IPL 2020: આઈપીએલમાં આ યુવા ખેલાડીઓ ધૂમ મચાવવા તૈયાર


આઈપીએલમાં આ વર્ષે અન્ડર-19 વિશ્વકપના સિતારાઓ પણ ઉતરવાના છે. આ ખેલાડીઓ ભવિષ્ય ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી શકે છે. આઈપીએલમાં મળેલી મોટી રકમથી તેના પર પણ સારૂ પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. 
 

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી મોટી ટી20 લીગ છે. આઈપીએલ ભારતીય ક્રિકેટરો માટે સંજીવની બૂટી માનવામાં આવે છે. 12 વર્ષના ઈતિહાસમાં જોવામાં આવે તો આ ટૂર્નામેન્ટે ટીમ ઈન્ડિયાને ઘણા સારા ખેલાડી આપ્યા છે. પછી તે કેએલ રાહુલ હોય, રિષભ પંત, આર અશ્વિન, હાર્દિક પંડ્યા કે જસપ્રીત બુમરાહ કેમ ન હોય. તેવામાં આઈપીએલની વધુ એક નવી સીઝન શરૂ થવાની છે અને એકવાર બધાની નજર આ યુવા ભારતીય ખેલાડીઓ પર રહેશે, જેણે અન્ડર-19 વિશ્વકપ 2020મા પોતાની રમતથી પ્રભાવિત કર્યાં છે. આ યુવા ખેલાડીઓ ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે.

યશસ્વી જાયસવાલ

1/4
image

અન્ડર-19 વિશ્વકપ દરમિયાન કોઈ એક ભારતીય ખેલાડીનું નામ સૌથી વધુ ચર્ચામાં આવ્યું તો તે હતો ડાબા હાથનો યુવા બેટ્સમેન યશસ્વી જાયસવાલ, ઓપનિંગ બેટ્સમેન યશસ્વીના સંઘર્ષની કહાની તો બધા જાણે છે કે કઈ રીતે તેણે પોતાના પિતાની સાથે મુંબઈના આઝાદ મેદાન બહાર પાણીપુરી વેચી હતી. કઈ રીતે તેણે પોતાની ટ્રેનિંગ દરમિયાન ટ્રેન્ટમાં જીવન પસાર કર્યું. પરંતુ ક્રિકેટર બનવાનો જુસ્સો તેમાં ખુબ ભગેલો હતો. 

આ કારણ કે યશસ્વી જાયસવાલે અન્ડર-19 વિશ્વકપ 2020મા સૌથી વધુ 400 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને ચાર અડધી સદી સામેલ હતી. આ સિવાય જાયવસાલ બોલથી પણ કમાલ કરે છે. તે અન્ડર 19 વિશ્વકપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. આઈપીએલ હરાજીમાં રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડની મોટી રકમ સાથે ખરીદ્યો હતો. તેવામાં રાજસ્થાનને પણ યશસ્વી પાસે સારા પ્રદર્શનની આશા હશે. 

રવિ બિશ્નોઈ

2/4
image

ભારતે હંમેશા સારા સ્પિનરો પેદા કર્યા છે અને હવે આ લિસ્યમાં વધુ એક યુવા ફિરકી બોલરનું નામ જોડાઇ ગયું છે, જે આઈપીએલમાં કમાલ કરી શકે છે. વાત થઈ રહી છે લેગ બ્રેક બોલર રવિ બિશ્નોઈની. રવિ તે બોલર રહ્યો છે જેણે અન્ડર-19 વિશ્વકપ 2020મા સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આ ટૂર્નામેન્ટ દરમિયાન રવિએ 17 બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. જોધપુરના નિવાસી રવિ આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતો જોવા મળશે. પંજાબની ટીમે તેને 2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 

કાર્તિક ત્યાગી

3/4
image

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના એક ખેડૂત પરિવારથી આવતા ભારતના યુવા ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને આ લિસ્ટમાંથી કેમ બહાર રાખી શકાય. કઈ રીતે કોઈ ભૂલી શકે કે અન્ડર-19 વિશ્વકપ 2020ના ક્વાર્ટર ફાઇનલમાં કાર્તિકે પોતાની દમદાર બોલિંગથી ઓસ્ટ્રેલિયાની ટીમની કમર તોડી દીધી હતી. 19 વર્ષીય કાર્તિકે તે મેચમાં 8 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેના પ્રદર્શનનું ઇનામ કાર્તિકને મળ્યું અને આઈપીએલ હરાજી દરમિયાન રાજસ્થાન રોયલ્સે કાર્તિકને 1.30 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે કાર્તિકે અન્ડર-19 વિશ્વકપમાં 11 વિકેટ ઝડપી હતી. 

પ્રિયમ ગર્ગ

4/4
image

પ્રિયમ ગર્ગ અન્ડર-19 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી ચુક્યો છે. આ રીતે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની લાઇનમાં આવી ગયો છે. પરંતુ બેટથી તે આગામી કોહલી બનવાનો દાવો કરી શકે છે. પાછલા રણજી સીઝનમાં તેણે ઉત્તર પ્રદેશ માટે રમતા 814 રન બનાવીને ધમાકો મચાવી દીધો હતો. આ વર્ષે પ્રિયમને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.9 કરોડમાં ખરીદ્યો છે. પ્રિયમ પાસે પણ હૈદરાબાદને મોટી આશા રહેશે.