Dhan Prapti Upay: ઘરની આ જગ્યાએ કરેલા દીવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, ધન પ્રાપ્તિનો આ છે અચૂક ઉપાય

Dhan Prapti Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીવો કરવાના પણ કેટલાક નિયમો હોય છે. જો તમે આ નિયમોનું પાલન નથી કરતા તો જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ ઘરમાં દીવો કરવાના કેટલાક નિયમો વિશે. આ નિયમોનું પાલન કરીને ઘરમાં દીવો કરશો તો માતા લક્ષ્મી તમારા ઉપર હંમેશા પ્રસન્ન રહેશે. 

Dhan Prapti Upay: ઘરની આ જગ્યાએ કરેલા દીવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, ધન પ્રાપ્તિનો આ છે અચૂક ઉપાય

Dhan Prapti Upay: ઘરમાં નિયમિત રીતે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ હોય છે. ઘરમાં કોઈ પૂજાપાઠ હોય કે માંગલિક કાર્યક્રમ ત્યારે પણ સૌથી પહેલો દીવો કરવામાં આવે છે. કોઈપણ પૂજા દીવો કર્યા વિના સંપન્ન થતી નથી. શાસ્ત્રો અનુસાર ઘરમાં દીવો કરવાથી સુખ શાંતિ આવે છે અને સકારાત્મક ઉર્જા વધે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દીવો કરવાના પણ કેટલાક નિયમો હોય છે. જો તમે આ નિયમોનું પાલન નથી કરતા તો જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ ઘરમાં દીવો કરવાના કેટલાક નિયમો વિશે. આ નિયમોનું પાલન કરીને ઘરમાં દીવો કરશો તો માતા લક્ષ્મી તમારા ઉપર હંમેશા પ્રસન્ન રહેશે. 

 

આ પણ વાંચો:

 

દીવો કરવાના નિયમ

 

- ઘરમાં પૂજાની શરૂઆત કરો એટલે ભગવાનની સામે દીવો કરવો જરૂરી છે. દીવો કરતી વખતે ધ્યાન એ વાતનું રાખવું કે તેલનો દીવો ડાબી તરફ અને ઘીનો દીવો જમણી તરફ હોવો જોઈએ. 

 

- જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિરમાં દીવો કરતી વખતે તેની દિશાનું પણ ધ્યાન રાખવું. જો તમે ખોટી દિશામાં દીવો કરો છો તો તમને દોષ લાગે છે. દીવો કરતી વખતે તેની દિશા પશ્ચિમ દિશા હોવી જોઈએ. 

 

- દીવો કરતી વખતે તેની વાટનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો લાલ દોરાથી વાટ બનાવીને દીવો કરવો જોઈએ. જો તમે ઘીનો દીવો કરો છો તો તેમાં રૂ નો ઉપયોગ કરવો જોઈએ. 

 

- તમે જેમાં દીવો પ્રજવલિત કરો છો તે પાત્ર ખંડિત ન હોય તે વાતનું ધ્યાન રાખવું. ખંડિત પાત્રમાં દીવો કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. સાથે જ માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news