IPL 2020 KXIP vs RCB: કેટલીક તસવીરોથી જાણો મેચ દરમિયાન શું શું થયું

દુબઇના મેદાનમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને આરસીબીની વચ્ચે મેચ રમાઈ હતી જે સંપૂર્ણ એકતરફી ગેમ હતી.

નવી દિલ્હી: IPL 2020ની છઠ્ઠી મેચ કેએલ રાહુલની કિંગ્સ ઈલેવન પંજાબ અને વિરાટ કોહલીની આરસીબી વચ્ચે હતી. આ મેચમાં પંજાબે બેંગ્લોરને 97 રનના મોટા અંતરથી હારાવ્યું અને 2 પોઇન્ટ હાંસલ કર્યા હતા. આવો તસવીરો દ્વારા જાણીએ કે મેચ દરમિયાન શું શું થયું. (તમામ તસવીરો- BCCI/IPL)

ટોસનો બોસ

1/13
image

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીત્યો અને પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો.

પંજાબની ઓપનિંગ જોડી

2/13
image

કપ્ટન કેએલ રાહુલે ઓપનિંગ પાર્ટનરમાં મયંક અગ્રવાલની સાથે મેચની શરૂઆત કરી હતી. બંનેએ મળીને 57 રનની ભાગીદારી કરી હતી.

મયંક અગ્રવાલ આઉટ

3/13
image

પોતાની પ્રથમ મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારનાર મયંક અગ્રવાલે આરસીબીની સામે 20 બોલમાં માત્ર 26 જ રન બનાવ્યા.

કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગ

4/13
image

કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટને 69 બોલમાં 14 ફોર અને 7 સિક્સની મદદથી 132 રનની વિસ્ફોટક બેટિંગ કરી અને નોટઆઉટ રહ્યા. આ મેચના દમ પર પંજાબે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 206 રન બનાવ્યા હતા.

કોહલીએ રાહુલના 2 કેચ છોડ્યા

5/13
image

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ કેએલ રાહુલને મેચની 17મી અને 18મી ઓવરમાં કેચ છોડી 2 વખત જીવનદાન આપ્યું.

શિવમ દુબેની બોલિંગ

6/13
image

આરસીબી તરફથી શિવમ દુબે સૌથી સફળ બોલર રહ્યો, તેણે મેક્સવેલ અને પૂરનની વિકેટ લીધી.

આરસીબીની પહેલી વિકેટ

7/13
image

શેલ્ડન કોરટેલે આરસીબીને પહેલો ઝટકો આપ્યો, હૈદરાબાદની સામે ફિફ્ટી ફટકારનાર દેવદત્ત પડીક્કલ માત્ર 1 જ રન બનાવી શક્યો.

આરોન ફિન્ચ

8/13
image

ઓપનર આરોન ફિન્ચ પણ વધારે સમય પિચ પર ટકી શક્યો નહીં અને 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યો.

નિષ્ફળ રહ્યો વિરાટ કોહલી

9/13
image

આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી પર મોટી જવાબદારી હતી, પરંતુ માત્ર 1 રન બનાવી પેવેલિયન પરત ફરવું પડ્યું.

ડિવિલિયર્સનો પ્રયત્ન

10/13
image

'મિસ્ટર 360 ડિગ્રી' એબી ડિવિલિયર્સે આરસીબીની મેચને સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે 18 બોલમાં 28 જ રન બનાવી શક્યો.

વોશિંગ્ટન સુંદરની બેટિંગ

11/13
image

વોશિંગ્ટન સુંદરે પણ સારો પ્રયત્ન કર્યો, પરંતુ તે 27 બોલમાં 30 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ આ ટીમનો કઇ બેટ્સમેન ટકી શક્યો નહીં અને પંજાબે આ મેચ 97 રનથી જીતી.

પ્રીતિ ઝિન્ટા હાજર રહી

12/13
image

કિંગ્સ ઈલેવન પંજાબની માલીક પ્રીતિ ઝિન્ટા દુબઇના સ્ટેડિયમમાં હાજર રહી અને સંપૂર્ણ મેચમાં પોતાની ટીમને ચિયર કરતી જોવા મળી હતી.

જીતનો હીરો કેએલ રાહુલ

13/13
image

કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી શાનદાર બેટિંગ કરવા માટે કેએલ રાહુલને 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ આપવામાં આવ્યો.