Chanakya Niti: ગર્લફ્રેન્ડ કે પત્નીને ખુશ રાખવા માટે પુરુષે ખાસ અપનાવવા જોઈએ ઊંટના આ 5 ગુણ

નીતિ શાસ્ત્રમાં પુરુષો સંલગ્ન ગુણોનો ઉલ્લેખ કરતા આચાર્ય કહે છે કે જો કોઈ પુરુષમાં ઊંટ સમાન 5 ગુણ હોય તો તેની પત્ની હંમેશા સંતુષ્ટ રહે છે. આવા ગુણવાળી વ્યક્તિ પરિવારમાં  ખુશહાલી જાળવી રાખે છે અને સમૃદ્ધ રહે છે. 

Chanakya Niti: ગર્લફ્રેન્ડ કે પત્નીને ખુશ રાખવા માટે પુરુષે ખાસ અપનાવવા જોઈએ ઊંટના આ 5 ગુણ

ચાણક્ય નીતિમાં એવું કહેવાયું છે કે જે પુરુષ ઊંટના આ પાંચ ગુણ અપનાવી લે છે તેની પત્ની હંમેશા ખુશ રહે છે. આચાર્ય ચાણક્યનું નીતિ શાસ્ત્ર માનવ જીવન માટે ખુબ ઉપયોગી ગણાય છે. તેમાં આચાર્ય ચાણક્યએ માનવ જીવનના અનેક એવા રહસ્યો જણાવ્યાં છે જેને સમજીને કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાનું જીવન સુખી અને સફળ બનાવી શકે છે. નીતિ શાસ્ત્રમાં પુરુષો સંલગ્ન ગુણોનો ઉલ્લેખ કરતા આચાર્ય કહે છે કે જો કોઈ પુરુષમાં ઊંટ સમાન 5 ગુણ હોય તો તેની પત્ની હંમેશા સંતુષ્ટ રહે છે. આવા ગુણવાળી વ્યક્તિ પરિવારમાં  ખુશહાલી જાળવી રાખે છે અને સમૃદ્ધ રહે છે. 

1. સંતુષ્ટ રહેવું
આચાર્ય ચાણક્ય કહે છે કે મનુષ્યએ જેટલું બની શકે એટલી મહેનત કરવી જોઈએ અને જે ધન કે ફળ મળે તેનાથી સંતુષ્ટ અને ખુશ રહેવું જોઈએ. જે પ્રકારે ઊંટ જેટલું ભોજન મળે તેમાં સંતુષ્ટ રહે છે. તે જ રીતે પુરુષોએ પણ મહેનતથી કમાયેલા ધનથી પરિવારનું પાલન પોષણ કરવું જોઈએ. જે પુરુષોમાં આ ગુણ હોય તેમને સફળતા મળે છે. 

2. સતર્ક રહો
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ ઊંટ ગાઢ ઊંઘમાં પણ સતર્ક રહે છે. તે જ રીતે પુરુષોએ પણ પોતાના પરિવાર-સ્ત્રી અને કર્તવ્ય પ્રત્યે હંમેશા સચેત રહેવું જોઈએ. પોતાના પરિવાર અને પોતાની સુરક્ષા માટે દુશ્મનોથી હંમેશા સાવધાન રહો. તમે ગમે તેટલી ગાઢ ઊંઘમાં કેમ ન હોવ, તમારી અંદર સહેજ પણ ખળભળાટ થાય તો સફાળા થઈ જવાનો ગુણ હોવો જોઈએ. આવા ગુણવાળા પુરુષની પત્ની હંમેશા ખુશ રહે છે. 

3. વફાદારી
ચાણક્ય કહે છે કે જે પ્રકારે ઊંટની વફાદારી પર શક કરી શકાય નહીં બરાબર એ જ રીતે મનુષ્યએ પણ તેની પત્ની અને કામ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. જે પુરુષ પારકી સ્ત્રીને જોઈને લાલચ કરે તેના ઘરમાં હંમેશા કંકાસ કહે છે. આવા પુરુષ સાથે સ્ત્રી ક્યારેય ખુશ રહેતી નથી કારણ કે પત્ની તેના પતિની વફાદારીથી જ ખુશ રહે છે. 

4. વીરતા
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે ઊંટ એક નીડર અને બહાદુર  પ્રાણી છે. જે પ્રકારે તે પોતાના માલિકની રક્ષા માટે પોતાનો જીવ પણ ન્યોછાવર કરી શકે છે એ જ રીતે પુરુષોએ પણ બહાદુર બનવું જોઈએ. જરૂર પડે તો પત્ની અને પરિવાર માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવવાથી પીછેહટ કરવી જોઈએ નહીં. 

5. સંતુષ્ટ રહેવું
આચાર્ય ચાણક્યના જણાવ્યાં મુજબ પુરુષની પહેલી જવાબદારી તેની પત્નીને દરેક પ્રકારે ખુશ રાખવાની છે. જે પુરુષ તેની પત્નીને શારીરિક અને માનસિક રીતે સંતુષ્ટ રાખે છે તેની પત્ની હંમેશા ખુશ રહે છે. આમ કરનારો પુરુષ હંમેશા પત્નીનો પ્રિય બનીને રહે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી ચાણક્ય નીતિથી મળેલી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news