ગમે તે બાબાના દરબારમાં અરજી લગાવો, દિવાળી સુધી નહીં પડે મેરેજનો મેળ! લટકી જશે લગનની વાત

હવે 5 મહિના સુધી લટકી પડશે લગ્નની વાત! ગરબા રમી, ફટાકડા ફોડીને નવરા થશો તોય નહીં પડે લગનનો મેળ! જૂન મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આ મહિનામાં તમને ચારેય તરફ લગ્નસરાની મૌસમ જામેલી દેખાઈ રહી હશે. પણ હવે એમાંય ગણાય ગાંઠ્યા 11 લગ્ન મુહૂર્ત જ વધ્યાં છે. પછી તો આ મહિનો પણ કોરો જશે. 

ગમે તે બાબાના દરબારમાં અરજી લગાવો, દિવાળી સુધી નહીં પડે મેરેજનો મેળ! લટકી જશે લગનની વાત

ઝી બ્યૂરો, અમદાવાદઃ લગ્નની રાહ જોઈને બેસેલાં લોકો માટે આ સમાચાાર દુઃખ દાયક છે. કારણકે, આગામી 5 મહિના સુધી હવે નહીં પડે લગ્નનો મેળ. લગ્નની રાહ જોઈને બેઠેલાં મુરતિયાઓએ હવે જોવી પડશે પાંચ મહિના સુધી રાહ. આગામી પાંચ મહિના સુધી લગ્નનું કોઈ મુહૂર્ત નથી. ઉલ્લેખનીય છેકે, આ વર્ષે આ વર્ષે ચાતુર્માસ પણ પાંચ મહિનાનો છે. લગ્નસરાની સિઝન હાલ પુર જોશમાં ચાલી રહી છે. પણ આગામી પાંચ મહિના સુધી લગ્નની કોઈ તારીખો નહીં મળી શકે. લગ્ન માટે હવે તમારે જોવી પડશે રાહ.

જૂન મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આ મહિનામાં તમને ચારેય તરફ લગ્નસરાની મૌસમ જામેલી દેખાઈ રહી હશે. પણ હવે એમાંય ગણાય ગાંઠ્યા 11 લગ્ન મુહૂર્ત જ વધ્યાં છે. પછી તો આ મહિનો પણ કોરો જશે. પછી તો એવો દુકાળ પડશે કે સિદ્ધુ આગામી 5 મહિના સુધી લગ્નની વાત તો તમારે ભુલી જ જવી પડશે. 

ઉલ્લેખનીય છેકે, આપણાં હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે ચાતુર્માસ પાંચ મહિનાનો છે. હવે જૂન માસમાં માત્ર ૧૧ લગ્ન મુહૂર્ત વધ્યાં છે. લગ્નસરા માટેનો આ છેલ્લો મહિનો છે. તે પછી પાંચ માસનો વિરામ લાગશે. દિવાળી પછી દેવઊઠી એકાદશીથી લગ્નસરાની નવીસિઝન શરૂ થશે. હવે પછી એટલેકે, જૂન પછીનું લગ્નનું નવું મુહૂર્ત સુધી 27 નવેમ્બરે પહેલું મુહૂર્ત છે.

તા. ૨૯મી જૂને દેવપોઢી એકાદશીથી હિન્દુ ચાતુમાર્સની શરૂઆત થતાં જ સતત પાંચ મહિના સુધી લગ્નો માટે કોઈ ત્યાર બાદ દિવાળી પછી દેવઉઠી એકાદશીથી લગ્નસરાની નવી મોસમ જામશે. તા. ૨૭ નવેમ્બરે લગ્નનું પહેલું મૂહર્ત રહેશે. હિન્દુ પંચાગ પ્રમાણે સામાન્યપણે ચાતુર્માસ, ધનારક કમૂરતા, મીનારક કમૂરતા, ગુરુ અને શુક્રનો અસ્ત હોળાષ્ટક એમ છ સંયોગ વેળાએ શુભ કાર્યો કે લગ્ન લેવાતા નથી. આ દિવસો દરમિયાનલગ્નકાર્યો વર્જિત માનવામાં આવે છે, જેના પગલે હવે વર્તમાન જૂન માસમાં માત્ર 11 લગ્નમૂહર્ત ઉપલબ્ધ છે. ત્યારબાદ તા. ૨૯ જૂનથી ચાતુર્માસનો વિધિવત પ્રારંભ થશે. 

જૂન માસમાં ક્યારે ક્યારે છે લગ્નનું મુહૂર્ત?
હિન્દુ પંચાગ અનુસાર વર્તમાન જૂન માસમાં તા. ૩. ૬, ૭, ૮, ૧૧, ૧૨, ૧૩ ૨૩, ૨૭, ૨૮ અને 29 એમ લગ્ન માટે 11 મુહૂર્ત જ બચ્યાં છે.  એમ વિવિધ ૧૧ લગ્નમૂહર્ત ઉપલબ્ધ છે. જો કે તા. ૩, 6,7, 8 નુ મુહુર્ત વિતી ગયું છે. આ દિવસો દરમિયાન લગ્નકાય સહીતના અન્ય શુભ કાર્યો લઈ શકાશે. જો કે ત્યાર બાદ તા. ૨૯ જૂનના રોજ દેવપોઢી-દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં પોઢી જતાં હોઈ દિવાળી પછી આવતી દેવઉઠી એકાદશી સુધી ચાતુમાસ ઉજવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news