UPSC Exam કેટલી વાર આપી શકાય? જાણો કેવી રીતે બની શકાય કલેક્ટર અને કમિશ્નર

UPSC Exam: યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારો વર્ષોથી તૈયારીઓ કરતા હોય છે. પણ સવાલ એ થાય છેકે, ખરેખર આ પરીક્ષા પાસ કરવા માટે રોજ કેટલાંક કલાક વાંચવું પડે છે? આ પરીક્ષા પાસ કરવા માટે કેટલાં ચાન્સ મળે છે? જાણો આ સવાલોના જવાબો. 

કેટલી વાર આપી શકો છો UPSC ની પરીક્ષા? જાણો કેવી રીતે બની શકાય IAS, IPS, IFS

1/8
image

શું તમે પણ આઈએએસ, આઈપીએસ કે આઈએફએસ અધિકારી બનવા માંગો છો? શું તમે પણ ભારત સરકારની બ્યુરોક્રેટ ટીમમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચા માંગો છો? તો તમારા આ માહિતી તમારે જાણવી આવશ્યક છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે ભારત સરકારમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરવાનું. સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચવા માટે તમારે ખુબ જ મહેનત કરવી પડે છે. એના માટે તમારે સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ પાસ કરવી પડે છે. આ પરીક્ષાઓ પૈકી સૌથી ફેમસ એક્ઝામ એટલે યુપીએસસી. 

કેમ સૌથી અઘરી ગણાય છે આ પરીક્ષા?

2/8
image

UPSC દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે, IAS, IPS, IFS UPSC પરીક્ષા પાસ કર્યા પછી જ બને છે. આવો, જાણો સિલેબસથી લઈને પાત્રતા અને અન્ય વિગતો સુધીની સંપૂર્ણ વિગતો… IAS, IPS અથવા IFS ઓફિસર બનીને દેશની સેવા કરવાનું દરેક ભારતીય યુવકનું સપનું હોય છે. આ માટે યુવાનો વર્ષોથી તૈયારી કરે છે, તો જ તેમને સફળતા મળે છે. આ એક એવી પરીક્ષા છે જે પાસ કર્યા બાદ તમે ભારત સરકારના ક્લાસ-1 અધિકારી બની જાઓ છો. આ સાથે જ તમે કોઈ શહેરના કલેક્ટર કે કોઈ શહેરમાં પોલીસ કમિશ્નર બની શકો છો. એટલું જ નહીં આઈએફએસ અધિકારી તરીકે પણ તમે ફરજ બજાવી શકો છો. 

શૈક્ષણિક લાયકાત:

3/8
image

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આયોજિત સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE)માં બેસવા માટે, અરજદાર કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવો આવશ્યક છે.

ઉંમર મર્યાદા:

4/8
image

આ યુપીએસસી પરીક્ષા માટે વિદ્યાર્થીઓની લઘુત્તમ વય 21 વર્ષ છે. સામાન્ય કેટેગરીના અરજદારો મહત્તમ 32 વર્ષની વય સુધી 6 વખત આ પરીક્ષા આપી શકે છે, જ્યારે OBC માટે વય મર્યાદા 21 થી 35 વર્ષની છે અને આ કેટેગરીના વિદ્યાર્થીઓ 9 વખત પરીક્ષા આપી શકે છે. SC-ST માટે વય મર્યાદા 21 વર્ષથી 37 વર્ષ છે. આ કેટેગરીના વિદ્યાર્થીઓ 9 વખત પરીક્ષા આપી શકે છે.

સબજેક્ટ સિલેકશનઃ

5/8
image

તેમાં કૃષિ, પશુપાલન અને પશુચિકિત્સા વિજ્ઞાન, માનવશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સિવિલ એન્જિનિયરિંગ, વાણિજ્ય અને એકાઉન્ટન્સી, અર્થશાસ્ત્ર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, ઇતિહાસ, કાયદો, વ્યવસ્થાપન, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ, ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિકલ સાયન્સનો સમાવેશ થાય છે. અને આંતરરાષ્ટ્રીય સંબંધો, મનોવિજ્ઞાન, વગેરે.  

એક્ઝાર્મ પેટર્નઃ

6/8
image

UPSC પરીક્ષા 3 તબક્કામાં પાસ કરવાની હોય છે. સૌપ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા, પછી મુખ્ય પરીક્ષા, આ બંને પરીક્ષાઓ પાસ કર્યા પછી ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે.

પ્રિલિમ્સઃ

7/8
image

પ્રિલિમ પરીક્ષામાં ઉમેદવારોએ બે કલાકના 2 પેપર અજમાવવાના હોય છે. પ્રથમ પેપર વિષયને લગતું હતું જ્યારે બીજું પેપર CSAT લાયકાતનું છે અને તેમાં પાસ થવા માટે 33 ટકા માર્ક્સ મેળવીને. જરૂરી છે.

મેઈન્સઃ

8/8
image

મુખ્ય પરીક્ષામાં કુલ 9 પેપર છે, જેમાંથી બે ક્વોલિફાઈંગ (A અને B) અને સાત અન્ય મેરિટ માટે છે. બંને ભાષા આધારિત ક્વોલિફાઇંગ પેપર ત્રણ કલાકના છે. એક પેપર નિબંધનું છે અને 3 કલાકમાં તમારે તમારી પસંદગીના વિવિધ વિષયો પર બે નિબંધ લખવાના છે. વધુમાં, સામાન્ય અભ્યાસના ચાર પેપર છે, જેના માટે ત્રણ કલાક ઉપલબ્ધ છે.