Vastu Tips: રસોડામાં તમે પાટલી અને તવાને રાખો છો ઊંધા ? તો સમસ્યાઓમાંથી ક્યારેય નહીં આવો ઊંચા કારણ કે...
Vastu Tips: રસોડા સંબંધિત કેટલીક એવી બાબતો છે જેનું ધ્યાન ન રાખવાથી જીવનમાં સમસ્યાઓ આવતી જ રહે છે. મોટાભાગના લોકો જાણતા નથી કે રસોડામાં કેટલાક વાસણ એવા હોય છે જેને યોગ્ય રીતે રાખવા જરૂરી હોય છે. જો તમે આ વાસણને યોગ્ય રીતે રાખતા નથી તો તેનાથી રાહુ સંબંધિત દોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં સમસ્યાઓ વધે છે.
Trending Photos
Vastu Tips: વાસ્તુશાસ્ત્રના નિયમ ઘરના દરેક ભાગ માટે બનાવવામાં આવેલા છે. જો આ નિયમનું પાલન કરવામાં આવે તો જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. જોકે આવું કરવું શક્ય હોતું નથી. પરંતુ તેમ છતાં જો તમારે ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવી હોય તો ઘરના રસોડાના, બેડરૂમના અને બાથરૂમના વાસ્તુના નિયમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ત્રણ જગ્યા સંબંધિત વસ્તુના નિયમનું પાલન કરશો તો તમારા ઘરમાં સુખ હંમેશા રહેશે.
ખાસ કરીને રસોડા સંબંધિત કેટલીક એવી બાબતો છે જેનું ધ્યાન ન રાખવાથી જીવનમાં સમસ્યાઓ આવતી જ રહે છે. મોટાભાગના લોકો જાણતા નથી કે રસોડામાં કેટલાક વાસણ એવા હોય છે જેને યોગ્ય રીતે રાખવા જરૂરી હોય છે. જો તમે આ વાસણને યોગ્ય રીતે રાખતા નથી તો તેનાથી રાહુ સંબંધિત દોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં સમસ્યાઓ વધે છે.
આ પણ વાંચો:
રસોડાના વાસણ સંબંધિત નિયમોની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય પણ તવા અને કઢાઈ જેવા વાસણને ઊંધા કરીને રાખવા જોઈએ નહીં. જો તમે પણ આ ભૂલ કરતા હોય તો આજથી જ બંધ કરી દો. આ વાસણની ઊંધા કરીને રસોડામાં રાખવાથી રાહુ દોષ લાગે છે.
આ ઉપરાંત ખરાબ થયેલા વાસણને સાફ કર્યા વિના ક્યારે રાખવા નહીં. ઘણા સમયથી જે વાસણનો ઉપયોગ ન થયો હોય તેમાં ભોજન બનાવવું હોય તો સૌથી પહેલાં તેને સાફ કરવું.
રસોડામાં જે જગ્યાએ તમે ભોજન બનાવતા હોય તેની જમણી તરફ કઢાઈ અને તવા જેવા વાસણ રાખવા જોઈએ. આ સિવાય જ્યારે તમે તેનો ઉપયોગ કરવા માટે તેને ચૂલા પર ચઢાવો ત્યારે પહેલા તેમાં થોડું મીઠું નાખી દેવું. જ્યારે તમે રસોઈ બનાવી લો છો તો બનાવેલા ભોજનને ગેસ ઉપર ક્યારેય રાખી ન મુકો. કઢાઈ અને તવાને ઉપયોગમાં લીધા પછી હંમેશા ગેસ પરથી નીચે ઉતારી લેવા જોઈએ.
ઘણા લોકો ગરમ તવો અને કઢાઈ સાફ કરવા માટે ઉતાવળ કરે છે અને તે ગરમ હોય ત્યારે જ તેમાં પાણી છાંટીને તેને ઠંડો કરી નાખે છે. આવી ભૂલ ક્યારેય કરવી નહીં. કોઈપણ વાસણ હોય તો તેને પહેલા ઠંડુ થવા દેવું અને પછી જ તેના ઉપર પાણી છાંટવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે