મોદી કેબિનેટમાં ધરખમ ફેરફારની શક્યતા, દક્ષિણના આ સુપરસ્ટારને મળી શકે છે જગ્યા

Modi Cabinet News: 2024ની લોકસભા ચૂંટણી પહેલા સરકાર અને પાર્ટીમાં ભાજપ મોટા પાયે ફેરફાર કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સાઉથના એક સુપરસ્ટારને મોદી કેબિનેટમાં જગ્યા મળી શકે છે.

મોદી કેબિનેટમાં ધરખમ ફેરફારની શક્યતા, દક્ષિણના આ સુપરસ્ટારને મળી શકે છે જગ્યા

Modi Cabinet News: 2024ની લોકસભા ચૂંટણી પહેલા સરકાર અને પાર્ટીમાં ભાજપ મોટા પાયે ફેરફાર કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સાઉથના એક સુપરસ્ટારને મોદી કેબિનેટમાં જગ્યા મળી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાની બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના આવાસે થયેલી મુલાકાત બાદ કેબિનેટ ફેરબદલની અટકળો તેજ થઈ છે. 

પાર્ટીના ટોચના સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે અને કહ્યું કે કેન્દ્રીય મંત્રીમંડળની સાથે સાથે પાર્ટીમાં પણ ફેરબદલની ચર્ચા ચાલી રહી છે. આગામી લોકસભા ચૂંટણી નજીક હોવાના કારણે કેટલાક મંત્રીઓને પાર્ટીમાં કેટલાક પદ આપવામાં આવશે. જ્યારે કેટલાકને સરકારમાં સામેલ કરવામાં આવી શકે છે. 140 સભ્યોની કરળ વિધાનસભામાં ભાજપ પાસે એક પણ વિધાયક નહીં હોવાના કારણે 2024ની લોકસભા ચૂંટણી પાર્ટી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. 

સુરેશ ગોપીએ શું કહ્યું?
 એવું માનવામાં આવી રહ્યું છે કે મલિયાલમ સુપરસ્ટાર સુરેશ ગોપીને મોદી કેબિનેટમાં જગ્યા મળી શકે છે. પૂરી સંભાવના છે કે સુરેશ ગોપી સતત બીજીવાર ત્રિશુરથી ચૂંટણી લડશે. ગોપી હાલ 65 વર્ષના થયા છે. તેઓ પોતાના રાજનીતિક ભવિષ્યના સવાલ પર ચૂપ્પી સાંધી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપે મારામાં રોકાણ કર્યું છે અને આથી પાર્ટી મને જે કહેશે તે હું કરવા માટે તૈયાર છું. 

ગોપીને 2014માં પ્રધાનમંત્રી પદના નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રાજ્યસભા મોકલવામાં આવ્યા. તેમનો કાર્યકાળ ગત વર્ષે પૂરો થયો અને જ્યારે પણ કોઈ ફેરબદલની ખબર આવે છે ત્યારે અટકળો તેજ થાય છે કે ગોપી એક છૂપા રુસ્તમ સાબિત થશે. 

(એજન્સી આઉટપુટ સાથે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news