કેમ કરવામાં આવે છે હવન? હવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનું શું છે મહત્વ? જાણો રસપ્રદ વાતો
હિન્દુ સંસ્કૃતિમાં દેવી-દેવતાની પૂજા અર્ચનાનું ખાસ મહત્વ હોય છે. જેમાં હવનનો વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રો મુજબ હવન કરવાના વિવિધ ફાયદા રહેલા છે.
Trending Photos
નવી દિલ્લીઃ હિન્દુ સંસ્કૃતિમાં દેવી-દેવતાની પૂજા અર્ચનાનું ખાસ મહત્વ હોય છે. જેમાં હવનનો વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રો મુજબ હવન કરવાના વિવિધ ફાયદા રહેલા છે. કોઈ પણ ધાર્મિક કાર્યમાં હવન કરવું અનિવાર્ય જેવું જ હોય છે. દેવી-દેવતા, પિતૃ, કે પછી સુખ શાંતી માટે લોકો હવન કરતા હોય છે. ચોરીના ચાર ફેરામાં પણ હવનની હાજરી જોવા મળે છે. અગ્ની દેવની સાક્ષીમાં કોઈ પણ કાર્યને સંપન્ન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો આ હવન કેમ મહત્વનું છે. તેના ફાયદા શું છે. તો આવો જાણીએ હવનના ફાયદા વિશે.
હવનથી ભાગ્યદોષ તો દૂર થતા હોય છે. પરંતુ હવન સારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ મહત્વનું છે. હવન વાતાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા ઉપરાંત, સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. હવનના ધુમાડાથી સંજીવની શક્તિનો સંચાર થાય છે. ઋગ્વેદમાં પણ ઉલ્લેખ છે કે હવનથી રોગોથી મુક્તિ મેળવી શકાય છે.
હવનમાં શેનો ઉપયોગ થાય છે-
હવનથી આરોગ્યની સાથે તેની આધ્યાત્મિક શુદ્ધતા પણ જળવાઈ રહે છે. હવન કરતા પહેલા સ્વચ્છતાની કાળજી રાખવી પડે છે. હવનમાં આંબાનું લાકડું, વેલો, લીમડો, કાલીગંજ, દેવદાર, ગુલમહોરની છાલ અને પાન, પીપરની છાલ, બોરડી, ચંદનનું લાકડું, તલ, અશ્વગંધા, કપૂર, લવિંગ, ચોખા, બેહેડા , હરડે, ઘી, સાકર, જવ, ગૂગળ, લોબાન, એલચી સહિતની વનસ્પતિનો પણ ઉપોયગ કરવામાં આવતો હોય છે.
94 પ્રકારના જીવાણુંનો થાય છે નાશ-
હવનથી વાતાવરણ શુદ્ધ થવાની સાથે સકારાત્મ ઉર્જા મળતી હોય છે. હવનમાં ગાયના છાણ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી હવનથી 94 પ્રકારના જીવાણુંઓનો નાશ થાય છે. ઘરની શુદ્ધતા અને આરોગ્ય માટે હવનનો ખુબ જ મહત્વ રહેલું છે. હવનમાં મંત્રનો જાપ કરવાથી સકારાત્મક ધ્વનિ ઉત્પન થતી હોય છે. શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે.
આંબાના લાકડાનો જ કેમ થાય છે ઉપયોગ-
હવનમાં મોટાભાગે આંબાના લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે. આંબાના લાકડાને બાળવાથી ખુબ જ સારા વાયુનો સંચાર થાય છે. આ વાયુ હવામાં રહેલા રહેલા ખતરનાક બેક્ટેરિયા અને જીવાણુનો નાશ કરી શુદ્ધ કરે છે. જે આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારણ રહે છે.
ટાઈફોઈડ જેવા રોગોને રાખે છે દૂર-
ઘણા સંશોધનમાં હવનના ધુમાડાને પણ ખુબ જ ફાયદા કારક ગણવામાં આવ્યો છે. એક સંશોધન મુજબ અડધો કલાક સુધી જો તમે હવનના ધૂમાડાના સંપર્કમાં રહો તો ટાઈફોઈડ જેવા જીવલેણ રોગો તમારાથી દૂર રહે છે. હવનના ધુમાડાથી બેક્ટેરિયાનો નાશ થાય છે જેથી હવા અને શરીરને હવન શુદ્ધ રાખે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે