Guru Purnima: આ વર્ષે ગુરુ પૂર્ણિમા હશે વિશેષ ફળદાયી...કોને થશે લાભ? જાણો બની રહ્યો છે ખાસ યોગ

આ વર્ષે  ગુરુ પૂર્ણિમા પર ખાસ યોગ બની રહ્યો છે. એટલે જ આ પૂર્ણિમા વિશેષ ફળદાયી રહેશે. જાણો ક્યો યોગ બનાવી રહ્યો છે આ ગુરુ પૂર્ણિમાને ખાસ.

Guru Purnima: આ વર્ષે ગુરુ પૂર્ણિમા હશે વિશેષ ફળદાયી...કોને થશે લાભ? જાણો બની રહ્યો છે ખાસ યોગ

નવી દિલ્લીઃ દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું ખાસ મહત્વ હોય છે. અજ્ઞાન રૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર વ્યક્તિ એટલે ગુરુ. અને જીવનને સાર્થક કરનાર ગુરુનું ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસનું આમ તો ખૂબ જ મહત્વ છે પણ વર્ષ 2022ની ગુરુ પૂર્ણિમા વિશેષ યોગ બનતો હોવાના કારણે ખાસ છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા પર રાજયોગ બને છે. જે તેને ખાસ બનાવે છે.

ગુરુ પૂર્ણિમા પર રાજયોગ:
અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેમની તિથિના ઉપલક્ષમાં આ તિથિને દર વર્ષે ગુરુ પૂર્ણિમા તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ પર ગ્રહો અને નક્ષત્રોનો ખાસ યોગ બની રહ્યો છે. ગુરુ પૂર્ણિમા પર રૂચક, ભદ્ર, હંસ અને શશ નામના ચાર રાજયોગ બની રહ્યા છે. આ સિવાય વર્ષો બાદ સૂર્ય-બુધની યુતિથી આ દિવસે બુદ્ધાદિત્ય યોગ બની રહ્યો છે. જેથી આ ગુરુપૂર્ણિમાને રાજયોગ વાળી કહેવામાં આવી રહી છે.

ગુરુ પૂર્ણિમાનું મહત્વ:
ગુરુ પૂર્ણિમાનું ન માત્ર ધાર્મિક પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ મહત્વ છે. આ દિવસે રાજગોયગ બની રહ્યો હોવાથી અતિશય શુભ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે તમે દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહની પૂજા કરી શકો છો. ખાસ કરીને જેમની કુંડળીમાં ગુરુ ગ્રહ પ્રતિકૂળ સ્થિતિમાં હોય તેમણે ગુરુની પૂજા કરવી જોઈએ. જે લોકોના લગ્ન થવામાં વારંવાર પરેશાની આવી રહી હોય તેઓ પણ આ દિવસે ગુરુની પૂજા કરે તો વિશેષ ફળ મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news