Lunar Eclipse 2020: ચંદ્ર ગ્રહણની આ રાશિઓ પર પડી શકે છે ખરાબ અસર, સંબંધોમાં આવી શકે છે ખટાસ
5 જૂન આજે ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2020) સર્જાઇ રહ્યું છે. જેનો સમય ગાળો 3 કલાક 18 મિનિટનો હશે. આ વર્ષે 2020નું બીજું ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse June 2020) છે.
Trending Photos
નવી દિલ્હી: 5 જૂન આજે ચંદ્ર ગ્રહણ (Chandra Grahan 2020) સર્જાઇ રહ્યું છે. જેનો સમય ગાળો 3 કલાક 18 મિનિટનો હશે. આ વર્ષે 2020નું બીજું ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse June 2020) છે. આ પહેલાં 10 જાન્યુઆરીના રોજ ચંદ્ર ગ્રહણ થયું હતું. 5 જૂનથી શરૂ થનાર ગ્રહણ ઉપચ્છાયા ચંદ્ર ગ્રહણ હશે. જેનો અર્થ એ છે કે ચંદ્રમા પર માત્ર એક આછો પડછાયો પડશે. જાણો તમારી રાશિ પર શું અસર પડશે, આ રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન...
મેષ:
પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન આપો. મનમાં કોઇપણ પ્રકારનો તણાવ આવી શકે છે પરંતુ તમારે વાદ-વિવાદથી દૂર રહેવાનું છે. ગ્રહણ કાળમાં મંત્ર જાપ કરી પોતાના રાશિના સ્વામી મંગળને પ્રબળ કરો. ગ્રહણ કાળ પુરો થયા બાદ કોઇ ગરીબ વ્યક્તિને ગોળ અને ચોખા દાન કરો.
વૃષભ:
આ ગ્રહણની આસર તમારા સંબંધો પર પડશે અને તમારા કોઇ સંબંધ અચાનક ખતમ થઇ શકે છે. કોઇની સાથે વેપારમાં ભાગીદારી ખતમ થઇ શકે છે. પત્નીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. ગ્રહણકાળમાં શુક્રના મંત્રોનો જાપ કરો. ગ્રહણકાળ બાદ કોઇ ગરીબ વ્યક્તિને દૂધનું દાન કરો.
મિથુન:
કોઇ મહિલા સાથે એ હદે અનબન થઇ શકે છે કે માનસિક તનાવમાંથી પસાર થઇ શકો છો. મહિલાઓને પણ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. લોનના મામલે પરેશાન થઇ શકો છો. બુધના મંત્રોનો જાપ કરો. ગ્રહણકાળ પુરો થયા બાદ કોઇ નિર્ધનને મીઠી ખીર દાન કરો.
કર્ક:
સંબંધો, શિક્ષા અને સંતાન આ ત્રણેયમાં સાવધાન રહેવાની જરૂર છે. ગર્ભવતી મહિલાઓને પોતાનો ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. સંબંધોમાં ગલતફમીથી બચી રહેવાની જરૂર રહેશે. તમારા માટે ગાયત્રી મંત્ર ખૂબ લાભકારી રહેશે. ગ્રહણના 15 દિવસની આસપાસ તમારી માતાને ચાંદીનો ગ્લાસ આપો.
સિંહ:
આ ગ્રહણકાળ દરમિયાન તમારી માતાને તણાવ રહી શકે છે. તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ઘરમાં તણાવ હોઇ શકે છે. પરંતુ તમારે પરેશાન થવાની જરૂર નથી. ગ્રહણકાળમાં સૂર્ય અને ચંદ્રમાના મંત્રોનો જાપ કરવાનો છે. ગ્રહણ બાદ ગોળ અને ખાંડ બંનેનું દાન કરો.
કન્યા:
આ દરમિયાન આત્મવિશ્વાસમાં ઘટાડો આવશે અને તમારી કોઇની સાથે મિત્રતા ખતમ થઇ શકે છે. પાર્ટનરશિપમાં લાભની સ્થિતિ પણ બગડી શકે છે. ઘરમાં મોટા અને નાના બંનેની તબિયતનું ધ્યાન રાખો. ગ્રહણકાળમાં બુધના મંત્રોનો જાપ કરો. ગ્રહણ ખતમ થયા બાદ કોઇ ગરીબ વ્યક્તિને લીલા શાકભાજી દાન કરો.
તુલા:
આ ગ્રહણકાળ દરમિયાન તમારે તમારી વાણી પર ખૂબ ધ્યાન આપવું પડશે. બોલતાં પહેલાં સો વાર વિચારો. મોઢું, દાંત અને આંખો સાથે સંકળાયેલી કોઇ સમસ્યા થઇ શકે છે. તણાવ પણ વધી શકે છે. ગ્રહણકાળમાં શુક્રના મંત્રોનો જાપ કરો. ગ્રહણકાળ ખતમ થયા બાદ કોઇ નિર્હ્દન વ્યક્તિને ઘીનું દાન કરો.
વૃશ્વિક:
ચંદ્ર ગ્રહણ તમારી રાશિમાં પડી રહ્યો છે. તેના લીધે માનસિક તણાવ થઇ શકે છે. તે દરમિયાન તમારું આદ્યાત્મ તરફ વલણ રહેશે અને તેનાથી તમને ખૂબ મદદ મળશે. ગાયત્રી મંત્રનો જાપ કરો. ગ્રહણકાળ ખતમ થયા બાદ એક તાંબા લોટામાં દૂધ ભરીને શિવ મંદિર સામે મુકી આવો.
ધન:
આ દરમિયાન તમારી નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ ખરાબ થઇ શકે છે. મનમાં કોઇપણ પ્રકારનો નકારાત્મક વિચાર ન લાવો. તમારું વલણ આદ્યાત્મ તરફ રહેશે. તમારે ગુરૂના મંત્રનો જાપ કરવાની જરૂર છે. કોઇ નિર્ધન વ્યક્તિને એક પેકેટ હળદરનું દાન કરો.
મકર:
જીવનસાથી સાથે તકરાર અને સહયોગમાં ઘટાડો આવી શકે છે. એક સંબંધ પર ધ્યાન આપવાના બદલે તમામ સંબંધો પર પ્રાથમિકતા આપો. શનિના મંત્રોનો જાપ કરો. ગ્રહણ ખતમ થતાં એક પેકેટ દૂધ અને સરસિયું તેલ ગરીબ વ્યક્તિને દાન કરો.
કુંભ:
પિતાના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવાની જરૂર છે. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. શનિના મંત્રોનો જાપ કરો. ગ્રહણકાળ ખતમ થયા બાદ સરસિયું તેલ અથવા પાંચ સફેદ મિઠાઇ દાન કરો.
મીન:
આ રાશિવાળાને ગ્રહણ દરમિયાન ભાગ્યનો બિલકુલ સાથ નહી મળે. આકરી મહેનત બાદ પણ સફળતા નહી મળે. દુર્ઘટના થવાની સંભાવના છે. સંતાનના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ઘઉંનું દાન કરવાથી ફાયદો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે