કયા ભગવાનની કેટલી વખત કરવી જોઈએ પ્રદક્ષિણા? જાણો પ્રદશિણા અંગેની રોચક કહાની

કયા દેવી-દેવતાની કેટલી વખત પરિક્રમા કરવી જોઈએ,પ્રદક્ષિણાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવનું જોઈએ.મંદિરની ફરતે પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા કરવામાં આવે છે. 

કયા ભગવાનની કેટલી વખત કરવી જોઈએ પ્રદક્ષિણા? જાણો પ્રદશિણા અંગેની રોચક કહાની

ઝી બ્યૂરો, અમદાવાદઃ ખાસ કરીની હિન્દુ ધર્મમાં દેવી-દેવાતાઓનું વિશેષ મહત્વ જોવા મળે છે.જેમાં અલગ અલગ ભગવાનની અલગ અલગ માનતાનું મહત્વ હોય છે.તેવી જ રીતે પ્રદક્ષિણાનું પણ વિશેષ મહત્વ હોય છે.  કયા દેવી-દેવતાની કેટલી વખત પરિક્રમા કરવી જોઈએ,પ્રદક્ષિણાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવનું જોઈએ.મંદિરની ફરતે પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા કરવામાં આવે છે. 

No description available.

પ્રદક્ષિણાની શરૂઆત વિષે વાત કરીએ તો આ પ્રથા અતિ પ્રાચીન છે. પ્રદક્ષિણા ષોડશોપચાર પૂજાનું એક અંગ હોય છે.એવું માનવામાં આવે છે કે પ્રદક્ષિણા કરવાની શરૂઆત ત્યારથી થઇ જયારે ભગવાન ગણેશ અને કાર્તિકેયે પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરી હતી.ત્યારે આજે તમને જણાવીશું કે પ્રદક્ષિણા કેટલા પ્રકારની હોય અને શું ધ્યાન રાખવું જોઈએ. 

પ્રદક્ષિણામાં શું ધ્યાન રાખશો 
મંદિરમાં કોઈ દેવતાની પ્રદક્ષિણા કરવા અંગે ભક્તોની શ્રદ્ધા જોડાયેલી હોય છે.જેથી પ્રદક્ષિણા કરવા સમયે ધ્યાન રાખવું જોઈએ કે પ્રદક્ષિણા કરનાર વ્યક્તિના જમણા અંગ દેવી-દેવતા તરફ હોવા જોઈએ. 

કયા દેવી-દેવતાની કેટલી વાર પ્રદક્ષિણા કરવી જોઈએ
ભગવાન ભોલેનાથની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ.જ્યારે માં દુર્ગાની એક વાર પ્રદક્ષિણા કરવી,સંકટ મોચન હનુમાન અને ભગવાન ગણેશની પ્રદક્ષિણા ત્રણ વાર કરવી જોઈએ.જ્યારે ભગવાન વિષ્ણુ અને સૂર્ય દેવતાની પ્રદક્ષિણા ચાર વખત કરવી,પીપળાના ઝાડની 108 વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. 

દેવ મંદિરની પ્રદક્ષિણા 
દેવ મંદિરની પ્રદક્ષિણાનું વશેષ મહત્વ હોય છે.આ પ્રકારની પ્રદક્ષિણામાં જગન્નાથ પુરી, રામેશ્વર, તિરુવન્નમલ અને તિરુવનંતપુરમ દેવ મંદિરોમાં કરવામાં આવે છે. 

દેવ મૂર્તિની પ્રદક્ષિણા 
દેવ મૂર્તિની પ્રદક્ષિણાં મંદિરની નહીં ભગવાનની મૂર્તિની પરિક્રમા કરવામાં આવે છે.જેમાં ભગવાન શિવ, માં દુર્ગા, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ અને કાર્તિકેય, હનુમાનજી સહિતના ભગવાનોની પરિક્રમાં જોવા મળે છે. નદીની પ્રદક્ષિણા મંદિર અને મર્તિ સહિત નદીની પણ પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે.આ પ્રકારની પ્રદક્ષિણામાં નદીઓની ફરતે પ્રદક્ષિણા કરવામાં આવે છે ગંગા, સરયૂ, નર્મદા, ગોદાવરી, કાવેરી સહિતની અનેક નદીની પરિક્રમાની પરંપરા જોવા મળે છે. 

ઝાડની પ્રદક્ષિણા 
મંદિર મૂર્તિ અને નદી સાથે કેટલા વૃક્ષોની પણ પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે.જેમાં પીપળા અને વડના વૃક્ષની પ્રદક્ષિણા કરવામાં આવે છે. 

તીર્થ સ્થળની પ્રદક્ષિણા 
આ પ્રકારની પ્રદક્ષિણામાં કોઈ તીર્થ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે. જેમ કે અયોધ્યા, ઉજ્જૈન, પ્રયાગ રાજ, ચોર્યાસી કોષ સહિતના સ્થલે પ્રદક્ષિણા કરવામાં આવે છે. ચારધામની પ્રદક્ષિણા અથવા યાત્રા : આ પ્રકારની પ્રદક્ષિણામાં ચાર ધામની યાત્રા કરવામાં આવે છે. 

ભારત ખંડની પ્રદક્ષિણા  
આ પ્રકારની પ્રદક્ષિણામાં આખા ભારતની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ પ્રદક્ષિણા સંન્યાસી અને સાધુ લોકો કરે છે. 

પર્વતની પ્રદક્ષિણા 
આ પ્રકારની પ્રદક્ષિણામાં પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. જેમા ગોવર્ધન, ગિરનાર, કામદગિરી સહિતના પર્વતની પરિક્રમાની પરંપરા જોવા મળે છે. 

લગ્નમાં કરવામાં આવતી પ્રદક્ષિણા 
આ પ્રકારની પ્રદક્ષિણામાં લગ્નના સમયે વર અને કન્યા અગ્નિની ચારેય તરફ 7 વાર પ્રદક્ષિણા કરે છે. અગ્નિની પ્રદક્ષિણા પછી જ લગ્નને સંપન્ન માનવામાં આવે છે. 

વિદેશોમાં પણ છે પ્રદક્ષિણાની પરંપરા 
ફક્ત ભારતમાં જ નહીં પણ પ્રદક્ષિણાની આ પ્રથા દુનિયાના ઘણા ધર્મોમાં છે. જેમાં કાબામાં કરવામાં આવતી પ્રદક્ષિણા અને બોધ ગયામાં કરવામાં આવતી પ્રદક્ષિણા સહિત અનેક પરંપરા જોવા મળે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news