Lizards: જાણો શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું ગણાય છે શુભ અને કયા અંગ પર અશુભ

Lizard Falls: જો ઘરમાં ગરોળી દેખાય તો ઘણા લોકો ડરી જાય છે. જ્યારે શરીર પર પડે તો શું કહેવું. ઘર આખામાં બુમાબુમ થઈ જાય... પરંતુ આજે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણીને તમે ગરોળીથી ગભરાશો નહીં. કારણ કે ગરોળીનું શરીર પર પડવું તે નસીબ ખુલવાનો સંકેત પણ હોય શકે છે. 

Lizards: જાણો શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું ગણાય છે શુભ અને કયા અંગ પર અશુભ

Lizard Falls: ઘણીવાર એવું થાય કે છત પર ફરતી ગરોળી અચાનક તમારા શરીરના કોઈ અંગ પર પડી જાય છે. આમ થાય ત્યારે સૌથી પહેલા તો રાડ જ નીકળી જાય અને પછી વિચાર આવે કે ગરોળીનું શરીરના આ અંગ પર પડવું શુભ છે કે અશુભ? જો તમને પણ ખબર નથી કે શરીરના કયા અંગ પર ગરોળી પડે તો તેનું શુભ પરિણામ મળે છે અને કયા અંગ પર અશુભ સંકેત તો ચાલો તમને આજે આ અંગે જાણકારી આપીએ. ગરોળી શરીરના કેટલાક અંગ પર પડે કે ચઢે તો તે ભવિષ્યમાં થનાર લાભનો સંકેત હોય છે. 

આ પણ વાંચો:

જ્યોતિષ ગ્રંથ મુહૂર્ત માર્તંડ મુજબ પેટ, નાભિ, છાતી અને દાઢી સિવાય શરીરના કપાળ સુધીના કોઈપણ ભાગ પર ગરોળી પડવી તે સ્ત્રી અને પુરુષ બંને માટે શુભ છે. પુરુષોના જમણા ભાગ અને સ્ત્રીના ડાબા ભાગ પર ગરોળીનું પડવું સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે, પરંતુ બીજી તરફ પુરુષોના ડાબા ભાગ અને સ્ત્રીઓના જમણા ભાગ પર ગરોળી પડવાનું પરિણામ અશુભ માનવામાં આવે છે.

સામાન્ય રીતે આવું થતું નથી, છતાં ગરોળીનું શરીર પર ચડવું અને પડવાનું પરિણામ પણ એવું જ વર્ણવવામાં આવ્યું છે. શરીરની જમણી બાજુએ પડીને જો ગરોળી ડાબી બાજુથી નીચે આવે તો તેને દોષ માનવામાં આવતો નથી. આ બંને લોકો (સ્ત્રી, પુરુષ) ને લાગુ પડે છે.

આ પણ વાંચો:

ગરોળી માથા પર પડે તો સત્તા પ્રાપ્ત થાય છે. તમે જ્યાં કામ કરો છો ત્યાં પ્રમોશન મેળવીને તમે સત્તા મેળવી શકો છો અથવા તમે અધિકારીના પદ સુધી પહોંચી શકો છો. જો જમણા કાન પર ગરોળી પડે તો દાગીના મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.

વાળના છેલ્લા ભાગમાં ગરોળી પડી જાય તો મૃત્યુ જેવી પીડા મળે છે. ચહેરાના આગળના ભાગ પર ગરોળી પડવી શુભ હોય છે અને તે સ્થાન લાભદાયક હોય છે. તમે કોઈપણ જમીન કે મકાન ફ્લેટ વગેરે લઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news