શું સોમવારે થયો છે તમારો જન્મ? કેવો હોય છે આ લોકોનો સ્વભાવ? જાણો કેવું રહેશે તમારું જીવન

તમારો જન્મ કયા વારે થયો છે તેના પર પણ તમારા ભવિષ્યનો ઘણો બધો આધાર હોય છે. આ અમે નથી કહી રહ્યાં પણ આ જ્યોતિષ શાસ્ત્ર જણાવે છે. જાણવા જેવું છે આ ગણિત...

શું સોમવારે થયો છે તમારો જન્મ? કેવો હોય છે આ લોકોનો સ્વભાવ? જાણો કેવું રહેશે તમારું જીવન

નવી દિલ્લીઃ જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કોઈ પણ વ્યક્તિની જન્મ તિથિ, દિવસ, સ્થાન અને સમય પરથી તેના વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. તેમનો સ્વભાવ કેવો હશે અને ભવિષ્ય કેવું હશે તે પણ જાણી શકાય છે. જો કોઈ વ્યક્તિનો જન્મ સોમવારે થયો હોય તો તેના પર ચંદ્રમાંનો પ્રભાવ હોય છે. ચંદ્રમાની શીતળતા અને સૌમ્યતાનો પ્રભાવ સોમવારે જન્મેલા વ્યક્તિમાં જોવા મળે છે. જાણીએ સોમવારે જન્મેલા લોકોના કેટલાક લક્ષણો.

શાંત પ્રકૃતિના:
સોમવારે જન્મેલા લોકો પર ચંદ્રનો પ્રભાવ હોવાથી તેઓ શાંત પ્રકૃતિના હોય છે. તેઓ સંવેદનશીલ, હળી મળીને રહેનારા અને પરિસ્થિતિ અનુસાર ઢળી જનાર હોય છે. સોમવારે જન્મેલા જાતકો ખુશ મિજાજી હોય છે. તેમના વાણી અને વર્તન લોકોને તેની તરફ આકર્ષિત કરે છે.

કલાઓમાં હોય છે નિપુણ:
ચંદ્રેને 16 કળાના સ્વામી માનવામાં આવે છે. જેથી સોમવારે જન્મેલા લોકો પણ કલામાં રૂચિ ધરાવે છે. તેઓ નૃત્ય, ગાયન કે ચિત્રકલામાં પારંગત હોય છે. આવા જાતકો સારા સલાહકાર, સમાજ સેવક પણ બની શકે છે. કલાને લગતા કોઈ પણ ક્ષેત્રમાં તેઓ સફળતા મેળવે છે.

દેખાવમાં હોય છે આકર્ષક:
સોમવારે જન્મેલા લોકો દેખાવમાં આકર્ષક હોય છે. તેઓ ગુણવાન અને ગંભીર પ્રકૃતિના હોય છે. તેમનું કદ નાનું કે મધ્યમ હોય છે. પરંતુ તેઓ દેખાવમાં સુંદર હોય છે. ભીડમાં તેઓ અલગ તરી આવે છે.

અત્યંત સંવેદનશીલ:
સોમવારે જન્મેલા લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. ક્યારેક તેમનો આ ગુણ તેમના માટે હાનિકારક બની જાય છે. તેઓ પરિસ્થિતિ અનુસાર ઢળી જાય છે, કોઈ સાથે વેર રાખવામાં તેઓ વિશ્વાસ નથી રાખતા. જો કે, ક્યારેક તેઓ ભાવનાત્મક નિર્ણયો લે છે. 

આવી હોય છે લવ લાઈફ:
ચંદ્રમાની કૃપાથી સોમવારે જન્મેલા જાતકોની લવ લાઈફ રંગીન હોય છે. આકર્ષક વ્યક્તિત્વના કારણે તેમના અનેક પ્રેમ સંબંધો હોય શકે છે. પરંતુ જો તેમને સાચો પ્રેમમળી જાય તો તેને ક્યારેય દગો નથી આપતા.

((Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.))
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news