Silver Gold Price: ચાંદીએ ફરી લગાવી લાંબી છલાંગ, 3,100 રૂપિયા વધીને ₹96,000 નજીક પહોંચ્યો ભાવ
Silver Gold Price Update: સોના-ચાંદીમાં ભાવમાં રિકવરી પરત ફરતી જોવા મળી રહી છે. નબળા ડોલર વચ્ચે બજારમાં આજે સામાન્ય ઉંચાઇ પર કરતા જોવા મળ્યા. હા ચાંદીએ ફરી લાંબી છલાંગ લગાવી છે.
Silver Gold Price 29th May: સોના-ચાંદીમાં ભાવમાં રિકવરી પરત ફરતી જોવા મળી રહી છે. નબળા ડોલર વચ્ચે બજારમાં આજે સામાન્ય ઉંચાઇ પર કરતા જોવા મળ્યા. હા ચાંદીએ ફરી લાંબી છલાંગ લગાવી છે. આંતરાષ્ટ્રીય બજારમાં રિકવરી વચ્ચે ભારતીય વાયદા બજારમાં પણ સોનું આજે ગ્રીન નિશાનમાં છે. ચાંદીમાં 400 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. MCX પર બુધવારે સવારે સોનું 89 રૂપિયા (0.12%) ની તેજીને લઇને 72,269 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. મંગળવારે આ 72,180 પર બંધ થયું હતું. ચાંદી 428 રૂપિયા (0.45%) ચઢીને 95876 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ છે. કાલે આ 95,448 પર બંધ થઇ હતી.
બુલિયન માર્કેટમાં ઉછાળો
મજબૂત વૈશ્વિક વલણને અનુરૂપ રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં મંગળવારે ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. મેટલ 3,100 રૂપિયાના ઉછાળા સાથે રૂ. 95,950 પ્રતિ કિલો પર પહોંચી ગયું હતું, જ્યારે સોનું રૂ. 130 વધી રૂ. 72,950 પ્રતિ 10 ગ્રામ થયું હતું. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચાંદીના ભાવ $31ના સ્તરને વટાવી ગયા છે, જે મંદીના તબક્કાના અંતનો સંકેત આપે છે.
ક્યાં સુધી જશે સોનું
સોનાના ભાવ જે ગતિએ વધી રહ્યા છે, તે લોકોની ખરીદથી બહાર થતા જાય છે. સોનાની કિંમતમાં તેજીનો સિલસિલો હજુ ચાલુ રહેવાની આશા છે. સોનાના વધતા જતા રોકાણને લીધે કિંમત વધતી જાય છે. આ વર્ષે અત્યાર સુધી સોનામાં ભાવ 8810 રૂપિયા વધ્યા છે. 1 જાન્યુઆરી 2024ના રોજ જે સોનું 63352 રૂપિયામાં વેચાઈ રહ્યું હતું તે હવે 72950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 73395 રૂપિયાથી વધીને 95950 રૂપિયા થઈ ગઈ છે. સોનાની કિંમતમાં સતત વધારો નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી શકે છે. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર એક વર્ષમાં સોનું 85 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી 1 લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર કરી શકે છે.
કેવી રીતે જાણો સોનાની શુદ્ધતા
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે.
જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
Trending Photos