Vastu Tips: રસોડામાં આ બે વાસણ ઊંધા રાખશો તો થઈ જાશો કંગાળ, ઘરનું ધનોતપનોત કાઢી નાખે છે આ ભુલ
Vastu Tips: રસોડું ઘરનો સૌથી મહત્વનો ભાગ હોય છે. અહીં પરિવારના દરેક વ્યક્તિ માટે ભોજન બને છે. અને લોકો સાથે બેસીને ભોજન કરે છે. રસોડા સંબંધિત વાસ્તુના નિયમોનું પાલન કરવામાં ન આવે તો જીવનમાં નકારાત્મકતા વધે છે. આજે તમને રસોડા સંબંધિત મહત્વના નિયમો જણાવીએ.
Trending Photos
Vastu Tips: વાસ્તુશાસ્ત્રના કેટલાક ખાસ નિયમો હોય છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે છે. ખાસ કરીને રસોઈ સંબંધિત નિયમોનું પાલન કરવું જોઈએ. રસોડું ઘરનો સૌથી મહત્વનો ભાગ હોય છે. અહીં પરિવારના દરેક વ્યક્તિ માટે ભોજન બને છે. અને લોકો સાથે બેસીને ભોજન કરે છે. રસોડા સંબંધિત વાસ્તુના નિયમોનું પાલન કરવામાં ન આવે તો જીવનમાં નકારાત્મકતા વધે છે. આજે તમને રસોડા સંબંધિત મહત્વના નિયમો જણાવીએ.
રસોઈ બનાવ્યા પછી વાસણને ધોઈને ઊંધા કરીને મૂકવામાં આવે છે. જોકે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કેટલાક વાસણ એવા હોય છે જેને ઊંધા રાખવા નહીં. જો આ વાસણને ઊંધા રાખવામાં આવે તો વાસ્તુદોષ સર્જાય છે અને તેના કારણે ઘરમાં ગરીબી વધે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ કઈ વસ્તુ છે જેને ઊંધી રાખવી નહીં.
તવો કે લોઢી
રોટલી બનાવવા માટે જે તવા કે લોઢીનો ઉપયોગ થાય તેને સાફ કર્યા પછી ઊંધી રાખવી નહીં. જો લોઢીને ઊંધી રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધે છે.
કડાઈ
શાક બનાવવા માટે કે કોઈ વસ્તુને વસ્તુ તળવા માટે જે કડાઈનો ઉપયોગ કરવામાં આવે તેને પણ ઊંધી કરીને રાખવી નહીં. તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર લોઢી કે કઢાઈને સાફ કર્યા વિના પણ રાખવા નહીં. તેનો ઉપયોગ કર્યા પછી તેને તુરંત સાફ કરી દેવા.
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં પિત્તળ, તાંબા, કાંસા અને સ્ટીલના વાસણને પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. જો તમે આ વાસ્તુ નિયમોનું ઘરમાં પાલન કરો છો તો ઘણી બધી સમસ્યાઓથી બચી જાઓ છો. આ નિયમનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે