Chanakya Niti: આ કારણોથી વણસે છે સંબંધો, ધ્યાન ન રાખો તો તૂટી જાય છે સંબંધ

આચાર્ય ચાણક્યએ પણ એક નીતિ બનાવી છે, જેમાં તેમણે સમાજના લગભગ દરેક વિષય સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

Chanakya Niti: આ કારણોથી વણસે છે સંબંધો, ધ્યાન ન રાખો તો તૂટી જાય છે સંબંધ

નવી દિલ્હીઃ આચાર્ય ચાણક્યએ પોતાના નીતિ શાસ્ત્રમાં એવી ઘણી વાતો કહી છે, જે આજના સમયમાં પણ બિલકુલ બંધ બેસે છે. આ શાસ્ત્ર ચાણક્યની દૂરદર્શિતા દર્શાવે છે. આચાર્ય ચાણક્યને કૌટિલ્યના નામે પણ ઓળખવામાં આવે છે. મહાન વ્યૂહરચનાકાર અને અર્થશાસ્ત્રી ચાણક્યએ પોતાની નીતિઓના બળ પર નંદ વંશનો નાશ કર્યો હતો અને એક સાધારણ બાળક ચંદ્રગુપ્ત મૌર્યને પોતાની નીતિઓને જોરે મગધનો સમ્રાટ બનાવ્યો હતો. ચાણક્યને માત્ર રાજકારણ જ નહીં પરંતુ સમાજના દરેક વિષયનું ઊંડું જ્ઞાન અને સૂઝ હતી. આચાર્ય ચાણક્યએ પણ એક નીતિ બનાવી છે, જેમાં તેમણે સમાજના લગભગ દરેક વિષય સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચાણક્ય પોતાના નીતિશાસ્ત્રમાં પતિ-પત્ની વચ્ચેના પરસ્પર સંબંધો વિશે વાત કરે છે, જે એવી બાબતો વિશે જણાવે છે જે ઘણીવાર વિવાહિત જીવનને એટલી હદે ખરાબ કરે છે જે અંતે તૂટે જ છે. ચાણક્ય પતિ-પત્ની વચ્ચેની ખરાબ બાબતોને ધીમા ઝેર તરીકે વર્ણવે છે, જે આખરે સંબંધોને બગાડે છે. તો ચાલો જાણીએ કઈ એવી વસ્તુઓ છે જેનાથી બચી શકાય છે.
અહંકાર-
ચાણક્ય અનુસાર પતિ-પત્નીનાં સંબંધ બગડવાનું સૌથી મોટુ કારણ અહંકાર છે. ચાણક્ય અનુસાર પતિ-પત્નીનાં સંબંધોમાં સમાન અધિકાર હોય છે. એવામાં અહંકાર માટે કોઈ જગ્યા નથી હોતી. જો સંબંધમાં અહંકાર આવી જાય તો સંબંધ તૂટી જાય છે.
વહેમ-
ચાણક્યનું માનવુ છે કે, પતિ અને પત્નીના સંબંધમાં વહેમની કોઈ જગ્યા નથી હોતી. કારણકે વહેમ સંબંધોમાં ધીમું ઝેર ઘોળે છે. એકવાર સંબંધોમાં વહેમ આવી જાય તો તેને ફરી જોડવો મુશ્કેલ બની જાય છે.
જૂઠ્ઠાણું-
ચાણક્યના મત મુજબ જૂઠ્ઠાણાનાં સહારે કોઈ સંબંધ લાંબા સમય સુધી નથી ટકતો. જ્યારે સંબંધમાં જૂઠ્ઠાણું આવી જાય છે તો, જીવનમાં અંગત પરેશાની પણ આવે છે. એવામાં પતિ-પત્ની બંનેએ જૂઠ્ઠાણાથી બચવુ જોઈએ.
સમ્માનની કમી-
ચાણક્ય નીતિમાં બતાવાયુ છે કે, સંબંધોમાં સમ્માન ન હોય ત્યારે સંબંધમાં ખટાશ આવી જાય છે. જેના કારણે બંને એકબીજાથી દૂર જતા જતા એટલા વિખૂટા પડી જાય છે કે, પાછા એક નથી થઈ શકતા. માટે સંબંધમાં સમ્માનની ખૂબ જ જરૂર હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news