Bhagwan Shiv: શિવલિંગ પર કોઈ પણ દિવસે ચઢાવો આ એક વસ્તુ, ચુંબકની જેમ પૈસો ખેંચાઈને તમારી પાસે આવશે!

Shivling Puja: ભગવાન ભોળનાથની પૂજા અર્ચના કરવાથી તેઓ પોતાના ભક્તો પર જલદી પ્રસન્ન થાય છે. આ કારણ છે કે ભક્ત શિવમંદિર જઈને શિવલિંગ પર પાણી, દૂધની સાથે અનેક ચીજો અર્પણ કરીને ખુશહાલીની કામના કરે છે. ભગવાન શિવની જો વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો સંતાન, ધન, જ્ઞાન, અને મોક્ષની પ્રાપ્તિ થાય છે

Bhagwan Shiv: શિવલિંગ પર કોઈ પણ દિવસે ચઢાવો આ એક વસ્તુ, ચુંબકની જેમ પૈસો ખેંચાઈને તમારી પાસે આવશે!

Shivling ke Totke: ભગવાન ભોળનાથની પૂજા અર્ચના કરવાથી તેઓ પોતાના ભક્તો પર જલદી પ્રસન્ન થાય છે. આ કારણ છે કે ભક્ત શિવમંદિર જઈને શિવલિંગ પર પાણી, દૂધની સાથે અનેક ચીજો અર્પણ કરીને ખુશહાલીની કામના કરે છે. ભગવાન શિવની જો વિધિપૂર્વક પૂજા કરવામાં આવે તો સંતાન, ધન, જ્ઞાન, અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર કેટલીક ખાસ ચીજો અર્પણ કરવી જોઈએ. જેમાં કાળા તલ અને કાળા મરીનું ખાસ મહત્વ હોય છે. આ બંને ચીજો જો શિવલિંગ પર ચઢાવવામાં આવે તો તમારા પર ભગવાન શિવની કૃપા ચોક્કસ પણે થાય છે. 

મનોકામના પૂર્તિ
શિવલિંગ પર કાળા તલ અને કાળા મરી અર્પણ કરવાનું ખુબ જ શુભ માનવામાં આવ્યું છે. આ માટે કાળા મરીનો એક દાણો અને 7 કાળા તલ લઈને શિવલિંગ પર ચઢાવો અને તમારી મનોકામનો ભોલેનાથ સમક્ષ રજૂ કરો. આ ઉપાય આમ તો કોઈ પણ દિવસે કરી શકાય છે પરંતુ માસિક શિવરાત્રિના દિવસ કરવામાં આવે તો ખુબ શુભ મનાય છે. 

દોષથી રાહત મળે છે
જે લોકોની કુંડળીમાં શનિ, રાહુ અને કેતુ અશુભ સ્થિતિમાં હોય છે તે લોકો માટે કાળા તલનો ઉપાય ખુબ જ લાભકારી મનાય છે. શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવાથી કાલસર્પ દોષ, શનિની સાડા સાતી અને ઢૈય્યાના પ્રભાવથી રાહત મળે છે. 

રોગોનો નાશ
શિવપુરાણ મુજબ શિવલિંગ પર કાળા મરી અર્પણ કરવાથી રોગોનો નાશ થાય છે. આ સાથે જ વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news