠિયા લઈને આપતો હતો. કારણકે, મારી પાસે તો 50 રૂપિયા પણ નથી, પણ મારા ઘરે 5-5 લાખની ગીફ્ટો આવતી હતી. ત્યારે મને એવું લાગ્યું કે કદાચ સાગઠિયા સાહેબ એવું નામ આવતું ત્યારે કે કદાચ આ કનેક્શન તેની સાથે જોડાયેલું તો નહી હોય ને કદાચ બની શકે એમ મેં મારો વસાવેલો સામાન લઈને જતી રહી છે એટલે એને ખબર હતી કે મારી સામે કેસ કરશે તો મારૂ તો ક્યાય ચાલે એમ નથી એટલે મેં જતું કર્યું.

4/9
image

સાગઠિયાએ IIT કાનપુરથી શિક્ષણ મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગોંડલના કરમાળ કોટડાના સામાન્ય પરિવારના ખેડૂતપુત્ર તરીકે એમ.ડી. સાગઠિયા ઊછર્યા હતા અને સ્વબળે આઈઆઈટી કાનપુરમાંથી શિક્ષણ મેળવ્યું હતું. જોકે શ્રમિકના પુત્રથી વૈભવી ફાર્મહાઉસ અને પેટ્રોલપંપના માલિક સુધીની તેમની સફર ખૂબ જ ઝડપી રહી છે. ત્યારે હાલ એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે જેટલા ઝડપથી તેઓ આગળ વધ્યા હતા એવી જ રીતે હવે નીચે પણ પટકાયા છે.

5/9
image

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આલીશાન બંગલાનું બે માળ સુધી ચણતર કામ પૂર્ણ.

6/9
image

રાજકોટ-જેતપુર હાઈવે ટચ ફાર્મહાઉસ આવેલું છે. સાગઠિયાએ આ ફાર્મ હાઉસ પોતાની મોજ મસ્તી માટે બનાવ્યુ હતું. એવું પણ કહેવાય છેકે, અહીં સાગઠિયા અવારનવાર શરાબ અને શબાબની પાર્ટીઓ એન્જોય કરતો હતો.

7/9
image

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠિયાનું રોજ ટચ ફાર્મ હાઉસ છે. આલિશાન ફાર્મ હાઉસનો ગેટ જોઈને પણ તમે ચોંકી જશો. તેનો ઠાઠ કોઈ રાજા-મહારાજાથી કમ નહોંતો.

8/9
image

રાજકોટ અગ્નિકાંડમાં ગેમિંગ ઝોન બનાવવા ખોટો પ્લાન તૈયાર કરનાર મુખ્ય આરોપી સાગઠિયાએ કૌભાંડ કરીને 13થી વધુ વીઘા જમીનમાં લક્ઝુરિયસ ફાર્મહાઉસ બનાવ્યું છે.

9/9
image

રાજકોટ અંગ્નિકાંડના મુખ્ય આરોપી પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયા પાસે છે અધધ સંપત્તિ. રાજકોટ-જેતપુર હાઈવે ટચ પેટ્રોલ પંપમાં સાગઠિયા ભાગીદાર. ફોરલેન હાઇવે ટચ પેટ્રોલપંપ ધરાવે છે સોગઠિયા. કરોડો રૂપિયા સરકારી કામોમાં કટકી મારીને કમાયા હોવાના થઈ રહ્યાં છે આક્ષેપો.