300 વર્ષ બાદ મહાશિવરાત્રી પર સર્જાશે દુર્લભ સંયોગ, આ લોકોના જીવનમાં થશે અચ્છે દિન કી શરૂઆત

Mahashivratri 2024 Shubh Yog: આ વર્ષે મહાશિવરાત્રી પર્વ પર ઘણા શુભ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. 8 માર્ચના રોજ ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિના લીધે 5 રાશિવાળા લોકોના જીવનમાં અચ્છે દિનની શરૂઆત થઇ શકે છે. 

300 વર્ષ બાદ મહાશિવરાત્રી પર સર્જાશે દુર્લભ સંયોગ, આ લોકોના જીવનમાં થશે અચ્છે દિન કી શરૂઆત

Mahashivratri 2024 Rashifal: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિ મુખ્ય તહેવારોમાંથી એક છે. દર વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓના અનુસાર મહાશિવરાત્રિના રોજ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ સાથે જ આ દિવસે જ્યોતિર્લિંગ પ્રકટ થયા હતા. પંચાગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ શુક્રવારે આવી રહી છે.

આ દિવસે ઘણા શુભ યોગોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. મહાશિવરાત્રિના દિવસે પ્રદોષ વ્રત પણ આવે છે. શુક્રવારના દિવસે પ્રદોષ હોવાના કારણે આ શુક્ર પ્રદોષ હશે. સાથે જ શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ પ્રકારે મહાશિવરાત્રિનો ઉપવાસ રાખવાથી અને પૂજા કરવાથી 3 વ્રત રાખવા જેટલું ફળ મળશે. 

મહાશિવરાત્રિ 2024 પર શુભ યોગ
જ્યોતિષની નજરથી મહાશિવરાત્રિ પર ગ્રહ-નક્ષત્રોની એકદમ શુભ સ્થિતિ રહેશે. 8 માર્ચના રોજ કુંભ રાશિમાં સૂર્ય, શનિ અને શુક્ર મળીને ત્રિગ્રહી યોગ બનાવશે. તો બીજી તરફ મહાશિવરાત્રિના એક દિવસ પહેલાં 7 માર્ચના રોજ બુધ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે એટલે કે 7 માર્ચે મંગળ ગોચર કરીને મકર રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહોની આવી સ્થિતિનું મહાશિવરાત્રિ પર શુભ સંયોગ લગભગ 300 વર્ષ બાદ બની રહ્યો છે. આ સ્થિતિ 5 રાશિવાળા માટે એકદમ શુભ રહેશે. 

મહાશિવરાત્રિ પર ચમકશે આ રાશિવાળાની કિસ્મત

મેષઃ 
મેષ રાશિના લોકોને મોટો ફાયદો મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ સફળ થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થઈ શકે છે. પૈસાની આવક સારી રહેશે.

વૃષભઃ 
વૃષભ રાશિના લોકોના અટકેલા કામ હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે. તમને કામમાં સફળતા મળશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને આર્થિક લાભ મળશે. અંગત જીવનમાં ખુશીઓ આવશે.

તુલાઃ
તુલા રાશિના લોકો ખૂબ જ પ્રસન્ન અને સંતોષ અનુભવશે. તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે. આત્મવિશ્વાસ વધશે. સંપત્તિમાં વધારો થશે. કરિયરમાં તમને સફળતા મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે.

મકર
મહાશિવરાત્રિ મકર રાશિના લોકો માટે અંગત અને વ્યવસાયિક જીવનમાં શુભ હોઈ શકે છે. તમારી વર્તમાન નોકરીમાં પ્રમોશન અથવા નવી નોકરી મળવાની સંભાવના છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને લવ પાર્ટનર મળશે.

કુંભ: 
કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે જે ભારે લાભ આપશે. જૂના રોકાણથી લાભ થશે. તમે મિલકત અથવા વાહન ખરીદી શકો છો. ઘરમાં સુખ-શાંતિ રહેશે. વેપારી લોકોને ફાયદો થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news