કેમ રાવણ પર હંમેશા મહેરબાન રહેતા હતા મહાદેવ? જાણો શિવભક્તિ સાથે જોડાયેલી રાવણની રોચક કથા

અસુરરાજ રાવણનુ આખુ જીવન ચર્ચાનુ કેન્દ્ર બની રહ્યુ. અપરિમિત ગુણોનો સ્વામી રાવણ બળ, જ્ઞાન, ભક્તિ બધામાં અતુલ્ય હતો. સંસાર રાવણને હંમેશા તેની બુરાઈઓ માટે યાદ કરે છે પરંતુ રાવણની ભક્તિ અને જ્ઞાનનુ ઉંડાણ એટલુ હતુ જેને માપવુ અસંભવ હતુ. સ્વયં મહાશિવ તેના સાક્ષી છે કારણકે રાવણ તેમનો પરમ ભક્ત હતો. રાવણે  ભગવાન શિવની ભક્તિ કરી, પોતાના અતુલ્ય તપથી જે રીતે તેમને પ્રસન્ન કરીને પોતાના બનાવી લીધા, તેની બરાબરી સંસારમાં કદાચ જ કોઈ કરી શક્યુ છે.  રાવણની શિવભક્તિ સાથે જોડાયેલ એક સુંદર પ્રસંગ...

કેમ રાવણ પર હંમેશા મહેરબાન રહેતા હતા મહાદેવ? જાણો શિવભક્તિ સાથે જોડાયેલી રાવણની રોચક કથા

ખ્યાતિ ઠક્કર, અમદાવાદઃ અસુરરાજ રાવણનું આખુ જીવન ચર્ચાનુ કેન્દ્ર બની રહ્યુ. અપરિમિત ગુણોનો સ્વામી રાવણ બળ, જ્ઞાન, ભક્તિ બધામાં અતુલ્ય હતો. સંસાર રાવણને હંમેશા તેની બુરાઈઓ માટે યાદ કરે છે પરંતુ રાવણની ભક્તિ અને જ્ઞાનનુ ઉંડાણ એટલુ હતુ જેને માપવુ અસંભવ હતુ. સ્વયં મહાશિવ તેના સાક્ષી છે કારણકે રાવણ તેમનો પરમ ભક્ત હતો. રાવણે  ભગવાન શિવની ભક્તિ કરી, પોતાના અતુલ્ય તપથી જે રીતે તેમને પ્રસન્ન કરીને પોતાના બનાવી લીધા, તેની બરાબરી સંસારમાં કદાચ જ કોઈ કરી શક્યુ છે. રાવણની શિવભક્તિ સાથે જોડાયેલ એક સુંદર પ્રસંગ...

કૈલાશ પર્વત પર પહોંચી ગયો રાવણ:
પુષ્પક વિમાનમાં બેસીને કૈલાશ પર્વત પર પહોંચી ગયો એ સમયની વાત છે જ્યારે રાવણ પોતાના સાવકા ભાઈ કુબેર પાસેથી સોનાની લંકા છીનવી ચૂક્યો હતો અને પોતાનુ સુવર્ણનગર વસાવી ચૂક્યો હતો. એ વખતે રાવણના મનમાં વિચાર આવ્યો કે તે સ્વયં તો સુવર્ણનગરીમાં રહે છે. જ્યારે તેના દેવાધિદેવ મહાશિવ કૈલાશ પર્વત પર કેટલી અસુવિધાઓ વચ્ચે રહે છે. આ વિચાર આવતા જ રાવણ પોતાના પુષ્પક વિમાનમાં બેસીને કૈલાશ પર્વત પર પહોંચી ગયો.

રાવણનો સામનો નંદી સાથે થયો:
રાવણનો સામનો નંદી સાથે થયો કૈલાશ પર્વત પર સૌથી પહેલા રાવણનો સામનો નંદી સાથે થયો. નંદીએ રાવણને આવવાનુ કારણ પૂછ્યુ. રાવણે જણાવ્યુ કે તે ભગવાન શિવને પોતાની સાથે લંકા લઈ જવા માટે આવ્યો છે. નંદીએ કહ્યુ કે ભગવાનને કૈલાશ પરમપ્રિય છે. અને તે રાવણ સાથે ક્યારેય નહિ જાય. રાવણે કહ્યુ કે તે બળપૂર્વક ભગવાનને કૈલાશ સહિત ઉઠાવીને લંકા લઈ જશે. આ વાત પર નંદી અને રાવણનુ યુદ્ધ થઈ ગયુ અને સ્વાભાવિક રીતે નંદી પરાજિત થયા. આ તરફ સૃષ્ટિની દરેક ક્ષણનુ પૂર્વજ્ઞાન ધરાવનાર મહાશિવ આ યુદ્ધને જોઈને સ્મિત કરી રહ્યા હતા. છેવટે તેમના બે પરમ પ્રિય અનુગામી પ્રેમમાં ગળાડૂબ તેમના પર પોતાનો અધિકાર જતાવવા માટે લડી રહ્યા હતા. નંદીને પરાજિત કરીને રાવણે પોતાના બાહુબળથી કૈલાશને ધરતીથી ઉખાડીને એક તરફથી ઉઠાવ્યો.

રાવણની ભક્તિથી શિવ થયા પ્રસન્ન:
રાવણની ભક્તિથી શિવ થયા પ્રસન્ન આ વખતે મહાશિવે પોતાના પગનો એક અંગૂઠો ઉઠાવીને કૈલાશની ધરા પર રાખી દીધો. માત્ર અંગૂઠાના સ્પર્શ માત્રથી કૈલાસ પાછો ધરતીમાં ધસી ગયો અને તેની સાથે રાવણના હાથ પણ દબાઈ ગયા. રાવણ સમજી ગયો કે મહાશિવ તેનાથી અપ્રસન્ન થઈ ગયા છે. તેણે તરત જ શિવને પ્રસન્ન કરવા માટે ક્ષણમાત્રમાં રુ્દ્રાષ્ટકની રચના કરી દીધી અને ઉચ્ચ સ્વરમાં તેનો પાઠ કરવા લાગ્યો. રાવણની ભક્તિથી શિવજી અતિ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપીને તેને લંકા પાછો મોકલી દીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news