riverfront

અમદાવાદ રિવરફ્રન્ટ પર NID પાછળ દિવાલ ધરાશાયી થતાં 2 મજુરનાં મોત

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામ દરમિયાન એકજેસ્ટિંગ દીવાલની નીચે વોટર ચેનલ બનાવવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. જેમાં કુલ ચાર મજુર દટાયા હતા, તેમાંથી 2 મજુરનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. 
 

Dec 21, 2019, 06:57 PM IST

અમદાવાદ: યુવતીએ રિવરફ્રન્ટમાં પડતું મુક્યુ, બચાવવા સિક્યુરિટી ગાર્ડ પડ્યો બંન્નેના મોત

ફાયર કામગીરી ચાલી રહી હતી ત્યારે વધારે એક યુવક યુવતીએ પડતું મુક્યું, જો કે ફાયરે બંન્નેને બચાવીને સારવાર માટે ખસેડ્યા હતા

Oct 20, 2019, 11:13 PM IST

સાબરમતીને સ્વચ્છ રાખવા અમદાવાદીઓએ આપ્યો પૂરતો સહયોગ, એકપણ મૂર્તિનું નદીમાં વિસર્જન ન થવા દીધું

અમદાવાદમાં ગઈકાલે રંગેચંગે ગણપતિ વિસર્જન કરાયું હતું. દર વર્ષે ગણપતિ વિસર્જન સાબરમતી નદીમાં કરવામાં આવે છે. પરંતુ પહેલીવાર એવુ જોવા મળ્યું કે, લોકોએ સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવા મોટુ પગલુ ભર્યું હતું. ગઈકાલે ભલે બાપ્પાનું વિસર્જન હતું, પરંતુ લોકોએ એકપણ મૂર્તિનું વિસર્જન સાબરમતી નદીમાં થયું ન હતું. લોકોએ છઠ પૂજા માટે બનાવેલા કુંડમાં ગણપતિનું વિસર્જન કર્યું હતું. આ માટે એએમસી અને પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી હતી. 

Sep 13, 2019, 02:15 PM IST

અમદાવાદ રિવરફ્રન્ટ પર ગર્લ્સની સલામતી માટે પોલીસ અપનાવશે આ કિમીયો

શહેરના 22 કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતીના કિસ્સા વધી રહ્યા છે અને તેના પુરાવા તથા યુવતીઓને મદદ મળી રહે તે માટે સમગ્ર રિવરફ્રન્ટ પર 360 ડીગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. કેમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે.

Jul 14, 2019, 02:58 PM IST
Riverfront On The Sarayu River in Ayodhya PT36S

અમદાવાદની માફક અયોધ્યામાં સરયૂ નદી પર બનશે રિવરફ્રંટ

ઉત્તર પ્રદેશમાં ગુજરાતની માફક રિવરફ્રંટ બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં સરયૂ નદી પર રિવરફ્રંટ બનાવવામાં આવશે. યુપીના સીએમના આદિત્યનાથે આ પ્રોજેક્ટને લઇને રિપોર્ટ તૈયાર કરવા માટે આદેશ આપી દીધા છે.

Jun 20, 2019, 10:45 AM IST

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે આવેલા ફનપાર્ક ટાવરના સંચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં જ ફનપાર્કમાં ટાવર રાઈડમાં 28 વ્યક્તિઓ ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા હતા. જોકે ફન પાર્કના સંચાલકની બેદરકારી સામે આવતા પોલીસે મિતેષ ધાંગધરીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Jun 4, 2019, 07:53 PM IST

CMના આદેશ બાદ કોર્પોરેશન ‘સાફ કરશે સાબરમતી’, નદીમાં આવતુ ગંદુ પાણી થશે બંધ

કોર્પોરેશન દ્વારા આગામી પર્યાવરણ દિવસને લઇને સાબરમતી નદીને સાફ કરવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા આ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર યુદ્ધના ધોરણે સાબરમતી નદીને સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

May 28, 2019, 04:46 PM IST

અમદાવાદ: રિવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ ગાંજા સાથે એક યુવકની ધરપકડ

શહેરના રીવરફ્રન્ટ રોડ પરથી અમદાવાદ એસઓજી ટીમે બાતમીના આધારે જમાલપુર આંબેડકર બ્રિજથી એલિસબ્રિજ તરફ જતા રીવરફ્રન્ટ રોડ પરથી 6 કિલો 740 ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે એક યુવકની અટકાયત કરી છે. પોલીસે આ યુવક પાસેથી ગાંજો મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. 
 

May 15, 2019, 11:05 PM IST

અમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત

જમાલપુર શાક માર્કેટ અને એનઆઇડી વચ્ચે પસાર થતી સાબરમતી નદીમાં યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બંનેએ રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધીને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Mar 24, 2019, 02:10 PM IST

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રેલીમાં જોડાયા 5 હજાર કાર્યકર્તા

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 64મું રાષ્ટ્રીય અધિવેશન શરુ થઇ ચુક્યું છે. ત્યારે બીજા દિવસે રીવરફ્રન્ટ ખાતે આવેલા વલ્લભ સદનથી લો ગાર્ડન સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં આશરે 5 હજાર જેટલા ABVP કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 
 

Dec 28, 2018, 08:42 PM IST

રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનના ડમી કોચને જાહેર જનતા માટે મુક્યો ખુલ્લો, જાણો મેટ્રો ટ્રેનની લાક્ષણિકતાઓ

metro-demo-2દક્ષિણ કોરીયાથી દરીયાઇ માર્ગે મુંદ્રા પોર્ટ અને ત્યાંથી રોડ માર્ગે અમદાવાદના રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનનો ડમી કોચ લાવવામાં આવેલો છે. આ ડમી કોચનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

Oct 6, 2018, 01:15 PM IST