ગુરૂવારે બનશે દુર્લભ ગુરૂ પુષ્ય યોગનો સંયોગ, સોનું ખરીદી ચમકાવો ભાગ્ય, ક્યારેય ધન ખુટશે નહીં, જુઓ શુભ મુહૂર્ત

guru pushya yoga 2023 date: એપ્રિલ 2023ના અંતિમ સપ્તાહમાં અમૃત સિદ્ધિ યોગની સાથે દુર્લભ ગુરૂ પુષ્ય યોગ બની રહ્યો છે. આ ગુરૂ પુષ્ય યોગ 27 એપ્રિલના દિવસે ગુરૂવારે બની રહ્યો છે. ગુરૂ પુષ્ય યોગમાં ખરીદવામાં આવેલ સોનું કે અન્ય સંપત્તિ હંમેશા સ્થાયી રહે છે. 

ગુરૂવારે બનશે દુર્લભ ગુરૂ પુષ્ય યોગનો સંયોગ, સોનું ખરીદી ચમકાવો ભાગ્ય, ક્યારેય ધન ખુટશે નહીં, જુઓ શુભ મુહૂર્ત

નવી દિલ્હીઃ એપ્રિલ 2023ના અંતિમ સપ્તાહમાં અમૃત સિદ્ધિ યોગની સાથે દુર્લભ ગુરૂ પુષ્ય યોગ બની રહ્યો છે. આ ગુરૂ પુષ્ય યોગ 27 એપ્રિલ ગુરૂવારે બની રહ્યો છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરૂ પુષ્ય યોગમાં ખરીદવામાં આવેલું સોનું કે અન્ય સંપત્તિ હંમેશા સ્થાયી રહે છે, તેમાં કોઈ કમી આવતી નથી. આ કારણે ગુરૂ પુષ્ય યોગમાં લોકો સોનું, ચાંદી મકાન કે અન્ય કોઈ વસ્તુ ખરીદે છે, જેથી તે ધન-સંપત્તિ સ્થાયી રહે, જેમાં ક્યારેય કમી આવે નહીં. આ દિવસે તમે જે કાર્યો કરશો તેમાં સફળ થશો અને સફળતા સ્થાયી રહેશે. 

ક્યારે બને છે ગુરૂ પુષ્યો યોગ?
જ્યોતિષીએ જણાવ્યું કે ગુરૂવારના દિવસે પુષ્ય નક્ષત્રનો યોગ બને છે તો તે દિવસે દુર્લભ ગુરૂ પુષ્ય યોગ બને છે. આ દુર્લભ એટલા માટે છે કારણ કે વર્ષમાં આ ખુબ ઓછું જોવા મળે છે, જ્યારે ગુરૂ પુષ્ય યોગ બને. 

ગુરૂ પુષ્ય યોગમાં શું ખરીદો?
ગુરૂ પુષ્ય યોગમાં તમે આભૂષણ, રત્ન, સોના, ચાંદી, જમીન, ભવન કે અન્ય પ્રોપર્ટી ખરીદી શકો છો. શ્રીયંત, પારદ શિવલિંગ તથા શ્વેતાર્ક ગણપતિની મૂર્તિ ખરીદી પૂજા કરી શકો છો. તે તમારા માટે સૌભાગ્યશાળી હશે. આ દિવસે તમે જે કાર્યો કરશો, તેમાં તમને સફળતા મળશે. 

ક્યારે છે ગુરૂ પુષ્ય યોગ 2023?
ગુરૂ પુષ્ય યોગ 27 એપ્રિલ સવારે 7 કલાકથી બીજા દિવસે એટલે કે 28 એપ્રિલે સવારે 5 કલાક 6 મિનિટ સુધી છે. આ દિવસે વૈશાખ શુદ સાતમ છે. 27 એપ્રિલે સવારે 7 કલાક સુધી પુનર્વસુ નક્ષત્ર છે અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. પુષ્ય નક્ષત્રના પ્રારંભ થવાની સાથે ગુરૂ પુષ્ય યોગ બની રહ્યો છે. 

27 એપ્રિલે બનશે અન્ય શુભ યોગ
અમૃત સિદ્ધિ યોગઃ સવારે 7 કલાકથી લઈને આગામી દિવસે સવારે 5.6 કલાક સુધી.
સ્વાર્થ સિદ્ધિ યોગઃ દિવસભર
ગુરૂ પુષ્ય યોગઃ સવારે 7 કલાકથી લઈને બીજા દિવસે સવારે 05:06 કલાક સુધી. 

ગુરૂ પુષ્ય યોગ 2023માં સોનું ખરીદવાનું મુહૂર્ત
ગુરૂ પુષ્ય યોગના દિવસે તમે સોનું કે અન્ય કિંમતી વસ્તુઓની ખરીદી ગુરૂ પુષ્ય યોગના પ્રારંભના સમયથી લઈને દિવસભર કરી શકો છો. જો કે ગુરુ પુષ્ય યોગના દિવસે બપોરના સમયે ભાદ્રા પણ મનાવવામાં આવી રહી છે. 22 એપ્રિલે ભદ્રા બપોરે 01:38 થી મોડી રાત્રે 02:49 સુધી છે. આ કિસ્સામાં, જો તમે ઇચ્છો તો, ભદ્રા મુક્ત સમય દરમિયાન એટલે કે ભદ્રા પહેલા ખરીદી કરો.

27 એપ્રિલ 2023 ના દિવસના ચોઘડિયા
શુભ સમય: સવારે 05:07 થી 06:45 સુધી
ચાર-સામાન્ય મુહૂર્ત: સવારે 10:00 થી 11:38 સુધી
લાભ-ઉન્નતિ મુહૂર્ત: 11:38 AM થી 01:16 PM
અમૃત - શ્રેષ્ઠ સમય: 01:16 PM થી 02:53 PM
શુભ સમય: 04:31 PM થી 06:09 PM

27 એપ્રિલ 2023 રાત્રી કા ચોઘડિયા
અમૃત - શ્રેષ્ઠ સમય: 06:09 PM થી 07:31 PM
ચાર-સામાન્ય મુહૂર્ત: સાંજે 07:31 PM થી 08:53 PM
લાભ-ઉન્નતિ મુહૂર્ત: 11:38 PM થી 01:00 AM, 28 એપ્રિલ
શુભ સમય: 02:22 am થી 03:44 am, 28 એપ્રિલ
અમૃત - શ્રેષ્ઠ સમય: સવારે 03:44 થી 05:06, એપ્રિલ 28

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news