ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે રહેશે! કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયા

Gujarat Weather Forecast : રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. 

ક્યાં કેટલી ઠંડી

1/3
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગત 24 કલાકમાં 7.2 ડિગ્રી તાપમાન સાથે નર્મદા, તો 7,6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. દાહોદ અને ડાંગમાં પણ લોકો કડકડતી ઠંડીમાં ઠર્યા છે. કચ્છના નર્મદામાં ઠંડીનો પારો 7.2 ડિગ્રીએ પહોંચ્યો છે. ડીસામાં 10.6 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, રાજકોટમાં 11.8 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ઠંડીને કારણે રાજ્યમાં તાપણું કરતા નજરે પડ્યા. તો ગાર્ડનમાં વહેલી સવારે લોકો કસરત કરતા જોવા મળ્યા. 

વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે 

2/3
image

ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ. જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડી ઘટવાની છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. 

બંગાળની ખાડીમાં વાવાઝોડું પેદા થઈ રહ્યું છે 

3/3
image

હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે. જેની સંયુક્ત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળ વાયુ આવે અને ક્યાંક છાંટા પણ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. એટલે કે 16 થી 22 ડિસેમ્બર સુધીના એક સપ્તાહ દરમિયાન વાદળ વાયુ આવતા મહત્તમ તાપમાન વધવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેમાં સુરત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઉચકાઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષોપ બાદ 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ કડકડતી ઠંડીને અહેસાસ થશે.