શનિ ગ્રહની વક્રી ચાલના અશુભ પ્રભાવથી બચવું હોય તો કરી લો આ ઉપાય, શનિ પીડા થશે દુર

Vakri Shani Effect: શનિ ગ્રહ 17 જૂન 2023 ના રોજ કુંભ રાશિમાં વક્રી થયો છે. શનિની વક્રી ચાલ કષ્ટકારી હોય છે. શનિ વક્રી થવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં ઊથલપાથલ સર્જાઈ છે. 4 નવેમ્બર સુધી શનિ વક્રી અવસ્થામાં રહેશે. તેવામાં આવનારો સમય વધારે કષ્ટદાયી સાબિત થઈ શકે છે. પરંતુ વક્રી શનિના કારણે આવતી સમસ્યાઓને દુર કરવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. 

શનિ ગ્રહની વક્રી ચાલના અશુભ પ્રભાવથી બચવું હોય તો કરી લો આ ઉપાય, શનિ પીડા થશે દુર

Vakri Shani Effect: શનિ ગ્રહ 17 જૂન 2023 ના રોજ કુંભ રાશિમાં વક્રી થયો છે. શનિની વક્રી ચાલ કષ્ટકારી હોય છે. શનિ વક્રી થવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં ઊથલપાથલ સર્જાઈ છે. 4 નવેમ્બર સુધી શનિ વક્રી અવસ્થામાં રહેશે. તેવામાં આવનારો સમય વધારે કષ્ટદાયી સાબિત થઈ શકે છે. પરંતુ વક્રી શનિના કારણે આવતી સમસ્યાઓને દુર કરવા માટે કેટલાક ઉપાયો કરી શકાય છે. આ ઉપાયો કરવાથી શનિની અશુભ અસરોથી બચી શકાય છે. 

આ ઉપાયો શનિવારના દિવસે કરવાના હોય છે કારણ કે આ દિવસ શનિદેવને સમર્પિત હોય છે. જો કોઈ વ્યક્તિ પર શનિ દોષ હોય તો તેને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં આગામી કેટલાક શનિવાર સુધી આ ઉપાયો કરી લેવાથી વક્રી શનિના કારણે સર્જાતી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. 

આ પણ વાંચો:

શનિ દોષથી મુક્તિ મેળવવાના ઉપાય
 
- જો વક્રી શનિના કારણે તમારા જીવનમાં સમસ્યા આવતી હોય તો શનિવારે સવારે પંચામૃતમાં કાળા તલ મિક્સ કરી અને શિવજીને અર્પણ કરવા. તેનાથી કષ્ટથી મુક્તિ મળશે અને શનિ ગ્રહ શાંત થશે.

- શનિવારે કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો તેનાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

- એક વાટકીમાં સરસવનું તેલ લેઈ તેમાં પોતાનો ચહેરો જોઈને વાટકી સહિત તેલ દાન કરી દેવું. આમ કરવાથી શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

- શનિવારના દિવસે ગરીબ વ્યક્તિમાં કાળા ધાબડા, કાળા કપડા કે કાળા રંગની કોઈપણ વસ્તુ દાન કરવી. જરૂરિયાતમંદ વ્યક્તિને જૂતા ચપ્પલનું દાન કરવાથી પણ શનિ કૃપા પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો:

- શનિવારના દિવસે પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું. ત્યારબાદ ઘઉંના લોટના બનેલા દીવામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો.

- વક્રી શનિના દુષ્પ્રભાવથી બચવું હોય તો રોજ સવારે જલ્દી જાગી જવું જોઈએ અને શિવ મંદિરમાં જઈ શિવજીનો જળાભિષેક કરવો. આ સિવાય પોતાનું ચરિત્ર સારું રાખવું અને ખોટા કામ કરવા નહીં. તેનાથી પણ શનિ પીડાથી મુક્તિ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news