આવનારા 6 દિવસમાં આ 3 રાશિવાળા થશે માલામાલ! ગજકેસરી યોગ તમારા માટે બનશે વરદાન, પૈસાનો વરસાદ કરશે
મનના કારક ચંદ્રમા અને ધનના કારક ગ્રહ ગુરુના મિલનથી ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આમ તો આ યોગની નકારાત્મક અસર કેટલીક રાશિઓ પર પડશે પરંતુ ત્રણ રાશિઓ એવી પણ છે જેમના માટે ગજકેસરી યોગ કોઈ વરદાનથી કમ નહીં હોય. જાણો વિગતો...
Trending Photos
દરેક ગ્રહ સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેની સીધી અસર મનુષ્યના જીવન પર પડે છે. ગ્રહોની ચાલ બદલાવવાથી શુભ અને અશુભ યોગોનું નિર્માણ થાય છે. જેનો પ્રભાવ પણ દરેક રાશિના જાતકોના જીવન પર જોવા મળે છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા વૃષભ રાશિમાં ચંદ્રમા અને ગુરુ ગ્રહની યુતિ થશે જેના પ્રભાવથી અતિશુભ ગજકેસરી યોગ બનશે. જે લોકોની કુંડળીમાં ગજકેસરી યોગનો પ્રભાવ પડે છે તેમને ધનપ્રાપ્તિની શક્યતા વધી જાય છે. સપ્ટેમ્બરમાં કયા દિવસે ગજકેસરી યોગ બનશે અને કોને કોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
ક્યારે બનશે ચંદ્રમા અને ગુરુની યુતિ
ધનના કારક ગ્રહ ગુરુ હાલ વૃષભ રાશિમાં છે. જ્યાં તેઓ આવનારા કેટલાક દિવસ સુધી બિરાજમાન રહેશે. આ બધા વચ્ચે 22 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 6.09 કલાકે ચંદ્ર દેવ વૃષભ રાશિમાં ગોચર કરશે. જેના કારણે આ રાશિમાં ચંદ્રમા અને ગુરુની યુતિ બનશે. ચંદ્રમા અને ગુરુની યુતિથી વૃષભ રાશિમાં ગજકેસરી યોગ બનશે. જે કેટલીક રાશિઓને ફાયદો કરાવશે. જાણો આ લકી રાશિઓ વિશે....
વૃષભ રાશિ
વૃષભ રાશિમાં ચંદ્રમા અને ગુરુની યુતિ આ રાશિના લોકો માટે લકી સાબિત થઈ શકે છે. યુવાઓમાં નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. જેનાથી કરિયરમાં આવી રહેલી વિવિધ પરેશાનીઓનો તેઓ ડટીને સામનો કરી શકશે. જે લોકો લાંબા સમયથી નોકરી કરે છે તેમની આવકમાં અકસ્માતે વધારો થાય તેવા પ્રબળ યોગ છે. કમાણીમાં વધારો થવાના કારણે તમે સરળતાથી અને સમય પહેલા કરજ ચૂકવી શકશો.
કર્ક રાશિ
યુવાઓને અલગ અલગ સાધનથી ધન કમાવવા મળશે. જેનો લાભ ઉઠાવવા પર કર્ક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. નોકરીયાતોના કામથી તેમના બોસ અને વરિષ્ઠ અધિકારીઓ ખુશ થશે, ત્યારબાદ તેઓ તમારો પગાર વધારવા અંગે પણ વિચારી શકે છે. દુકાનદારોની કમાણીમાં આવનારા કેટલાક દિવસો સુધી વધારો કાયમ રહેશે. જેના કારણે કરજના પૈસા તમે સરળતાથી ચૂકવી શકશો.
કુંભ રાશિ
વૃષભ રાશિમાં ચંદ્રમા-ગુરુની યુતિથી બનનારો ગજકેસરી યોગ કુંભ રાશિના જાતકો માટે કોઈ મોટા ખુશખબર લઈને આવી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમનું ઓફિસમાં માન સન્માન વધશે. ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે, જેનાથી દુકાનદારોનો નફો પણ ડબલ થઈ શકે છે. પરિણીત લોકોના જીવનસાથી સાથે ચાલી રહેલો મનમોટાવ દૂર થશે. આ ઉપરાંત પરિજનોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થવાની શક્યતા છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે