માન્યામાં નહી આવે પણ સાચી છે વાત, મહાભારતકાળમાં પતિ વિના પત્ની થઇ શકતી હતી પ્રેગ્નેંટ

Mahabharata War Secret : મહાભારતમાં પાંચ પાંડવોનો જન્મ નિયોગ વિધિથી થયો હતો... સનાતન ધર્મમાં આ વિધિનો ઉલ્લેખ કરાયો છે  
 

માન્યામાં નહી આવે પણ સાચી છે વાત, મહાભારતકાળમાં પતિ વિના પત્ની થઇ શકતી હતી પ્રેગ્નેંટ

mahabharata interesting fatcs : મહાભારત કાળ અને તેના પહેલા કેટલીક સામાજિક પ્રથાઓ પ્રચલિત હતી. જેમાં પતિના સંતાન ઉત્પન્ન ન કરી શકવા અથવા પતિના મૃત્યુ બાદ પણ ગર્ભધારણ કરવાની અનુમિત સ્ત્રીઓને મળતી હતી. તેમાં એક પ્રથા હતી નિયોગ વિધિ. નિયોગમાં એવા અનેક મહાવીર યોદ્ધા પેદા તયા છે, જેઓએ મહાભારત કાળ અને દ્વાપર યુગમાં પોતાના પરાક્રમના પરચમ લહેરાવ્યા હતા. મહાભારતમાં પાંચ પાંડવોનો જન્મ નિયોગ વિધિથી થયો હતો.

નિયોગ વિધિ એક એવી વિધિ છે, જેનો ઉલ્લેખ સનાતન ધર્મમાં કરાયેલો છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જ્મ નિયોગ વિધિથી થયો હતો. આ નિયોગ વિધિના મુખ્ય કારક ઋષિ વેદવ્યાસ હતા. 

જન્મના સમયથી જ પાંડુ રાજા ક્ષય રોગથી પીડિત હતા. તેઓ સંતાન પેદા કરી શક્વામાં સક્ષમ ન હતા. આ જ કારણ છે કે વંશ આગળ ચલાવવા માટે પાંચ પાંડવોનો જન્મ નિયોગ વિધિથી કરાયો હતો. 

કુંતીના તમામ પુત્રો નિયોગ વિધિથી પેદા થયા હતા. તેમના નિયોગમાં દેવતા નિયુક્ત પુરુષ હતા. 

મનુ સ્મૃતિમા ઉલ્લેખ કરાયો છે કે, પતિ જો સંતાન પેદામાં કરવામાં અસક્ષમ હોય તો સ્ત્રી પતિની ઈચ્છાથી કોઈ યોગ્ય પુરુષ સાથે નિયોગ દ્વારા સંતાન પ્રાપ્ત કરી શકે છે. જો પતિનુ અકાળ મોત થાય તો પત્ની સંતાન પ્રાપ્તિ માટે કોઈ પણ યોગ્ય પુરુષ પાસેથી ગર્ભધારણ કરાવી શકે છે.

આ પ્રથાનું પાલન માત્ર સંતાનપ્રાપ્તિ માટે જ થતુ હતું, આનંદ માટે નહિ. આ રીતે સહમિતીથી આ વિધિ થતી.

કર્ણ સૂર્યદેવના પુત્ર હાત, ઈન્દ્રના પુત્ર અર્જુન હતા. ભીમ પવનદેવના પુત્ર હતા. તમામનો જન્મ નિયોગ વિધિના માધ્યમથી થયો હતો. 

મહાભારતની અન્ય રસપ્રદ કથાઓ વાંચવા કરો ક્લિક :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news