Rahu Gochar 2023: માયાવી ગ્રહ રાહુ આ રાશિવાળાઓ પર અઢળક કૃપા વરસાવશે, ઓક્ટોબર સુધી ચાંદી જ ચાંદી!
Rahu ka Rashi Parivartan 2023: શનિ બાદ રાહુ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ મનાય છે. તે લગભગ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. રાહુએ 12 એપ્રિલ 2022ના રોજ સવારે 11.58 વાગે મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હજુ પણ તે આ જ રાશિમાં ભ્રમણ કરે છે અને અહીં 30 ઓક્ટોબર 2.13 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ તે ગુરુના સ્વામિત્વવાળી મીન રાશિમાં જશે. આમ તો રાહુ અને કેતુ મુખ્ય ગ્રહ ગણાતા નથી. તેમને છાયા ગ્રહની સંજ્ઞા મળેલી છે
Trending Photos
Rahu ka Rashi Parivartan 2023: શનિ બાદ રાહુ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ મનાય છે. તે લગભગ દોઢ વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. રાહુએ 12 એપ્રિલ 2022ના રોજ સવારે 11.58 વાગે મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હજુ પણ તે આ જ રાશિમાં ભ્રમણ કરે છે અને અહીં 30 ઓક્ટોબર 2.13 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ તે ગુરુના સ્વામિત્વવાળી મીન રાશિમાં જશે. આમ તો રાહુ અને કેતુ મુખ્ય ગ્રહ ગણાતા નથી. તેમને છાયા ગ્રહની સંજ્ઞા મળેલી છે. રાહુ હંમેશા ખરાબ ફળ નથી આપતો. જ્યારે તે કોઈ જાતકની કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય છે ત્યારે તે તેમને સફળતાના આસમાને પહોંચાડે છે. મેષ રાશિમાં રાહુના રહેવાથી કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ થશે. જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ....
કુંભ રાશિ
આ રાશિની ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં રાહુ બેઠો છે. આથી આ લોકોનો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે. કારોબારમાં આગળ વધવા માટે નવા નવા તરીકા અપનાવવાથી ફાયદો થશે. આ ઉપરાંત નોકરીમાં બદલાવની પણ સંભાવના દેખાઈ રહી છે.
વૃશ્ચિક
ગોચર કર્યા બાદ વૃશ્ચિક રાશિના છઠ્ઠા ભાવમાં રાહુ આવીને બિરાજમાન થયો છે. આથી તમને જોબની શાનદાર ઓફર મળી શકે છે. પરફોર્મન્સ જોતા પ્રમોશનની સાથે સાથે ઈન્ક્રિમેન્ટ પણ મળી શકે છે. પરંતુ હેલ્થને લઈને સાવધાન રહો.
સિંહ રાશિ
રાહુ સિંહ રાશિના 10માં ભાવમાં બેઠો છે. આથી નોકરીમાં તમને ખુબ ફાયદો થશે. તમે દરેક ટાર્ગેટ સરળતાથી મેળવશો. પરિવાર સાથે સારો સમય વિતાવશો. મુસાફરી પર જવાથી ખર્ચ વધુ થઈ શકે છે. ખરાબ પ્રભાવથી બચવા માટે શિવલિંગ પર જળાભિષેક કરો.
કર્ક રાશિ
કર્ક રાશિવાળાને પણ કર્મ ભાવ એટલે કે 10માં ભાવમાં રાહુ બેઠો છે. આ સમયગાળામાં કર્ક રાશિના જે પણ જાતકો હશે તેઓ ઈચ્છા અનુસાર કામ કરશે. તેમા આર્થિક લાભ મેળવશે. જો નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો વધુ ફાયદો થશે. આઈટી સેક્ટરવાળાને આ સમયગાળામાં ચાંદી જ ચાંદી છે. કારોબારમાં નફો કમાઈ શકો છો. આ ઉપરાંત બીમારીઓ પણ દૂર રહેશે. કૂતરાને દૂધ અને રોટલી ખવડાવવાથી ફાયદો થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે