Relationship Tips: સંબંધોમાં આ 5 વાતમાં બિંદાસ બોલો ખોટું... જેમ ખોટું બોલશો તેમ મજબૂત થશે સંબંધ

Relationship Tips: સંબંધોમાં એકબીજા થી ક્યારે કોઈ વાત છુપાવી ન જોઈએ કે પછી કોઈપણ વાતમાં ખોટું બોલવું ન જોઈએ. એકના એક દિવસ જ્યારે સાચી વાત સામે આવે છે ત્યારે સંબંધો ખરાબ થાય છે. પરંતુ પાંચ બાબતો એવી છે જેમાં ખોટું બોલવાથી સંબંધો મજબૂત થાય છે.  

Relationship Tips: સંબંધોમાં આ 5 વાતમાં બિંદાસ બોલો ખોટું... જેમ ખોટું બોલશો તેમ મજબૂત થશે સંબંધ

Relationship Tips: સંબંધોમાં એકબીજા થી ક્યારે કોઈ વાત છુપાવી ન જોઈએ કે પછી કોઈપણ વાતમાં ખોટું બોલવું ન જોઈએ. એકના એક દિવસ જ્યારે સાચી વાત સામે આવે છે ત્યારે સંબંધો ખરાબ થાય છે. તેથી વાત પાટણને ખરાબ લાગે તેવી હોય તો પણ સાચું જ બોલવું જોઈએ. તેનાથી સંબંધ મજબૂત રહે છે અને વિશ્વાસ જળવાઈ રહે છે. પરંતુ પાંચ બાબતો એવી છે જેમાં ખોટું બોલવાથી સંબંધો મજબૂત થાય છે. જો તમે પણ તમારા પાર્ટનર્સ સાથેના સંબંધને વધારે ગાઢ બનાવવા ઇચ્છો છો અને પ્રેમ જળવાઈ રહે તેવું ઈચ્છો છો તો આ પાંચ બાબતમાં ખોટું બોલી દેવું.

આ પાંચ વાતોમાં બિન્દાસ બોલો ખોટું

આ પણ વાંચો:

1. ઘણી વખત એવું થાય છે કે તમારો પાર્ટનર તમને સ્પેશિયલ ફિલ કરાવવા માટે મહેનત કરે છે. આવી સ્થિતિમાં તમારું મૂડ ઓફ હોય તો પણ તેના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને ચહેરા પર ખોટી સ્માઈલ લાવી દેવી. ગમ્યું હોય કે ન ગમ્યું હોય તેનું મન રાખવા માટે તમે ખોટું બોલી શકો છો અને તેના પ્રયત્ન ના વખાણ કરી શકો છો.

2. એવું શક્ય નથી કે કોઈપણ વ્યક્તિ 24 કલાક પોતાના પાર્ટનરને યાદ કરે. ઘણી વખત કોઈ વ્યક્તિ કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેને વાત કરવાનો પણ સમય નથી હોતો. આવી સ્થિતિમાં જો પાર્ટનર્સ તમને કોલ કે મેસેજ કરે તો તમે તેને મિસ ન કરતા હોય તો પણ આ વાતમાં ખોટું બોલી શકો છો. 

3. ઘણી વખત પાર્ટનર એકબીજા માટે ગિફ્ટ ખરીદતા હોય છે. તેવામાં કેટલીક વખત ગિફ્ટ પસંદ પડતી નથી. જો આવું થાય તો ત્યારે ગિફ્ટ જોઈને મો બગાડવાને બદલે તમને ગિફ્ટ પસંદ આવી છે અને તમે ખુશ થયા છે તે વાત તમે કહી શકો છો. 

4. જો તમારા પાર્ટનર તમારા માટે કોઈ ખાસ વાનગી મહેનત કરીને બનાવે તો જો તે સારી ન બની હોય તો પણ તેના વખાણ કરી દેવા. 

5. જો તમારા જીવનમાં પણ તમારા પાર્ટનર સિવાય અન્ય કોઈ રહ્યું હોય તો જરૂરી નથી કે જુના પ્રેમ સંબંધોના વખાણ પાર્ટનર સામે કરવા. આમ કરવાથી જો પાર્ટનરને તકલીફ થતી હોય તો જરૂરી નથી કે તમે સંબંધોમાં તમારા એક્સના વખાણ કરો. આ વાતમાં તમે ખોટું બોલી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news